Tuesday, November 15, 2022

20 Vadi and Madari families living in Kapadvanj’s Aantroli and Taiyabpur villages received papers to their plots from the TDO of Kheda...

Nomadic families recievd their plot allotment letter

A decent roof over our heads is a dream most of us work to achieve. Although many of us would migrate to other regions or foreign lands to earn a decent living, the journey begins with finding a rented house that grows to own as soon as possible. After that, most of us aspire to have a permanent address, a home where time stops.

VSSM strives to find addresses for the nomadic and de-notified communities. We had filed applications for allotment of plots for homeless families of Kheda, but the applications moved only after District Collector Shri Bachani Saheb and DDO Shri Mehul Dave took charge. Many sluggish-moving files found wings after the duo came to the office.

Recently, the TDO allotted plots to 20 Vadi and Madari families in Kapadvanj’s Aantroli and Taiyabpur villages.

We are grateful to the Kheda administration. Hoping that the few files still waiting to see the light of the day also progress to completion.

VSSM’s Rajnibhai Raval has worked hard to ensure these families are linked with government welfare schemes. He liaised with the government authorities along with the community members. As a result, they have allotment letters to their plots. Hopefully, soon they will have their own houses too.

The shared images throw light on their current living conditions. In addition, the documents of their plots are shared in another photo.

#MittalPatel #VSSM

 બસ માથુ ઘાલવા મારુ પોતાનું ઘર થઈ જાય તો ઘૈઈક.. આવી એષણા એક વ્યક્તિની નહીં અનેક વ્યક્તિઓની. આપણે પણ મૂળ વતન છોડી રોજી રોટી અર્થે દેશ કે દુનિયા ફરીએ ભલે તે બધી જગ્યાએ શરૃઆત ભાડાના ઘરમાં કરીએ પણ ઝંખના તો પોતાના ઘરની, સરનામાંની તો હોય જ.

વિચરતી જાતિના પરિવારોને પણ આવું સરનામુ મળે તે માટે અમે કોશીશ કરીએ. ખેડામાં ઘણા ઘરવિહોણા પરિવારોને પ્લોટ મળે તે માટે અમે અરજી કરેલી. પણ કલેક્ટર તરીકે બાચાણી સાહેબ અને ડીડીઓ તરીકે મેહુલ દવે આવ્યા પછી અરજીઓને પગ આવ્યા. ઘણા કામો જે નહોતા થતા તેમાં ઝડપ આવી.

તાજેતરમાં જ કપડવંજના આંતરોલી અને તૈયબપુરામાં રહેતા 20 વાદી અને મદારી પરિવારોને ટીડીઓ શ્રીએ રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા. 

આભાર ખેડા વહીવટીતંત્રનો.. બસ હજુ કેટલુંક આપની કચેરીમાં પડતર છે જે ઉકેલાય તેની રાહ છે. એ પૂર્ણ કરવા પણ વિનંતી..

અમારા કાર્યકર રજનીભાઈ રાવળની આમાં ઘણી મહેનત. અધિકારીઓ સાથે એ સતત સંપર્કમાં રહ્યા અને વસાહતના લોકોએ એમને સહયોગ કર્યો જેના લીધે આ પરિવારો પ્લોટવાળા થયા હવે ઝટ એ ઘરવાળા પણ થશે. 

હાલ આ પરિવારો જે સ્થિતિમાં છે તે જોઈ શકાય છે અને હવે તેમને પોતાના પ્લોટની સનદ મળી તે પણ જોઈ શકાય. 

#MittalPatel #VSSM

TDO handed over plot allotment letter to nomadic families

Vadi and Madari families with their plot allotment letter

Nomadic families recieved their plot allotment letter


No comments:

Post a Comment