Showing posts with label Water resource management. Show all posts
Showing posts with label Water resource management. Show all posts

Friday, February 28, 2020

It is always a hard task to convince the villagers to contribute towards their own good!!...

Mittal Patel discusses Water Management with the
villagers
In the earlier days, the farmers would begin to have an easier workload after the Rabi crop was harvested because the groundwater wasn’t explored yet hence there was no possibility of farming during summers.  “So what did they do during this free time?” is an obvious thought that crosses our mind.

The villagers handed over the collected amount to VSSM's
Naran
Do you think they spent their time ideally? Never! It is not in a farmer’s nature to sit still. They would till their soil and prepare their farms for the next season. They would repair and restore traditional water sources of their own and that of the village. Yes, they never depended on anybody else to come and take care of the water sources of their village. Today we depend on the government to come and take care of common property resources of our villages.

Lake before digging
When we initiated the participatory water conservation works in Banaskantha the first condition was that the community will contribute both in the form of action and funds. The soil excavated by VSSM funded JCBs will be carried away by tractors that the community members will bring. Also, the villagers will have to contribute in cash to raise a corpus to work on the maintenance of the water sources of their village. The amount of the contribution of each household will depend on their capacity. However, the community hasn’t been prepared to provide cash contributions.

“We did send our tractors, so why money?”

“These are the lakes in your village, so you need to contribute.”

It is very difficult to get someone to contribute in cash.
Water Management Site

If there are 300  houses in a village and each contributed Rs. 500 for upkeeping the lakes of their villages, the figure will be a decent Rs. 1.5 lacs. However, they would choose to spend the amount in any random expense over donating to maintain the lakes.

“The lake isn’t mine, so why to donate?” they argue.

“The lake is from your village when it brims with water it is also you who will benefit from it.”

I receive calls from many Sanpanch saying many villagers aren’t prepared to donate in cash.

And amidst such a discouraging scenario, the Kuvarva villages has performed beyond our expectations. The tractors arrived on schedule, they have already collected Rs. 50,000 in cash and more are on the way. We will be spending Rs. 5 lacs for the deepening on this lake plus a lac as community contribution will bring the amount to Rs. 6 lacs.

The pleasure of working in villages where villagers are supportive and understanding is beyond comprehension. It reflects the progressive mindset of the villagers. It shows they do not believe in charity neither do they like to be dependent on government and others for their needs. I hope other villages too draw inspiration from Kuvarva.

The villagers handed over the collected amount to VSSM’s Naran.

We are grateful to all our well-wishers who have supported our water management initiative.

પહેલાંના સમયમાં ફાગણ ઉતરતા ખેતીકામમાંથી ખેડૂતો નવરા થવા માંડતા...
એ વેળા બોરવેલ નહોતા એટલે ઉનાળુ પાક કરવાની સંભાવના નહોતી...
ત્યારે સ્વાભાવીક ખેડૂતો કે ગામના લોકો ઉનાળામાં શું કરતા? તે પ્રશ્ન થાય.
રખેને નવરા બેસી રહેતા એવું કહેતા.. કારણ નવરા બેસી રહેવાનું આ કામગરા માણસોને ફાવે નહીં.
પોતાના ખેતરો ખેડી ચોમાસા માટે તૈયાર કરવાનું ખેડૂતો કરે સાથે પાણી સંગ્રહના સંશાધનો ઠીક કરવાનું તેઓ કરતા.
હા, ગામના તળાવો ગાળવનાનું તેઓ કોઈનીયે મદદ લીધા વગર જાતે કરતા.
આજે આપણે સૌ સરકાર પર આધારિત થઈ ગયા છીએ. મારા ગામનું તળાવ હું શું કામ ગાળુ સરકાર ગાળશે એવું આપણે જરાય શરમ વગર બોલીએ છીએ..
અમે તળાવો ગાળવાનું બનાસકાંઠામાં શરૃ કર્યું. શરત એટલી જ કે માટી ગામ ઉપાડે એ ઉપરાંત ફાળો આપવાનો. આ ફાળો ગામલોકો પોતાની મરજી મુજબ આપે. આ ફાળો પણ એમના ગામના તળાવ ગાળવામાં જ પાછો વપરાવવાનો પણ લોકો ફાળા માટે ઝટ રાજી થતા નથી.
ટ્રેક્ટર તો આપ્યા. હવે ફાળો કેમ?
હું કહુ છુ તમારા ગામનું તળાવ ગળાય એમાં તમારી હીસ્સેદારી નોંધાય માટે..
પણ બહુ અઘરુ છે કોઈના ખીસ્સામાંથી રૃપિયો કઢાવવો..
ગામમાં 300 ઘર હોય અને દરેક ઘર 500 તળાવ માટે આપે તોય ફાળો દોઢ લાખ થાય પણ આમ તેમ વાપરી નંખાતા 500 તળાવ જે સાર્વજનીક છે તેને સરખુ કરવા હું શું કામ આપું તેવું લોકો માને છે..
અરે ભાઈ તમારા ગામનું તળાવ છે. પાણી ભરાશે તો તમને જ ફાયદો થશે..
ખેર ઘણા ગામના સરપંચોના ફોન આવે છે તળાવ ગાળવા પણ ફાળાની વાતમાં સૌ મોળા પડે છે..
પણ કાંકરેજનું કુવારવા ગામ જરા નોખુ છે..
માટી ઉપાડવા ટ્રેકટર તો આપ્યા એ ઉપરાંત પચાસ હજારનો ફાળો આપ્યો. હજુ વધારે એકત્રીત કરવાની એમની ગણતરી છે. અમે આ ગામમાં તળાવ પાછળ પાંચ લાખ ખર્ચ કરીશું. સાથે તેમનો ફાળો જો એકાદ લાખ આવે તો છ લાખ તળાવ ખોદકામમાં વપરાશે..
ગામની ભાગીદારી હશે તો અમનેય કામ કરવું ગમશે.. કોઈને કહી શકીશું. ગામો જાગ્યા છે. સાવ ધર્માદુ લેવાની એમની ખેવના નથી ને સરકાર પર આધારિત નથી..
કુંવારવાની જેમ અન્ય ગામો જાગે એવી ભાવના....
કુંવારવા ગ્રામજનોએ અમારા કાર્યકર્તા નારણ રાવળને લોકફાળો સમર્પિત કર્યો।
તળાવ ગાળવામાં મદદરૃપ થનાર સૌ પ્રિયજનોનો આભાર

Saturday, October 27, 2018

Water Management work to begin soon in Benap Village of Suigam Block

Mittal Patel, VSSM team and Sarpanch observing the lake at Benap
Benap is the farthest village of Suigam, Gujarat’s farthest block. Situated in Banaskantha region this is an arid drought prone region. Thanks to our decades of official planning and implementation of various government programs this and many other villages in the region have remained fairly untouched by development. The people here are very honest and simple.

Pragjibhai Rajput, the Sarpanch of Benap is a caring and compassionate human being. Seldom do we come across leaders who consider all villagers as equal and work for their betterment. The poor and marginalised hold a special place in Pragjibhai’s heart.

Mittal Patel addressing a meeting at Benap village
Benap sits right next to the Rann of Kutch, part of the great White Rann which has gained popularity in recent times. If we had to erase  all the touristy awe towards this landscape, life for the locals here is extremely tough. Benap’s arid landscape means it is a water starved region. Rainfed agriculture is the primary source of livelihood. The village has almost 8 lakes that remain empty for most part of the year. If the lakes were to be brimming with water life can turn out to be a boon for the villagers here. Since Benap is just adjacent to the Rann it has one advantage, the rain water flows through here to the Rann. The Rann is full of water during the monsoons until Diwali after which it begins to dry up. Because of its location the lakes of Benap have the potential to beam with water.

Lake at Benap Village
A minor canal of Narmada project does pass from near the village but the canal itself remains empty. 2018 has been a rain deficit year for Gujarat and the drought prone regions of North Gujarat have remained devoid of rains this year. The shallow lakes of Benap are spread across many hectors, if we deepen these lakes with proper planning and implementation we can succeed in catching the rain water and recharge the ground water too.

The condition of Benap is extremely distressful, the single rain-fed crop  they depended on too is not feasible this year. It has become a challenge for the daily wage earners to find labour. In the given condition it is imperative that we begin relief work as soon as possible in this village. We have decided to get the villagers involved with the excavation works at one of the 8 lakes. This will ensure work and daily wage for the participating labourers. The other lake will be deepened using the JCB.

This lake to be dug at Benap
The water conservation efforts have financial support of Mumbai based Nanditabahen Parekh, Bhanubahen and other well-wishers of VSSM. This extremely deprived region requires lot of concentrated efforts for its development. VSSM is committed to support as much as it can but it would be apt if people from these regions who have went on to settle and flourish elsewhere contribute for the much needed development of their native villages, the homeland.


ગુજરાતીમાં રૂપાંતર

સૂઈગામ તાલુકાનું છેવાડાનું ગામ બેણપ.

સાવ સીધા સાદા માણસો ગામમાં રહે. સરપંચ પ્રાગજીભાઈ રાજપૂત તો ખુબ ભલા. ગામના તમામ માટે ખુબ લાગણી. પણ વંચિતો માટે જરા વિશેષ પ્રેમ.

બેણપ રણકાંઠાનું છેવાડાનું ગામ. ચોમાસું ખેતી ત્યાં થાય. ગામમાં તળાવોની સંખ્યા આઠેક જેટલી. જો તળાવ ભરાય તો ગામ આખુ ખેતી કરી શકે.પણ આ વિસ્તારમાં વરસાદ ખુબ ઓછો પડે. પણ ઉપરવાસમાં વરસાદ પડે એનું પાણી બેણપમાં થઈને રણને મળે એટલે તળાવો ભરાવવાની શક્યતાઓ ખરી.

આમ તો નર્મદાની માઈનોર કેનાલ ગામની નજીકથી પસાર થાય પણ તેમાં ખાસ પાણી છોડવામાં આવતું નથી. આમ પણ આ વખતે ગુજરાતમાં પાણીની અછત છે. પણ જો વ્યવસ્થિત આયોજન થાય તો બેણપનું તળાવ કેટલાય હેક્ટરમાં ફેલાયેલું છે અેને ભરી શકાય. વળી તળાવ ઊંડુ હોય તો ચોમાસા દરમ્યાન ગામમાં આવતા પાણીનો સંગ્રહ પણ સારો થાય. પણ ગામના તળાવો છીછરા છે.

વર્ષ 2018નું ચોમાસુ આ વિસ્તારમાં બેઠુ જ નહીં. વરસાદ ના થતા આખા વિસ્તારની હાલત કથળી. ખેતી પણ થવાની નહીં. આવામાં મજુરી તો ક્યાંથી મળે.

સમગ્ર સ્થિતિ જોયા પછી આ વિસ્તારમાં રાહતના કામો શરૃ કરવાનો વિચાર આવ્યો.

ગામનું એક તળાવ લોકો હાથમજુરી કરીને ખોદાવે તેવું આયોજન કરવાનું કર્યું. જેથી લોકોને કામ મળે ને બીજુ ખુબ તળાવ જેસીબીથી ખોદીશું. જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. કાર્યકર નારણ અને ભગવાનની દેખરેખમાં આ કામો કરીશું.

મુંબઈમાં રહેતા નંદીતાબહેન પારેખ, ભાનુબહેન ને અન્ય સ્વજનો આ કામમાં સહયોગ કરશે પણ આ વિસ્તારના ગામોની હાલત અત્યંત ખરાબ છે. ખુબ પછાત એવા આ વિસ્તાર માટે ખુબ કામ કરવાની જરૃર છે. 

VSSM તો સહયોગ કરશે પણ આ વિસ્તારના લોકો જેઓ ગામ છોડીને કામ ધંધા અર્થે બહાર રહે છે તેઓ મદદ કરે તો પણ ઘણું મોટુ કામ થાય.

બેણપ ગામના લોકો સાથે થયેલી બેઠક ને તળાવો ફોટોમાં જોઈ શકાય છે.