Tuesday, November 15, 2022

VSSM is instrumental in providing food security to needy families with a monthly ration kit...

Mittal Patel meets Jivi Ma

My life is at peace now; God will bless you with abundance and happiness!”  Jivi Ma showered us with her blessings. A resident of Zainabad of Patdi’s Dasada block, Jivi Ma, lost her young son to a heart attack two years ago. Madhuben, her daughter-in-law, could not take the shock; she lost her mental strength and suffered a stroke. Gradually she lost her ability to speak and remains confined to bed.

“It was better if god had taken me; this pain is unbearable….! But death does not come when asked for!” Jivi Ma reels under constant anguish.

Jivi Ma is a very senior citizen. Although ideally, Madhuben should be her caregiver, instead, at this age, it is Jivi Ma who has to take care of Madhuben.

Jivi Ma has a mentally challenged granddaughter, while the grandson is small. And sustaining all of them is now upon Jivi Ma. It is an everyday battle she fights to provide for the family.

The family lives near Bajaniya settlement, and the neighbors are supportive and help whenever possible, but they, too, survive under tremendous financial stress, so Jivi Ma, too cannot expect much from them.

VSSM began providing a monthly ration kit after we learned about this family. Our Kanubhai and Chayaben bring the kit to this family.

Recently, I had the opportunity to go see them, it seemed Madhuben was trying to convey something, but it was difficult for me to comprehend; her painful condition was difficult to witness. So I prayed for her well-being and that she may find freedom and peace.

VSSM is instrumental in providing food security to needy families with a monthly ration kit. If you wish to adopt an elderly person, contact us at 9099936013 or GPay on 9909049893.

 હવે મને ઘણી શાંતી સે બાપા. ભગવાન તમારુ હારુ કરશે. તમારુ અભરેભરાશે.. '

આ આશિર્વાદ સુરેન્દ્રનગરના દશાડાના જૈનાબાદમાં રહેતા જીવીમાંએ આપ્યા. જીવામાંના જુવાન દીકરાને બે વર્ષ પહેલાં હાર્ટ એટેક આવ્યો ને એ ગુજરી ગયો. પણ દીકરાના ગયા પછી તેમની પુત્રવધુ મધુબહેન આ આઘાત સહન ન કરી શક્યા. એ માનસીક રીતે પડી ભાંગ્યા. લકવો થઈ ગયો અને ધીમે ધીમે બોલવાનું પણ બંધ થઈ ગયું. આજે એ પથારીવશ છે. 

જીવી મા કહે, 'આનુ દુઃખ નથી જોવાતું ભગવાન એને લઈ લે તો સારુ...' પણ મોત ક્યાં માંગ્યું મળે?

જીવીમાની ઉંમર ઘણી. પુત્રવધુ તરીકે મધુબહેને એમની ચાકરી કરવી પડે પણ સ્થિતિ એવી નિર્માણ થઈ કે જીવીમાને મધુબહેનની ચાકરી કરવી પડે છે.

જીવીમાને એક પૌત્રી જે માનસીક રીતે વિકલાંગ. ને એક નાનો પૌત્ર.. જીવામા આ બધાનું પુરુ કરવા કોશીશ કરે.. પણ પહોંચી ન શકે. 

એ જ્યાં રહેતે તે બજાણિયા વસાહતના લોકો તેમને મદદ કરે પણ એમની આસપાસમાં રહેતા સૌની સ્થિતિ પણ એક સાંધે ત્યાં તેર તુટે એવી. આમાં કાયમી મદદ કરવી તો મુશ્કેલ.

અમારા ધ્યાને આ પરિવારની સ્થિતિ આવી અમે ત્યાં રાશનકીટ આપવાનું શરૃ કર્યું. અમારા કનુભાઈ અને છાયાબહેન ત્યાં કીટ પહોંચાડે..

હમણાં આ પરિવારને મળવા ગયા તો મધુબહેન બે હાથ જોડી કશુંક કહેવા માંગતા હોય એવું લાગ્યું. જો કે મને કશું સમજાયું નહીં.

તેમની સ્થિતિ દયનીય છે. 

મધુબહેનના જીવને સાતા આપે અને તેમને ઝટ આ દુનિયામાંથી મુક્તિ આપે તેવી પ્રાર્થના તેમના માથે હાથ મુકીને કરી..

આવા માવતરો કે પરિવારોને અમે દર મહિને રાશનકીટ આપીયે..

તમે પણ આવા માવતરોના પાલક બની શકો. એ માટે  90999-36013 પર સંપર્ક કરવા વિનંતી..

અથવા 9909049893 પર ગુગલ પે કરી શકાય.

#MittalPatel #vssm #mavtar #elderlycaregiving



Mittal Patel meets Jivi Ma and her daughter-in-law madhuben
was trying to convey something


VSSM began providing maonthly ration kit after we learned 
about Jivi Ma


No comments:

Post a Comment