Thursday, March 12, 2015

"I will build my home myself……"

VSSM’s Tohid has been instrumental in opening bank accounts of  the nomadic families staying in Vijapur and ensuring that these families form a habit of saving money on regular basis. On Sunday I received a call from him. His sounded very cheerful and enthusiastic. 

“Bachubhai Salat has paid off the loan he had taken for buying a carrier rickshaw and in last 4 months he has saved Rs. 41,000,” informed Tohid. 

Bachubhai drove a rented rickshaw. Later he chose to buy his own rickshaw and instead of paying rentals pay the instalments. He worked really hard, paid of the loan and become debt free. 

All through this period Tohid has been guiding him in managing his money. Once the loan was paid of he asked him to begin saving so that he has savings in time of need. 

On Sunday Bachubhai showed his bank pass book to Tohid seeing which Tohid was extremely delighted. “I will build my house with my money” 

Its their sheer handwork that is pulling these families out of poverty.. may they rise always….

In the picture Bachubhai with his carrier auto and bank passbook.

‘મારું ઘર હું જાતે બનાવીશ’

વિજાપુરમાં રહેતાં સલાટ પરિવારોને બેંકમાં ખાતા ખોલાવી અને નિયમિત બચત કરતા કરવાનું કામ vssmના કાર્યકર તોહીદે કરાવ્યું. દર મહીને દરેક વ્યક્તિ બેંકમાં પૈસા જમા કરાવવા જાય છે કે નહિ એનું પણ એ બરાબર ધ્યાન રાખે. રવિવારે તોહીદનો ફોન આવ્યો. ખુબ જ ઉત્સાહ એના અવાજમાં હતો. 

‘બચુભાઈ સલાટે ટેમ્પાની લોન ભરી દીધી અને છેલ્લા ૪ મહિનામાં રૂ.૪૧,૦૦૦ ની બચત કરી..’ 

ભાડાની રીક્ષા ચાલવતા બચુભાઈએ ભાડાની રીક્ષા ચલાવવા કરતા પોતાની  લોડીંગ રીક્ષા  ખરીદવાનું નક્કી કર્યું મૂળ તો ભાડું ભરે એટલા રૂપિયા લોનના રૂપમાં ભરે તો રીક્ષા પોતાની થઇ જાય. રીક્ષા ખરીદી અને દિવસ રાત મહેનત કરી. આખરે દેવા મુક્ત થયા. લોડીંગ રીક્ષા પોતાની થઇ ગઈ. 

તોહીદ બચુભાઈને કામ અપાવવામાં પણ મદદ કરે અને સાથે સાથે માર્ગદર્શન પણ આપે. લોન ભરપાઈના સમાચાર બચુભાઈ એ આપ્યા કે, તોહીદે બચત કરવાનું કહ્યું. આ બચત જયારે જરૂર પડે ઉપયોગમાં લઇ શકાય અને કોઈ સામે હાથ લાંબો ના કરવો પડે.

આ વાતને ચાર મહિના થાય. રવિવારે બચુભાઈએ તોહીદને પાસ બુક બતાવી. જે જોઇને તોહીદ રાજી થઇ ગયો. બચુભાઈ કહે છે, ‘મારું ઘર હું જાતે બનાવીશ’ અથાગ મહેનતથી આ પરિવારો ધીમે ધીમે દરિદ્રતામાંથી ઉપર ઉઠે એજ અભ્યર્થના ..


ફોટોમાં બચુભાઈ એમની લોડીંગ રીક્ષા સાથે અને રૂ.૪૧,૦૦૦ની બચત દર્શાવતી એમની પાસબૂક..

‘They tried to bribe me…."

Jayantibhai called sounding rather depressed and agonised, “ I haven’t been able to sleep the whole last night, I was sure to die but there must be something that saved be, its difficult to understand all these difficulties…..” it was difficult to comprehend what Jayantibhai was speaking out….”What are you trying to say Jayantibhai??”  

"What happened?” I asked….

“There were some pending  payments regarding the the construction of 155 Vadee homes in Dhangadhra, so I called the concerned parties to come over with the bills. Later it  would be difficult cause I was to get busy with the exams of my daughter who is to appear for the 10th Board exams. I did not wish to delay the payments. I also called up the  vendor who supplies sand at our sites asking him to submit the bill on the number of tractor loads of sand delivered on site ( we also keep the details but the numbers are required from them), ” narrated Jayantibhai. 

The vendor asked Jayantibhai to come and take the bills from his house to which Jayantibhai refused as he had no time also it was impossible for him to do rounds of houses of people to collect bills and make payments. Through the day the sand vendor made frequent calls to Jayantibhai asking him where he was. It really confused Jayantibhai. Finally at 5.30 when the vendor called again Jayantibhai asked him to meet up at the Kuda highway. 

When they the vendor gave him the bills along with Rs. 5000 in cash. ‘

“What is this for?” asked Jayantibhai

“for you to buy sarees for my sister (Jayantibhai’s wife)” he replied.

This shocked Jayantibhai, for a moment he was unable to comprehend what was going on. Th vendor was trying to bribe him…. so that he can bill as much as he wished!!! 

“This 5,000 you keep with yourself. You may come with sarees for your sister when we have a public  program once the settlement is constructed and gift it to her in during this program.  Right now we need donations to complete the construction of the settlements so donate as much as you want to this cause. We shall give you a receipt..” replied Jayantibhai. 

The vendor was taken a back with this reply. He just kicked off on his bike. 

"It is not the vendor’s fault, its the mindset that’s cultivated with the environment of corruption all around. He  feel that’s how the system works,”felt Jayantibhai.

“I want God to save me from all these distractions, had i accepted the money I would be dead. I want to live to help my extended family - the members of nomadic communities he serves day in - day out. I would want God to cll me to him if I think anything otherwise!!!” were Jayantibhai’s call from within. 

VSSM is blessed to have within its team members as dedicated and honest as Jayantibhai. Honestly, its because of such members we are able to dp the kind of work we are doing. We are extremely proud of our team. 

Salute Jayantibhai….

In the picture Jayantibhai with children of Bridge school at Bherda settlement. 

‘એ મને લાંચ આપી રહ્યા હતાં’

‘બહેન આખી રાત મનોમંથનમાં ગઈ... હું મરતાં મરતાં બચ્યો છું અને હું જીવતો રહ્યો છું તો એની પાછળ કંઇક કારણ છે. ત્યારે આ બધી અડચણો સમજાતી નથી.’ આવું vssmના કાર્યકર જયંતીભાઈ એ કહ્યું, ત્યારે પ્રથમ તો સમજાયું નહિ કે એ કહેવા શું માંગે છે.. મે પૂછ્યું,
‘પણ થયું શું?’
‘ધ્રાંગધ્રામાં આપણા કામ સંદર્ભે (વાદી પરિવારોના ૧૫૫ પરિવારોના ઘર બાંધવાનું કામ ચાલી રહ્યું છે) અમુક લોકોના પેમેન્ટ બાકી છે. મે એ સૌને કહ્યું, તમારાં બીલો આપી જાવ અને ચેક લઇ જાવ. પછી મારી દીકરીની ૧૦માં ધોરણ ની પરીક્ષા શરુ થાય છે એટલે હું ૧૫ દિવસ નહિ આવી શકું.  તમારું પેમેન્ટ અટકશે. એમાં જે ભાઈ પાસેથી આપણે  રેતી લઈએ છીએ ને એને પણ મે ફોન કર્યો કે, ટ્રેક્ટરના ફેરાની ગણતરી સાથેનું બીલ આપી જાવ.(આપણી પાસે ફેરાની ગણતરી હોય જ છે) એટલે એમણે પૂછ્યું, 
‘તમે ક્યાં છો?’ 
‘હું તો વસાહતમાં જ છું’ 
ઘરે આવીને લઇ જાવ.’
મે એમને ના પાડી. સમય જ નથી રહેતો એમાં બીલો લેવા ઘરે ઘેરે ફરું તો પાર ક્યારે આવે? એ પછી એમનો આખા દિવસમાં ચારવાર ફોન આવ્યો. ક્યાં છો જયંતીભાઈ? ઘરે જવા નીકળ્યા? વગેરે વગેરે .. મને કંઈ સમજણ ના પડી કે, આ વારે વારે આમ કેમ પૂછે છે.. છેવટે એમનો ૫.૩૦ વાગે ફોન આવ્યો અને ફરી એજ સવાલ ‘ક્યાં છો?’ મેં કહ્યું ,‘બસ નીકળું છું’ એમણે કહ્યું, ‘કુડા ચોકડી ઉભા રહો હું બીલ આપી જાઉં છું’ મેં હા પાડી...કુડા ચોકડી એ આવ્યાં, એમણે બીલની સાથે રૂ.૫,૦૦૦ આપ્યાં. મે પૂછ્યું, ‘ આ કેમ?’ 
‘મારી બેનના(જયંતીભાઈની પત્નીના)  કપડાં લાવજો’
જયંતીભાઈએ કહ્યું, ‘બહેન એમણે આવું કહ્યું, એટલે મારા મનમાં એટલો મોટો ધ્રાસકો પડ્યો.. એ મને લાંચ આપી રહ્યા હતાં... રેતીના ફેરામાં જેટલાં લખવા હોય એટલાં લખી શકાય એટલા માટે.... મેં એમને કહ્યું, ‘આ રૂ.૫,૦૦૦ તમારી પાસે રાખો. અને તમારે તમારી બેનને(જયંતીભાઈની પત્નીને) કપડાં જ આપવા છે, તો વસાહતના તમામ મકાન પુરા થશે પછી મોટો કાર્યક્રમ થશે એ વખતે બધાની હાજરીમાં બહેનને આપજો.. બાકી હાલતો વસાહતના બાંધકામમાં દાનની જરૂર છે એમાં જેટલાં આપવા હોય એટલા આપો. પાકી પહોંચ પણ આપીશું...’  આવું કહ્યું, એટલે એ તો ચુપ થઇ ગયા.. આમ તો કાપો તો લોહીના નીકળે એવાં.. અને બાઈકને કિક મારીને નીકળી ગયાં.’

આ ઘટનામાં એમનો વાંક નથી જોતાં પણ મૂળ એમને આ પ્રકારે કામ કરવાની ટેવ પડી છે એટલે એમની ભાષામાં કહીએ તો વ્યવહાર કરે છે.. મૂળ પ્રશ્ન સિસ્ટમનો છે વગર પૈસે તે આ બધું ચાલતું હશે?? એનું આ ઉદાહરણ છે..

જયંતીભાઈ કહે છે એમ, ‘ભગવાન આ બધાથી બચાવે.. હું મરતા મરતા બચ્યો એનું કારણ મારે મારાં આ બધાં પરિવારો(વિચરતા)ના કામમાં નિમિત બનવાનું હશે. અને એમાં જો જીવ લપસી પડે તો બધું નકામું થઇ જાય એના કરતાં ભગવાન લઇ લે એ વધારે સારું...’

vssm ની ટીમમાં આવા જ સંનિષ્ઠ કાર્યકરો છે અને એટલે જ આ કામો થઇ શકે છે.. સંસ્થાને એની આવી સુંદર મજાની ટીમ ઉપર ગર્વ છે... અને જયંતીભાઈની નીસ્બતને સલામ..

Dhaval Bajaniyaa makes us proud…

Dhaval is a class 8th student currently staying with the VSSM run hostel in Radhanpur. He hails from a community with extremely poor level of literacy but Dhaval’s mother Menaben is determined to educate him all the way.   Dhaval lost his father when he was very young, his two elder brothers are married and fend their families by working as daily wage earners. Menaben dreams of a different future for Dhaval who is a very intelligent boy. Menaben works hard to ensure Dhaval gets to go to school, so she enrolled him in the Radhapur hostel. 

Recently Dhaval stood first in a block level inter school painting competition making us extremely proud of his achievement. Dhaval is excellent with his studies as well and he sure is going to make his community proud as well. 

Dhaval in the background is his mother seated near his home...

તાલુકા કક્ષાએ આયોજિત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ – ધવલ બજાણિયા
ધોરણ ૮માં ભણતો ધવલ રાધનપુર તાલુકામાં આયોજિત ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવ્યો. ચિત્રની સાથે સાથે ભણવામાં પણ તે અવ્વલ છે. આરતી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ચાલતી આપણી હોસ્ટેલમાં એ ભણે. ઉત્તર ગુજરાતના હારીજ ગામમાં એનો પરિવાર રહે. માતા મેનાબહેન ઘર કામ કરે અને ધવલને ભણાવે. પિતાની છત્રછાયા તો એણે નાનપણમાં જ ગુમાવી દીધેલી. બે મોટાભાઈ લગ્ન કરીને અલગ રહે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે. મેનાબહેનની એક જ ધગશ ધવલને ખુબ ભણાવવો છે અને ધવલ પણ મેનાબહેન જે મહેનત કરે છે એ જુએ છે અને એટલે ખુબ મહેનત કરે છે.

બજાણિયા સમાજમાં આમ પણ ભણતર ખુબ ઓછું છે એમાં ધવલ જેવા છોકરાંઓની નાની સફળતા પણ સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ બને છે.

ફોટોમાં ધવલ, પાછળ એનું ઘર અને ઉમરે બેઠેલા મેનાબહેન

Monday, March 09, 2015

Together they can….

Rameshbhai Oad and his family  reside in Ramol-Rajivnagar Tekra. The family has been staying at this place for many years now. Rajeshbhai and his wife Tejaben have a daughter and three sons. The daughter is married and stays in her marital house. Rameshbhai’s elder two sons are daily wage earners while his youngest son is currently studying in 10 grade. The house this family lives in is nothing more than a mud house. With such minimal income and inadequate space the family was unable to bring home the wives of two elder sons who have been married. With the limited income Rameshbhai earned by driving an auto to ferry goods it was impossible to build a decent home.  Tejaben with all the minimal resources she had tried holding the family together. 

Rajeshbhai tried buying an old rickshaw but the repairs and maintenance  a second hand vehicle incurred  were so high that the earnings hardly reached home. Compared to this the earnings are good in a brand new vehicle but he had no money to buy a new vehicle. 

VSSM’s Chayaben who works with the nomadic communities in Ramol knew Rameshbhai and the family’s  concerns. She got to know that Rameshbhai is contemplating of buying a brand new auto for ferrying goods. She offered to support by extending a loan of Rs. 30,000 from VSSM. The rest of the amount was managed from a finance company. The only concern was will Rameshbhai manage to payoff two loans together?? But he is a hardworking man and has managed to pay the scheduled instalments so far. He has repaid half the loan of VSSM already. 

Rameshbhai hires a person to help him load goods in the carrier. Tejaben felt she can pitch in. She asked her husband to stop hiring someone else instead she will join him and load the goods. That ways they would save the Rs. 200 that are to be paid to some one else and be debt free soon. The couple leaves the home early, they dream of building a home and educating their youngest son all the way. 

The family is determined to pull itself out of the clutches of extreme poverty, with their will to  hard work and wisdom they sure will succeed …. 


‘ટેમ્પામાં સામાન ભરાવવામાં મદદ માટે હું તમારી સાથે આવીશ’ – તેજાબહેન

અમદાવાદના રામોલ- રાજીવનગર ટેકરા પર રમેશભાઈ ઓડ અને તેમનો પરિવાર વર્ષોથી રહે. પરિવારમાં ૩ દીકરા અને એક દીકરી. દીકરી પરણીને સાસરે ગઈ અને બે દીકરા છૂટક મજૂરી કરે. ભાડાની રીક્ષા પણ ચલાવે. નાનો દીકરો ધો.૧૦માં ભણે. પત્ની તેજાબહેને આખા પરિવારને એક તાંતણે બાંધી રાખેલો. 
રમેશભાઈ જે સ્થિતિમાં રહેતાં એમાં પોતાનું ઘર ઉભું કરતાં વર્ષો લાગી જાય. વળી બે જુવાન દીકરાના લગ્ન થયેલાં પણ વહુને તેડી લાવવાંમાં મૂંઝાય. મૂળ તો ઘર (માટીથી બનાવેલું કાચું છાપરું) ખુબ નાનું. સારી આવક ઊભી કરવી અત્યંત જરૂરી.. લોડીંગ રીક્ષા એ ભાડે ચલાવે. ધીમે ધીમે જૂનામાં ખરીદી પણ ખરી પણ મેન્ટેનન્સ ખુબ આવે. નવી લોડીંગ રીક્ષામાં મળતર સારું મળે પણ એ ખરીદવા ઝાઝા પૈસા નહિ. 

vssmના કાર્યકર છાયા રામોલ વિસ્તારમાં રહેતાં વિચરતા પરિવારો સાથે કામ કરે. રમેશભાઈ અને તેમના પરિવાર સાથેનો એમનો સંબંધ પણ ઘર જેવો થયો. આમ તો vssmના દરેક કાર્યકરનો દરેક પરિવાર સાથે આવો જ નાતો હોય છે. રમેશભાઈ નવી  લોડીંગ રીક્ષા ખરીદવા ઈચ્છે છે, એ છાયાબહેનને ખબર પડી. આર્થિક મૂંઝવણનો ઉકેલ એમણે રમેશભાઈને આપ્યો. રૂ.૩૦,૦૦૦ ની લોન vssm માંથી આપી અને બાકીની લોન એમણે ફાઈનાન્સમાંથી લીધી. બંને લોન એક સાથે ભરાશે કે કેમ એ પ્રશ્ન હતો પણ રમેશભાઈને પોતાના ઉપર ભરોષો હતો. એમણે લોડીંગ રીક્ષા ખરીદી. રમેશભાઈ ખુબ મહેનત કરે છે અને સારું કમાય છે. vssm માંથી લીધીલી લોનમાંથી રૂ.૧૫,૦૦૦ તો એમણે ભરી પણ દીધા.

રમેશભાઈને લોડીંગ રીક્ષામાં સામાન ઉપાડવામાં મદદ કરવાં માટે એક માણસને રાખવો પડે જેને રૂ.૨૦૦ આપવાના થાય. બન્ને દીકરા પણ મજૂરી કરે, રીક્ષા ચલાવે અને પ્રમાણમાં સારું કમાય. રમેશભાઈના પત્ની તેજાબહેન ઘરે બેઠા કંઈ કામ મળે તો કરતાં. એમણે રમેશભાઈને કહ્યું, ‘ટેમ્પામાં સામાન ભરાવવામાં મદદ માટે હું તમારી સાથે આવીશ. જેથી બીજા કોઈને રાખવા ના પડે અને આપણે જલ્દી દેવા મુક્ત થઈ શકીએ.’ રમેશભાઈ અને તેજાબહેન વહેલી સવારે પરવારી ટીફીન લઈને કામે નીકળી પડે છે. પોતાનું ઘર ઉભું કરવાનું સ્વપ્ન છે સાથે સાથે નાના દીકરાને ખુબ ભણાવવો પણ છે.. તેજાબહેનની સમજણને અને કોઈની મદદની રાહ જોયા વગર પોતાની રીતે બેઠા થવાની ઈચ્છા રાખનાર રમેશભાઈને સલામ ..

ફોટોમાં રમેશભાઈ અને તેજાબહેન એમની લોડીંગ રીક્ષા સાથે ...

Sunday, March 08, 2015

4th march meeting with Mehsana district collector and officials…..



A sizeable population of nomadic communities stay in various parts of Mehsana district. The challenges these families face everyday are immense and there is a long list of pending applications waiting in various administrative offices waiting to see light of the day!! We have made presentations at multiple levels to get the issued resolved but there are no significant developments. The officials willing to make a difference are doing the best they can do but the issues are so many both in numbers and types that resolving them would require determined and collective efforts by the officials. We brought the issue to the notice of district Collector requesting  him to call review meeting on the pending issues with participation of all the block level officials. The Collector sensed the rationale behind our request and convened a meeting on 4th March 2015. 


The officials were really supportive and positive assuring us speedy resolutions to the pending issues. We are hopeful that after the meeting things will change for better now…

Picture is of meeting underway….

મહેસાણા જીલ્લામાં અસ્થાઈ વસવાટ કરતા વિચરતા સમુદાયોના પ્રશ્નો સંદર્ભે અધિક કલેકટર શ્રીની અધ્ક્ષતામાં બેઠક યોજાઈ

મહેસાણા જીલ્લામાં રહેતાં વિચરતી જાતિના પરિવારો જે પારાવાર મશ્કેલી વેઠી રહ્યા છે એ મુશ્કેલી સંદર્ભે અવારનવાર કલેકટર શ્રી થી લઈને નીચેના સ્તરે દરેક અધિકારીને રજૂઆત કરી પણ કોઈ પરિણામ મળતું નહોતું. કેટલીક જગ્યાએ અધિકારી સારા છે તેઓ એમના સ્તરેથી શક્ય કામ પતાવવાની કોશિશ કરે છતાં ખુબ મોટા પાયે વિચરતી જાતિના પેન્ડીંગ કામો આ જીલ્લામાં છે. આ અંગે કલેકટર શ્રીને રજૂઆત કરી અને દરેક તાલુકાના અધિકારી સાથે આ પરિવારોના પ્રશ્નો સંદર્ભે કરેલી રજૂઆતની રીવ્યુ મીટીંગ ગોઠવવા વિનંતી કરી. જે તા.૪ માર્ચ ૨૦૧૫ના રોજ અધિક કલેકટર શ્રીના અધ્ક્ષતામાં યોજાઈ.

બેઠકમાં દરેક અધિકારીએ ખુબ હકારાત્મક રીતે આ જાતિઓના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી. અમને સૌને આશા છે કે હવે કામની ગતિ વધશે અને ઝડપથી વિચરતા પરિવારોના પ્રશ્નો ઉકેલાશે...

ફોટોમાં અધિક કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત અધિકારી અને vssmના કાર્યકરો..

No ration cards for Meer community says a resolution by Hansalpur Grampanchyat



The Meer and Salat families living in Hanslapur village of Viramgaum block acquired their Voter ID cards last year. These families have been residing in the in the village since long but the moment they acquired Voter ID cards the villagers removed them from the village because they did not want these families to acquire any identity proofs from this village. The Salat families left the village boundaries but the 14 Meer families continued to stay  around the village. Th families had developed a sense of belonging to the village, it was the village they came back to. The families also earned their livelihood from this village so where else would they go?? The families earn their living by selling the various items of truck decor. Hansalpur falls on the Ahmedabad-Kutchh highway and the business is brisk here. So staying here was good for them.


The application for the ration card was made in the office of Mamlatdar. The officials including the Mamlatdar are quite cooperative and still it was difficult getting the ration cards!!!  The case was followed up on regular basis. A couple of days ago we were told by the Mamlatdar , "that the Hansalpur gram panchayat has issued a resolution saying not to issue any ration cards to these families. So we are struggling to find a way out!! But don’t worry we’ll wrk out something,” she said assuring VSSM’s Jayantibhai and Mohanbhai who were taken aback by the revelation the Mamlatdar had just made.

and so the struggles continue……….

મીરને રેશનકાર્ડ નહિ આપવાનો હાંસલપુર ગ્રામપંચાયતે ઠરાવ કર્યો છે!

અમદાવાદના વિરમગામ તાલુકાના હાંસલપુર ગામમાં વિચરતી જાતીમાંના મીર અને સલાટ પરિવારો વસવાટ કરે. આ પરિવારોને ૧ વર્ષ પહેલાં આપણે મતદાર કાર્ડ અપાવવામાં મદદ કરેલી. પણ જેવા મતદારકાર્ડ મળ્યા કે ગામના લોકોએ એમને ગામમાંથી કાઢી મુક્યા મૂળ તો પોતાના ગામના કોઈ આધારો આપવા ના પડે એ માટે થઈને. 
સલાટ પરિવારો ગામ છોડીને જતા રહ્યા પણ મીર સમુદાયના ૧૪ પરિવારો હાંસલપુર આસપાસના વિસ્તારમાં જ રહ્યા મૂળ જીવ આ ગામની ભૂમિ સાથે મળી ગયેલો એટલે છોડવાનું મન થાય નહી પણ ગામ લોકો આટલી સાદી વાત સમજે નહિ.
આ પરિવારોની અદમ્ય ફરતાં ઈચ્છા હાંસલપુર ગામમાં જ રહેવાની એની પાછળ કારણો પણ હતાં. મીર લોકો ટ્રક જેવા વહનોનો શણગાર વેચવાનું કરે અને હાંસલપુર અમદાવાદ- કચ્છ હાઇવે પર આવેલું ગામ એટલે ખુબ વાહનો પસાર થાય અને ધંધો પણ સારો ચાલે. 
આ પરિવારોના રેશનકાર્ડ માટે આપણે મામલતદાર કચેરીમાં અરજી કરી. વહીવટીતંત્ર ખુબ સારું. મામલતદાર બહેન પણ ખુબ સારા. છતાં કાર્ડ નીકળે નહિ. વારંવારની રજૂઆત કરતાં. એમણે બે દિવસ પહેલાં કહ્યું કે, ‘હાંસલપુર ગ્રામપંચાયતે ઠરાવ કર્યો છે કે, ‘મીર પરિવારોને અમારા ગામના રેશનકાર્ડ આપવાં અમારું ગામ સહમત નથી.’ એટલે શું કરવું એની મૂંઝવણ છે’ મામલતદાર બહેને vssmના કાર્યકર જયંતીભાઈ અને મોહનભાઈ નિરાશ ન થયા એ માટે એમણે કંઇક રસ્તો કાઢવાનો દિલાશો પણ આપ્યો.