The change in the nature of occupations of the nomadic communities has triggered a parallel shift in the matters associated with it therefore creating a situation that is not welcomed by the vested interest groups (which intact are many). The collapse of traditional trades has required these communities to adapt trades and occupations that are more relevant. Such relevant occupations no longer requires them to wander the way they used to. The patterns of migrations of these communities have changed drastically. The change in this pattern requires them to lead more settled lives, they need a proper roof on their heads where the families can settle and their children can go to school. One other important trait of the migration of the nomads is their spending the monsoon in one particular village every year. Wherever they are they come back to their chosen village every year during monsoon. With the change in the migration pattern these families are expressing their desire to settle down in the village where they and their earlier generations have spent the monsoon months and it is here that the problem starts. The villagers and their leaders are unwilling to allow these families seek permeant residency to their village and this is the case with each and every village where one can find the monsoon settlements of the nomadic communities. In the past these communities have been thrashed by the powerful forces when they applied for residency rights in the villages. The bitter experiences of the past restrains them to voice their desires. The imminent need of a home compels them to make rounds of the concerned administrative offices. The efforts to convince the village and panchayat leaders commence, where the leaderships understanding the issues get resolved while others require us to be persistent.
Tharad has substantial numbers of nomadic families residing within its boundaries. These are families stay in makeshift houses made of tarpaulins or other scraps. 70 Nath Vadee, 40 Gadaliya, 41 Salat families from Tharad have had decided to settle down at some place for the sake of education their children. Their wandering has reduced substantially. They made applications for the allotment of residential plots. Since last five years these families have been religiously following up their applications, providing each and every document the authorities demand for (relevance of the document can be debated upon!!) Their files which by now have been prepared thrice have failed to reached the district headquarters since last 5 years. The families had lost their hopes because of such disgusting attitude of the authorities.
A ray of hope emerged with the posting of Shri. Dilip Rana as the Banaskantha district Collector. An extremely sensitive officer Shri. Rana ordered the welfare officers to search out the nomadic families in the district and take necessary measures to ensure that they are allotted residential plots and provided assistance for construction of house. As a result of of the orders the officers in Tharad are now compelled to prepare a file for these families again. The collector has instructed that the files reach the district headquarter Palanpur by 22nd January. We are sure that if the files, which have now been prepared again, leave the government office in Tharad the work will get done and we are hopeful that until we have officers like Shri Rana such marginalised families will be heard. The families for now are jubilant at the thought that their dream of a decent house is soon to be realised. The wait is for the files to exit from Tharad office…….
The pictures are of additional Mamlatdar and other officers collecting necessary information from the families…..
બસ ફાઈલ થરાદથી નીકળે એની રાહ છે..
વિચરતી જાતિઓનું વિચરણ હવે તેમનાં પરંપરાગત વ્યવસાયના પડી ભાંગવાના કારણે ઘટી ગયું તો ક્યાંક નવા વ્યવસાય માટે વિચરણનો પ્રકાર બદલાઈ ગયો. ગધેડા કે ઊંટ પર સામાન લઈને ફરતા આ પરિવારો ધીમે ધીમે સ્થાઈ થવા માંડ્યા છે કે સ્થાઈ રહેવાનું ઈચ્છી રહ્યા છે. ક્યાંક સ્ત્રીઓ અને બાળકો ઘરે રહે અને પુરુષો વિચરણ કરે તો ક્યાંક પરિવાર આખો વિચરણ કરે પણ વર્ષના ચોક્કસ સમય માટે કોઈ એક ગામ જ્યાં એ પોતાને સુરક્ષિત માને ત્યાં આવીને રહેવા માંડ્યા છે .. પણ ત્યાંના એવા કોઈ અધિકાર મેળવવાની વાત આવે ત્યારે ઘણે ખરે તકલીફ ઉભી થાય. ગામમાંથી કાઢી પણ મુકે. એટલે ડરના માર્યા કોઈ દિવસ પોતાના અધિકાર માટે વાત ના કરે. પણ હવે એમને પણ પોતાનું સરનામું જોઈએ છે.. અને એટલે જ સરકારી કચેરીઓના ધક્કા શરુ થાય. પંચાયતના કે ગામના આગેવાનોને સમજાવવાનો પ્રયાસ શરુ થાય. જ્યાં સારા માણસો છે ત્યાં બધું ગોઠવાઈ જાય અને જ્યાં નથી ત્યાં પ્રયત્ન..
થરાદમાં અસ્થાઈ જીવન જીવતાં ઘણા પરિવારો. એમાંથી ૭૦- નાથવાદી, ૪૦ ગાડલિયા, ૪૧ સલાટ પરિવારોએ પોતાના બાળકોના શિક્ષણ અર્થે પણ હવે વિચરણ નથી કરવું એવો નિર્ણય કર્યો. ધીમે ધીમે વિચરણ ઓછું કર્યું. સાથે સાથે સરકારમાં સ્થાઈ રહેણાક અર્થે પ્લોટ ફાળવાય એ માટે રજૂઆત કરી. છેલ્લાં પાંચ વર્ષથી થાક્યા વગર અધિકારી કહે એટલીવાર સોગંદનામું, જે માંગે તે પુરાવા એન કેન પ્રકારે ભેગા કર્યા, પણ ત્રણ વખત તૈયાર કરેલી ફાઈલ કોણ જાણે શાના કારણે જીલ્લા મથકે પહોંચતી નહોતી. આ શિથીલાતાથી આ પરિવારો અને અમે પણ થાકી ગયા હતાં.
ત્યાં બનાસકાંઠાના કલેકટર તરીકે શ્રી દિલીપ રાણા આવ્યાં. ખુબ સંવેદનશીલ અધિકારી. આખા બનાસકાંઠામાં રહેતાં વિચરતા પરિવારોને શોધીને રહેવાં પ્લોટ અને ઘર માટે આર્થિક મદદ કરવાની સમાજ કલ્યાણ અધિકારીને સુચના આપી. થરાદમાં પણ હવે ફરજ પડી એટલે ફરી ફાઈલ તૈયાર કરી, સોગંદનામું, પુરાવા, રૂબરૂ જવાબ વગેરે થયું. કલેકટર શ્રીએ ૨૨ જાન્યુઆરીએ પાલનપુર ફાઈલ પહોચાડવાની સુચના આપી હતી.. ફાઈલ થરાદથી નીકળે તો કામ ચોક્કસ થશે એવી શ્રદ્ધા છે અને દિલીપ રાણા જેવા અધિકારી છે ત્યાં સુધી કામ થશે જ એવી આશા પણ છે... આ પરિવારો ખુશ છે.. એમને પ્લોટ મળવાનાં જ છે એવી આશા ફરી બંધાઈ છે.. બસ ફાઈલ થરાદથી નીકળે એની રાહ છે.. ફોટોમાં વિચરતા પરિવારોના રૂબરૂ જવાબ લઇ રહેલાં નાયબ મામલતદાર અને અન્ય અધિકારી...
No comments:
Post a Comment