Wednesday, May 11, 2016

VSSM will keep striving until the government reaches the unreached nomadic families….

Vansfoda families with their Voter-Id Card applications..
Some Vansfoda families have been residing in the Boratwala village of Patan’s Harij block. The families have forever been wandering through the numerous villages of Harij but never ever  settled down in any of the villages so they did not have primary documents of identity. The 6 families have been residing in villages of Kureja and Boratwala. The Botarwala village panchayat has no issues if 3 nomadic families stay in their village hence VSSM’s Mohanbhai has facilitated the applications for the Voter-ID cards for 4 individuals from these 3  Vansfoda families in Boratwala. 

Mohanbhai filling up the application forms for
the Vansfoda families..
VSSM has succeeded in getting documents of identity issued to thousands of nomadic individuals,  but in the regions where activities of VSSM hasn’t reached yet there are large numbers of families who have yet to access the fundamental citizenry documents. It is practically impossible for an organisation to reach everywhere, its the government machinery that can and has to  reach to these communities. But until that happens all we shall keep doing work for these families and lobby with the governments….and we hope to succeed at that..


પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બોરતવાડાગામમાં વાંસફોડા પરિવારો રહે છે. આમ તો હારીજના ગામડાંઓમાં આ પરિવારો વર્ષોથી વિચરણ કર્યા કરે. પણ કોઈ ગામમાં આશરો બનતો નથી એટલે મતદારકાર્ડ કે અન્ય પુરાવા મેળવવામાં પણ તકલીફ થઈ રહી છે. 
કુલ છ પરિવારો કુરેજા અને બોરતવાડાગામમાં વહેંચાઈ ગયા. બોરતવાડાગામે પણ બે કે ત્રણ પરિવારોને પોતાના ગામમાં કાયમી વસાવવા સામે કોઈ વાંધો ના હોવાનું જણાવ્યું. એટલે 4 વ્યક્તિઓની મતદારકાર્ડ માટેની અરજી સંસ્થાના કાર્યકર મોહનભાઈ દ્વારા કરવામાં આવી. 
એક બાજુ અમને લાગે છે કે vssmની જ્યાં હાજરી છે ત્યાં લગભગ તમામ પરિવારો પાસે મતદારકાર્ડ આવી ગયા છે પણ પછી બીજી બાજુ આવા કિસ્સા ધ્યાને આવે છે ત્યારે થાય છે કે હજુ પણ ઘણા પરિવારો છે જેને પ્રાથમિક પુરાવા મળે તેની તજવીજ vssmએ કરવાની છે. ટૂંકમાં ખુબ કામ છે, સમય મર્યાદીત છે. સરકાર ઈચ્છે તો ઘણું થઈ શકે અમારો પ્રયત્ન સરકાર અમારી આ બધી ભાવના સમજે તેવો છે.. પ્રયત્ન કરીશું અને સફળ પણ થઈશું તેવી શ્રદ્ધા છે. 


ફોટોમાં જેમની મતદારકાર્ડ માટે અરજી કરી છે તે પરિવારો અને અરજીપત્રક ભરી રહેલાં vssmના કાર્યકર મોહનભાઈ

No comments:

Post a Comment