Friday, February 10, 2017

Will this be the final round to a government office, before families from 15 nomad settlements obtain their caste certificates !!

Nomadic Families with VSSM Co-ordinators spoke at
length at Department of Social Justice and Empowerment
Since last one year, families from 15 nomadic settlements of Rajkot and Morbi districts have been struggling to acquire their caste-certificates. Until now they have made several fruitless rounds of several offices and yet there were little chances of their requests being heard. We took our complaint in this regard to the Additional Secretary, Department of Social Justice and Empowerment and requested for issuance of direction that only the Social Welfare Officer would issue certificates to these families. The Additional Secretary is a very positive individual, he said “I would issue such an instruction but only when I scrutinize the applicants and feel that they truly deserve the caste certificate!! I know VSSM is doing a wonderful job for these communities and it must have taken all measures to ensure the authenticity, but I will need to examine the applicants one!!”  

Nomadic Families gathered at VSSM office and spoke about
 their other issues
On 7th February, 20 leaders from 15 settlements of Rajkot and Morbi reached our office while on their way to Gandhinagar to make an appearance before the Additional Secretary. They had numerous questions in their minds, why are they required to face such close examination?? Why aren’t any of their applications sanctioned easily?? Their questions were answered, the Additional Secretary also instructed the District Welfare Officer to do the needful.

All we need to don now is wait!! Wait, is something we always do. These individuals should not have been called all the way  from Morbi and Rajkot, a local official visiting the families would have sufficed the need of scrutiny. We are concerned with the certificates and if one more round of a government office would make that happen we had no choice but to make that round!!

રાજકોટ અને મોરબી જિલ્લામાં રહેતા લગભગ 15 વસાહતના લોકો જાતિપ્રમાણપત્ર મેળવવા છેલ્લા 1 વર્ષથી જુદી જુદી કચેરીના ધક્કા ખાય છે પણ તેમને પ્રમાણપત્ર મળતું નથી. ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવ શ્રી સમક્ષ આ બાબતે રજૂઆત કરી અને સમાજ કલ્યાણ અધિકારી જ આ જાતિઓને પ્રમાણપત્ર આપે તેમ સૂચના આપવા વિનંતી કરી. અધિકારી ખુબ સારા તેમણે કહ્યું, ‘હું સૂચના આપીશ. પણ એક વખત આ 15 વસાહતના લોકો મારી નજર તળેથી જવા જોઈએ એ ખરેખર હકદાર હશે તો હું મારા અધિકારીને સૂચના આપીશ. vssm સારુ જ કામ કરે છે. તમે ચકાસણી કરી જ હશે છતાં એક વખત...’ 

તા.7 ફેબ્રુઆરીના રોજ રાજકોટ અને મોરબીના 15 વસાહતમાંથી 20 આગેવાન અધિકારીની નજર હેઠળથી પસાર થવા ગાંધીનગર જવા અમારી ઓફીસ આવ્યા. બધુ સરળતાથી અમને કેમ ના મળે તે પ્રશ્ન સાથે તેઓ અધિકારીને મળ્યા. સાંત્વના મળી. અધિક સચીવ શ્રીએ જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને સૂચના પણ આપી છે. જોઈએ હવે પ્રશ્ન ઉકેલાય છે કે કેમ..


આમ તો વસાહતમાં જઈને અધિકારી તપાસ કરે ને તોય તે ખરેખર હકદાર છે કે કેમ તેનો ખ્યાલ આવી જાય ત્યારે છેક રાજકોટ અને મોરબીથી વિચરતી જાતિના આ લોકોને ધક્કા ખવડાવવાનું કેટલું યોગ્ય છે? ખેર કામથી મતલબ છે. એમ કરતાય પ્રમાણપત્ર નીકળે તો બધુ લેખે લાગશે.


vssmઓફીસ પર તેમના પ્રશ્નોની વિગતે વાત કરી અને ગાંધીનગર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં પોતાની મૂંઝવણની રજૂઆત કરી જે ફોટોમાં જોઈ શકાય છે.