Saturday, May 14, 2016

VSSM prepares applications for allotment of residential plots to Vanzara families...

The applications prepared by Naran. 
 A mention of the word nomad and first image  that strikes us is that of  colourful Gypsies, for a layman nomad means Gypsies whereas the fact is that Gypsy are one of the many nomadic communities that thrived in the bygone days and like all these communities the Gypsy or the Vanzara as they are called in Gujarati, too are leading marginalise lives today.  There are many Vanzara families that still have to find a permanent place to stay.  

The Vanzara  families of  Vakha village and their homes
15 Vanzara families stay on the wasteland of Vakha village in Diyodar town of Banaskantha. 3 of these families have their names in the BPL list and yet they haven’t been allotted plots to build homes. VSSM has relentlessly pursued the issue of plots allotment to these families but things haven’t progressed any further. Our team member Naran has made numerous presentations before the concerned authorities but with no success. Such situations do prove to be demotivating for our team members especially when consistent efforts do not bring results. but like an army of ants  VSSM team too shalll keep pursuing the cause of nomads until we succeed in achieving it goals. 

vssm દ્વારા વણઝારા પરિવારોની પ્લોટની અરજીઓ તૈયાર કરવામાં આવી.

વિચરતી જાતિઓની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ વણઝારા જ આપણી નજર સમક્ષ આવે આવા વણઝારાની ઘણી વસાહતો છે જે આજેય પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને એવા કેટલાય વણઝારા છે જેઓ આજે પણ પોતાનું સ્થાયી સરનામું શોધી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરના વખાગામમાં આવા જ 15 વણઝારા પરિવારો ગામથી દૂર છાપરાં બાંધીને રહે છે. 15 પરિવારોમાંથી 3 પરિવારોના નામ તો બી.પી.એલ. યાદીમાં પણ છે છતાં તેમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા નથી. vssm આ પરિવારોને પ્લોટ મળે એ માટે સતત પ્રયત્નશીલ છે. જો કે એ માટે ઢગલાંબંધ રજૂઆતો vssmના કાર્યકર નારણ દ્વારા થઈ છે. પણ તે દિશામાં કશું થયું નથી. આ સમુદાયોને નાગરિક તરીકેના તમામ અધિકારો મળે તે માટે દિવસ રાત સંસ્થાના કાર્યકરો જે રીતે મહેનત કરે છે અને લાંબા વખત પછી પણ તેનું પરિણામ મળતું નથી ત્યારે થોડી હતાશા ચોક્કસ આવે છે. પણ કીડીની જેમ આપણે પ્રયત્ન કરવાનો છે ક્યારેક તો સફળ થઈશું તેવી આશા પણ બંધાયેલી છે... 

વખામાં રહેતા વણઝારા જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે. vssmના કાર્યકર નારણ દ્વારા આ પરિવારોને પ્લોટ મળે તે અંગેની રજૂઆત તૈયાર કરાવવામાં આવી જે ફોટોમાં જોઈ શકાય છે. 

Friday, May 13, 2016

Applications forms filled for Voter ID cards of 19 individuals from Salat community by VSSM…

Tohid filling up the forms for the 19 Salat individuals...
Over the period of time,  due to changing circumstances,  the nature of work related migration or  wandering amongst most of the nomadic communities has seen a considerable change. Most of these families now  prefer to live settled lives for the benefit of their families especialy their children, settled lives would enable them  to receive  education.  While the men in the communities wander for day or months to earn living,  the women stay back for the children. 

One such group of Salat families living around  Vijapur now wishes to settle down. VSSM has facilitated these families in filing of  applications to obtain residential plots around Vijapur. This was quite some time ago and the administration has been quite lax on this mater. VSSM team member Tohid who works with these families continues to make rounds of the concerned departments, most of the times  he is also accompanied by the individuals of the applicant  families. But the applications have hardly moved further.  We shall keep following up because it is our duty towards these  communities,  hoping that there shall be a day when the sun will shine for the poor and the marginalised….

Along with the plots VSSM has also helped these families apply for their fundament documents of identity. Recently Tohid filed
Voter ID card applications for 19 individuals from these families. The  once impossible task of getting a Voter ID card has now become extremely easy for the nomads, this also makes us joke sometimes, “ How difficult it was for the nomadic families to obtain a voter ID card earlier and how easy it is now….. wish something like this happens for obtaining the residential plots” How badly we wish such desires to come true…

Vssm દ્વારા સલાટ સમુદાયના મતદારકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આવ્યા.

મહેસાણાના વિજાપુરમાં રહેતા સલાટ પરિવારો ચાદરો વેચવા ગામે ગામ ફર્યા કરે. પણ હવે સ્થાયી ઘરની ઈચ્છા છે. કામ માટે ભલે પુરુષો ફરે પણ સ્ત્રીઓ અને બાળકોને એક જગ્યાએ મુકીને જવાય તો જીવને ધરપત રહે અને બાળકો ભણતા પણ થાય. આ પરિવારોને વિજાપુર આસપાસમાં રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે vssm છેલ્લા કેટલાય વખતથી પ્રયત્ન કરે છે પણ તે દિશામાં વહીવટીતંત્રની ઢીલ ઘણી છે. પણ આપણું કર્તવ્ય છે પ્રયત્ન કર્યા કરવાનું. એમ સંસ્થાના કાર્યકર તોહીદ સાથે સાથે વસાહતના લોકો પણ થાક્યા વગર બસ કચેરીના ધક્કા ખાધા કરે છે. એક દિવસ સોનાનો સુરજ ઊગશે અને અમને પણ પ્લોટ મળશે તેવી સૌને આશા છે. 

આ પરિવારોને તમામ પ્રાથમિક પુરાવા મળે તે માટે vssm અને તેના કાર્યકર તોહીદ પ્રયત્નરત છે. તોહીદ દ્વારા આ પરિવારોના મતદારકાર્ડ વિહોણા 19 વ્યક્તિઓના મતદારકાર્ડ માટેના ફોર્મ તાજેતરમાં ફરીને કચેરીમાં જમા કરાવ્યા. મજાકમાં vssmના કાર્યકરો કહે છે, ‘વિચરતી જાતિઓ માટે પહેલાં મતદારકાર્ડ કઢાવવું કેટલું મુશ્કેલ હતું. પણ હવે સરળ છે. આવું સરળ રહેણાંક અર્થે પ્લોટનું થઈ જાય તો.... ’ ખરેખર આવું થાય તો કાર્યકરો અને આ કરનાર સૌના મોઢામાં ઘી શક્કર..

ફોટોમાં મતદારકાર્ડના ફોર્મ ભરી રહેલા vssmના કાર્યકર તોહીદ અને સલાટ વસાહતના લોકો.

Thursday, May 12, 2016

Authorities demolish a nomadic settlement consisting of 40 homes…..


Rajkot's Lohanagar Settlement demolished by the authorities
A fairly large settlement of families from nomadic communities is settled near the railway tracks of Rajkot’s Loharnagar. The families have been here for many years now, the houses they stay are semi-pucca cause nobody had ever objected to their settlement and never ever had the issues of encroachment emerged with the municipal authorities as well, hence they had never asked for legal ownership to these area.  The families felt their future was secured over here. However, on May 10th 2016 around 40 houses were demolished by the authorities citing encroachment reasons. 

The Devipujak families with their broken houses….. 
“Such a huge country of ours yet we can’t get a small piece of land to build our home, we had build shades to cover our heads and now those shades have also gone. Government is asking us to go elsewhere but cannot tell us where is the ‘elsewhere’ is!!  Will our wandering ever end??” was the anger of one of the Devipujak community member whose house was demolished. 

As compared to the rural regions the nomadic communities have found the urban areas easier to settle in because no one except the government  objects to their  living in the ghettos, slums or public places. They stay in and around the cities and wander for work in other regions. But when their homes are destroyed by the government itself a sense of insecurity sips in for these families who have no place else to go. 

VSSM is trying to get residential plots allotted to these  and many such nomadic families. With the prevailing conditions it seems to be a long haul but we are sure we will be able to get the plots allotted to these families…

 વિચરતી જાતિના 40 પરિવારોની વસાહત તોડી દેવામાં આવી...

રાજકોટના લોહાનગરમાંથી પસાર થતી રેલવેની પટરી પાસે 40 પરિવારો છાંપરાં બાંધીને રહે. આમ તો આખા લોહાનગરમાં વિચરતી જાતિના ખાસ્સા પરિવારો વર્ષોથી કાચા અને અર્ધપાકા આવાસો બનાવીને રહે. પણ ખાલી કરવાની તવાઈ બહુ આવે નહીં. એટલે કોઈ દિવસ પોતાની જગ્યા માટેની માંગણી પણ કરેલી નહીં. પણ તા.10 મે 2016ના રોજ દબાણ હટાવવાના કાર્યક્રમ અંતર્ગત 40 પરિવારોના છાપરાં તોડી પાડવામાં આવ્યા. 

મોટાભાગના દેવીપૂજક પરિવારો વર્ષોથી અહીંયા રહે. એમના કહેવા પ્રમાણે, ‘આખા દેશમાં અમારા નામે ઘરનો જડે. માથુ ઘાલવા આ એક છાપરુ બનાવ્યું હતું એય તોડી નાખ્યું. સરકારે અહીંથી જતા રહેવા કહ્યું પણ ક્યાં જવાનું એ કોઈ બતાવતું નથી. અમારા રઝડપાટનો ક્યારે અંત આવશે એય હવે સમજાતું નથી.’ વિચરતી જાતિની ઘણી વસતિ કામ ધંધા માટે શહેરોમાં આવીને જ્યાં જગ્યા મળી ત્યાં સ્થાયી રહેતી થઈ છે. હા કામ ધંધા માટે વિચરણ કરવું પડે તો ત્યાંથી જ કરે. વળી શહેરોમાં રહેવાના કારણે સરકાર સિવાયના કોઈના વિરોધનો સામનો કરવાનું ખાસ બનતું નથી આથી તેઓ પોતાની જાતને અને પરિવારને સુરક્ષીત માને છે. પણ આવી તોડ ફોડ થાય ત્યારે તેઓ ક્યાંય સુરક્ષીત નથી તે સમજાય છે. 


આ પરિવારોને રહેણાંક અર્થે કાયમી પ્લોટ મળે તે માટે vssm પ્રયત્નશીલ છે. જો કે આજે જે સ્થિતિ છે તે જોતા બધુ સરખુ ક્યારે થશે તે પ્રશ્ન છે પણ થશે એવો ભરોષો ચોક્કસ છે.
ફોટોમાં આ પરિવારોના તોડેલા ઘરોનો સામાન

Wednesday, May 11, 2016

VSSM will keep striving until the government reaches the unreached nomadic families….

Vansfoda families with their Voter-Id Card applications..
Some Vansfoda families have been residing in the Boratwala village of Patan’s Harij block. The families have forever been wandering through the numerous villages of Harij but never ever  settled down in any of the villages so they did not have primary documents of identity. The 6 families have been residing in villages of Kureja and Boratwala. The Botarwala village panchayat has no issues if 3 nomadic families stay in their village hence VSSM’s Mohanbhai has facilitated the applications for the Voter-ID cards for 4 individuals from these 3  Vansfoda families in Boratwala. 

Mohanbhai filling up the application forms for
the Vansfoda families..
VSSM has succeeded in getting documents of identity issued to thousands of nomadic individuals,  but in the regions where activities of VSSM hasn’t reached yet there are large numbers of families who have yet to access the fundamental citizenry documents. It is practically impossible for an organisation to reach everywhere, its the government machinery that can and has to  reach to these communities. But until that happens all we shall keep doing work for these families and lobby with the governments….and we hope to succeed at that..


પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બોરતવાડાગામમાં વાંસફોડા પરિવારો રહે છે. આમ તો હારીજના ગામડાંઓમાં આ પરિવારો વર્ષોથી વિચરણ કર્યા કરે. પણ કોઈ ગામમાં આશરો બનતો નથી એટલે મતદારકાર્ડ કે અન્ય પુરાવા મેળવવામાં પણ તકલીફ થઈ રહી છે. 
કુલ છ પરિવારો કુરેજા અને બોરતવાડાગામમાં વહેંચાઈ ગયા. બોરતવાડાગામે પણ બે કે ત્રણ પરિવારોને પોતાના ગામમાં કાયમી વસાવવા સામે કોઈ વાંધો ના હોવાનું જણાવ્યું. એટલે 4 વ્યક્તિઓની મતદારકાર્ડ માટેની અરજી સંસ્થાના કાર્યકર મોહનભાઈ દ્વારા કરવામાં આવી. 
એક બાજુ અમને લાગે છે કે vssmની જ્યાં હાજરી છે ત્યાં લગભગ તમામ પરિવારો પાસે મતદારકાર્ડ આવી ગયા છે પણ પછી બીજી બાજુ આવા કિસ્સા ધ્યાને આવે છે ત્યારે થાય છે કે હજુ પણ ઘણા પરિવારો છે જેને પ્રાથમિક પુરાવા મળે તેની તજવીજ vssmએ કરવાની છે. ટૂંકમાં ખુબ કામ છે, સમય મર્યાદીત છે. સરકાર ઈચ્છે તો ઘણું થઈ શકે અમારો પ્રયત્ન સરકાર અમારી આ બધી ભાવના સમજે તેવો છે.. પ્રયત્ન કરીશું અને સફળ પણ થઈશું તેવી શ્રદ્ધા છે. 


ફોટોમાં જેમની મતદારકાર્ડ માટે અરજી કરી છે તે પરિવારો અને અરજીપત્રક ભરી રહેલાં vssmના કાર્યકર મોહનભાઈ