Six years ago we began education the children of Nath Vadee settlement of Tharad. A make shift tent school was initiated and as children continued learning they were enrolled in age appropriated grades in the government school/ These kids were pretty much regular in going to school. The parents of these kids were beggars by profession and thus had to keep wandering. The children however refused to get involved in the trade their parents did, they also stopped accompanying their
parents . The parents had to leave these children behind in the settlement while they set out begging. Two years ago we closed down the school as none of the children in settlement were out of school. We had realised our goal of ensuring that each and every child of the settlement was in school. The local Baldest also kept tab of each and every child and ensure they were regular with the school. But as our presence in the settlement decreased the parents began removing their kids from the school and began taking them along their begging expeditions. More beggars in the family meant more money at the end of the day!!!! They also removed their children from the school. We tried pressing the parents but the response remained very poor.
In June 2014 VSSM initiated a hostel for the children of Vadia. 35 children stay in this residential facility currently. When the Nath Vadee kids came to know about it they requested for a hostle for themselves too. At that moment it was not possible for us to consider this request because of financial constraints. It was also not possible to enrol the Nath Vadee kids with the Vadia kids because the place was really small to accommodate even the Vadia kids. A month ago we rented a bidder place for Vadia kids somewhere near the Nath Vadee settlement.
The nath Vadee kids came over to help clean up the place. When VSSM’s Shardaben was moving the goods from old hostel to the new one these Nath Vadee kids came along with their luggage. ‘We want to study, it was you who got us into learning and now you only refuse to keep us. If you do not allow us to stay here we will have to go back to begging with our parents, which we do not want to do. We wish to study.’ Shardaben called up asking what to do?? from behind Mukeshnath took the phone and said ,’ben we are ready to do whatever it takes to stay here, we shall do all the work, let us stay here, we do not want to go back home!!’ There was no way we could refuse to such a plea. Today 55 children are staying with Anand Hostel. The school s at a distance from the hostel so we are thinking of giving them bicycles… We want to able to satisfy their urge to study and learn…….hope we are successful with it.
Our Nath Vadee kids in the picture…...
‘તમે જ ભણતાં કર્યા છે હવે તમે નહી રાખો- નહિ ભણાવો તો ફરી ભીખ માંગવાનું થશે.’
આજથી છ વર્ષ પહેલાં થરાદમાં નાથવાદી વસાહતમાં બાળકોને ભણાવવાની શરૂઆત કરી હતી એ વખતે તંબુશાળામાં બાળકોને ભણાવ્યા પછી ધીમે ધીમે તેમની ઉંમર પ્રમાણે તેમને જે તે ધોરણમાં દાખલ કરેલાં. બધા જ બાળકો નિયમિત શાળામાં જતાં થઇ ગયેલાં.
બાળકોના માં-બાપ ભીખ માંગવાનું કરે અને એ માટે વિચરણ કરે. પણ બાળકોએ ભીખ માંગવાની ના પાડી. સાથે જવાનું પણ બંધ કર્યું. છેવટે માં-બાપ બાળકોને મુકીને જવા માંડ્યા. અમે બે વર્ષ પહેલાં શાળા બંધ કરી. મૂળ તો બધા બાળકો શાળામાં જતા થઇ ગયા હતાં એટલે.
પણ અમારી હાજરી જેવી ઓછી થઇ કે માં-બાપ બાળકોને પરાણે શાળામાંથી ઉઠાડવા માંડ્યા. બાળકોએ ફરિયાદ કરી અમે વાલીઓને સમજાવ્યા પણ બધું બરાબર થતું નહોતું. જુન ૨૦૧૪ થી વાડિયાના બાળકો માટે અમે થરાદમાં હોસ્ટેલ શરુ કરી. ૩૫ બાળકો એમાં ભણે. નાથવાદીના બાળકોને આ ખબર પડી એમણે પોતાને પણ હોસ્ટેલમાં રાખવા વિનંતી કરી. પણ અમારું બજેટ ખોરવાઈ જાય. વળી હોસ્ટેલની જગ્યા પણ નાની હતી. વાડિયાના બાળકો પણ પરાણે રહેતાં. એક મહિના પહેલાં વાડિયાના બાળકો માટે એક જગ્યા ભાડેથી લીધી. નાથવાદી બાળકોની વસાહતથી એ નજીક થાય.
આ જગ્યાની સફાઈ માટે નાથવાદી બાળકો વગર બોલાવે આવ્યાં. જે દિવસે શારદાબેન વાડિયાના બાળકોનો સામાજ જૂની જગ્યાએથી બદલી રહ્યા હતાં. તે દિવસે નાથવાદીના ૩૦ બાળકો પોતાનો સામાન લઈને આવી ગયા. અમારે ભણવું છે. ‘તમે જ ભણતાં કર્યા છે હવે તમે નહી રાખો- નહિ ભણાવો તો ફરી ભીખ માંગવાનું થશે. અમારે એ નથી કરવું.. અમારે ભણવું છે.’ શરદાબેનનો ફોન આવ્યો શું કરું બેન? ત્યાં તો મુકેશનાથ જે ધો.૯ માં ભણે છે એણે કહ્યું, ‘બેન બધું કામ કરીશું, પણ અમને અહી રહેવાં દો. ઘરે નથી જવું.’ ના પાડવાનો તો પ્રશ્ન જ નહોતો... હાલ ૫૫ બાળકો આ આનંદ છાત્રાલયમાં રહી ભણી રહ્યા છે. હોસ્ટેલથી એમની શાળા ઘણી દુર છે છતાં.. હવે ભણવું છે.. અમે સાયકલનો વિચાર કર્યો છે.. એમનામાં જાગેલી ભણતરની ભૂખ સંતોષવી છે આશા છે સફળ થઈશું.. ફોટોમાં અમારાં નાથવાદી બાળકો...