The applications prepared by Naran. |
The Vanzara families of Vakha village and their homes |
15 Vanzara families stay on the wasteland of Vakha village in Diyodar town of Banaskantha. 3 of these families have their names in the BPL list and yet they haven’t been allotted plots to build homes. VSSM has relentlessly pursued the issue of plots allotment to these families but things haven’t progressed any further. Our team member Naran has made numerous presentations before the concerned authorities but with no success. Such situations do prove to be demotivating for our team members especially when consistent efforts do not bring results. but like an army of ants VSSM team too shalll keep pursuing the cause of nomads until we succeed in achieving it goals.
vssm દ્વારા વણઝારા પરિવારોની પ્લોટની અરજીઓ તૈયાર કરવામાં આવી.
વિચરતી જાતિઓની વાત કરીએ ત્યારે સૌ પ્રથમ વણઝારા જ આપણી નજર સમક્ષ આવે આવા વણઝારાની ઘણી વસાહતો છે જે આજેય પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને એવા કેટલાય વણઝારા છે જેઓ આજે પણ પોતાનું સ્થાયી સરનામું શોધી રહ્યા છે. બનાસકાંઠાના દિયોદરના વખાગામમાં આવા જ 15 વણઝારા પરિવારો ગામથી દૂર છાપરાં બાંધીને રહે છે. 15 પરિવારોમાંથી 3 પરિવારોના નામ તો બી.પી.એલ. યાદીમાં પણ છે છતાં તેમને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા નથી. vssm આ પરિવારોને પ્લોટ મળે એ માટે સતત પ્રયત્નશીલ છે. જો કે એ માટે ઢગલાંબંધ રજૂઆતો vssmના કાર્યકર નારણ દ્વારા થઈ છે. પણ તે દિશામાં કશું થયું નથી. આ સમુદાયોને નાગરિક તરીકેના તમામ અધિકારો મળે તે માટે દિવસ રાત સંસ્થાના કાર્યકરો જે રીતે મહેનત કરે છે અને લાંબા વખત પછી પણ તેનું પરિણામ મળતું નથી ત્યારે થોડી હતાશા ચોક્કસ આવે છે. પણ કીડીની જેમ આપણે પ્રયત્ન કરવાનો છે ક્યારેક તો સફળ થઈશું તેવી આશા પણ બંધાયેલી છે...
વખામાં રહેતા વણઝારા જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે. vssmના કાર્યકર નારણ દ્વારા આ પરિવારોને પ્લોટ મળે તે અંગેની રજૂઆત તૈયાર કરાવવામાં આવી જે ફોટોમાં જોઈ શકાય છે.
No comments:
Post a Comment