Rajkot's Lohanagar Settlement demolished by the authorities |
A fairly large settlement of families from nomadic communities is settled near the railway tracks of Rajkot’s Loharnagar. The families have been here for many years now, the houses they stay are semi-pucca cause nobody had ever objected to their settlement and never ever had the issues of encroachment emerged with the municipal authorities as well, hence they had never asked for legal ownership to these area. The families felt their future was secured over here. However, on May 10th 2016 around 40 houses were demolished by the authorities citing encroachment reasons.
The Devipujak families with their broken houses….. |
“Such a huge country of ours yet we can’t get a small piece of land to build our home, we had build shades to cover our heads and now those shades have also gone. Government is asking us to go elsewhere but cannot tell us where is the ‘elsewhere’ is!! Will our wandering ever end??” was the anger of one of the Devipujak community member whose house was demolished.
As compared to the rural regions the nomadic communities have found the urban areas easier to settle in because no one except the government objects to their living in the ghettos, slums or public places. They stay in and around the cities and wander for work in other regions. But when their homes are destroyed by the government itself a sense of insecurity sips in for these families who have no place else to go.
VSSM is trying to get residential plots allotted to these and many such nomadic families. With the prevailing conditions it seems to be a long haul but we are sure we will be able to get the plots allotted to these families…
વિચરતી જાતિના 40 પરિવારોની વસાહત તોડી દેવામાં આવી...
રાજકોટના લોહાનગરમાંથી પસાર થતી રેલવેની પટરી પાસે 40 પરિવારો છાંપરાં બાંધીને રહે. આમ તો આખા લોહાનગરમાં વિચરતી જાતિના ખાસ્સા પરિવારો વર્ષોથી કાચા અને અર્ધપાકા આવાસો બનાવીને રહે. પણ ખાલી કરવાની તવાઈ બહુ આવે નહીં. એટલે કોઈ દિવસ પોતાની જગ્યા માટેની માંગણી પણ કરેલી નહીં. પણ તા.10 મે 2016ના રોજ દબાણ હટાવવાના કાર્યક્રમ અંતર્ગત 40 પરિવારોના છાપરાં તોડી પાડવામાં આવ્યા.
મોટાભાગના દેવીપૂજક પરિવારો વર્ષોથી અહીંયા રહે. એમના કહેવા પ્રમાણે, ‘આખા દેશમાં અમારા નામે ઘરનો જડે. માથુ ઘાલવા આ એક છાપરુ બનાવ્યું હતું એય તોડી નાખ્યું. સરકારે અહીંથી જતા રહેવા કહ્યું પણ ક્યાં જવાનું એ કોઈ બતાવતું નથી. અમારા રઝડપાટનો ક્યારે અંત આવશે એય હવે સમજાતું નથી.’ વિચરતી જાતિની ઘણી વસતિ કામ ધંધા માટે શહેરોમાં આવીને જ્યાં જગ્યા મળી ત્યાં સ્થાયી રહેતી થઈ છે. હા કામ ધંધા માટે વિચરણ કરવું પડે તો ત્યાંથી જ કરે. વળી શહેરોમાં રહેવાના કારણે સરકાર સિવાયના કોઈના વિરોધનો સામનો કરવાનું ખાસ બનતું નથી આથી તેઓ પોતાની જાતને અને પરિવારને સુરક્ષીત માને છે. પણ આવી તોડ ફોડ થાય ત્યારે તેઓ ક્યાંય સુરક્ષીત નથી તે સમજાય છે.
આ પરિવારોને રહેણાંક અર્થે કાયમી પ્લોટ મળે તે માટે vssm પ્રયત્નશીલ છે. જો કે આજે જે સ્થિતિ છે તે જોતા બધુ સરખુ ક્યારે થશે તે પ્રશ્ન છે પણ થશે એવો ભરોષો ચોક્કસ છે.
ફોટોમાં આ પરિવારોના તોડેલા ઘરોનો સામાન
No comments:
Post a Comment