Saturday, October 18, 2014

Our community does not permit us to go bankrupt…..



Decades ago the Salat or the Salatghera as they were popularly called,  was the nomadic community involved in making and  up keeping  of manual floor mills. However, as the manual floor mills became obsolete the Salat community also lost its livelihood.  As it always happens with the nomadic communities with loss of traditional livelihood practices and no other skill they end up doing menial lob our jobs. So did the Salats. Of late a lot of these families are now into  trading of bed spreads and other similar kind of stuff.


The youth from the  Salat families staying in Vijapur purchase material from wholesale cloth merchants in Vijapur. However with limited on hand cash reserves they are unable to buy in bulk or negotiate with the merchants. One such Amlabhai from Vijapur requested a loan from VSSM.

‘What do you plan to do with the loan, how do you plan to repay it, what if you fail to repay?’ inquired Tohidbhai one of our senior team members,  as he normally would do with individuals who ask for loan.

The questions seemed to have hurt Amlabhai’s pride as he stopped Tohidbhai midway.

‘Tohidbhai, their is a custom in our community,  a sort of unwritten dictate, if a Salat borrows money from somebody he/she has to repay the amount at any cost, we cannot declare bankruptcy, if we do so our community outcastes us.  Hence you remain assured the money is not going anywhere, my father still works as a bondage labour in Himmatnagar as he has not been able to pay off his debt,’ interrupted Amlabhai.

The Salats of Vijapur have acquired Voter ID cards, BPL ration cards and applied for residential plots with VSSM’s support. Livelihood is one remaining aspect that needs our intervention. Tohidbhai and Salat youth have worked out a plan wherein the youth does not have to depend on local merchants,  instead buy in bulk and sell the stuff collectively.  Amlabhai bought good like bedsheets, rugs, cushions etc from the his savings and VSSM support  of Rs, 20,000. Amlabhai has reasonable skills to sell such products and the group was able to sell all their purchase within couple of days.

'How is this possible, how can you sell so much stuff so soon??’ asked a puzzled Tohidbhai.

‘Come along, will show you how!!’ replied Amlabhai

He made Tohidbhai wait outside a lane, put five bedsheets on his shoulder (as seen in the picture) took a round and came back selling four bedsheets in 45 minutes.

‘Diwali is just round the corner,  a good time for such brisk sales, Tohidbhai,’ he said.

‘What is the profit you earned?’ inquired Tohidbhai.

‘Rs. 400…’ Amlabhai replied.

‘ We are sure that the business will be good, we have been able to save enough from the sales we did in last few days. The merchant we buy from gets his stuff from Paniput. He gets one bed sheet in 140-150, sells to us in Rs. 200. If we buy the goods directly from the merchant in Paniput we would be able to make good profit. He will not trust us so we want you to speak to the merchant on our behalf, Tohidbhai. We have also brought the number of the merchant’ conveyed Amlabhai.

Tohid spoke to the merchant, briefed him about the organisation and the community interested in buying his stuff, the merchant invited everyone to visit his factory and assured to give goods on credit.  After Diwali Amlabhai  along with  other youngsters from the community intent to go to Pune where business is good for such products. There is a good potential for this business and we would be able to provide employment to many in this business… I have to do well and free my father from  bondage…… he said in a lighter mood.

ગુજરાતીમાં અનુવાદ...

અમે નાદારી ના નોંધાવી શકીએ!

વિજાપુરના અમલાભાઈએ vssm પાસેથી લોન માંગી. તોહીદ એમને લોન લઈને શું કામ કરવાના છો?, હપ્તા કેવી રીતે આપશો? હપ્તો ના ભરાય તો શું? વગેરે માહિતી પૂછી રહ્યો હતો ત્યારે અમલાભાઈએ તોહીદને વચમાં જ રોકીને કહ્યું, “તોહીદભાઈ અમારાં સમાજનો એક રીવાજ છે કે, કોઈ પણ વ્યક્તિ પાસેથી સલાટ ઉધાર પૈસા લે તો એ સલાટે એ પૈસા કોઈ પણ હિસાબે પરત ભરવા જ પડે અમે નાદારી ના નોંધાવી શકીએ! નાદારીની વાત કરીયે ને તો પણ અમને અમારી  નાતપંચાયત નાત(સમાજ) બહાર મુકે.. એટલે સંસ્થાના પૈસા ક્યાંય નહિ જાય. ચિંતા ના કરો. મારો બાપ હિંમતનગરના એક વેપારીને ત્યાં આજે પણ ગીરો છે. પૈસા લીધા હતા પણ પાછા ના આપી શક્યો એટલે એ વેપારીને ત્યાં જ રહીને કામ કરવાનું. જયારે એનું દેવું ચૂકતે થઇ જશે એટલે એ પાછો આવી જશે..”

સલાટ સમુદાયનો વ્યવસાય ઘંટી ટાંકવાનો અને વેચવો પણ હવે ઘંટીની જરૂરિયાત જ નથી રહી. એટલે સલાટ સમુદાયના લોકો નાની મોટી મજૂરી કરવાં લાગ્યા છે. વિજાપુરમાં રહેતાં સલાટ પરિવારના યુવાનો વિજાપુરના કપડાંના વેપારી પાસેથી ચાદરો લાવીને વેચે. પણ આર્થિક સ્થિતિ સારી નહિ એટલે વધારે સમાન લાવીને વેચવાનું એમનાથી થાય નહિ. વળી વેપાર કરવાની ક્ષમતા બધાની ખરી પણ હાથ પર પૈસા નહી એટલે વેપારીઓ જે સામાન આપે એ લઈને જ વેપાર કરવો પડે.
vssmની મદદથી આ પરિવારોને મતદારકાર્ડ, BPL રેશનકાર્ડ મળ્યા છે અને રહેણાંક અર્થે પ્લોટ માટેની દરખાસ્ત પણ થઇ છે. હવે પ્રશ્ન રોજગારીનો છે. વસાહતના તમામ યુવાનો પોતે વેપાર કરે તેવું આયોજન કરવાનું હતું. જે માટેની શરૂઆત અમલાભાઈથી કરવાની હતી. સલાટ યુવાનોને કોઈ સ્થાનિક વેપારી પર આધારિત ના રહેવું પડે અને વધારે સામાન લાવી વસાહતના તમામ યુવાનો વેચે એવું નકકર આયોજન vssmના યુવાન કાર્યકર તોહીદ સાથે સલાટ યુવાનોએ કર્યું. ચાદર, ગાલીચા, વેચવાની સારી ફાવટ ધરાવતાં અમલાભાઈએ પોતાની નાની બચત અને vssm પાસેથી લોન રૂપે રૂ.૨૦,૦૦૦ લીધા અને અમદાવાદથી ચાદરો ખરીદી. આ સામાન અમલાભાઈ અને અન્ય યુવાનોએ મળીને ખુબ ઝડપથી વેચ્યો. આટલાં ઝડપથી સમાન વેચાય? એવું તોહીદને માનવામાં ના આવ્યું એટલે નીચે ફોટોમાં દેખાય છે એમ અમલાભાઈએ પાંચ ચાદર ખભે નાખી અને તોહીદને એક સોસાયટી બહાર ઉભા રહેવા કહ્યું. લગભગ પોણા કલાકમાં અમલાભાઈ પાંચમાંથી ચાર ચાદર વેચીને આવી ગયા. એમણે કહ્યું,
‘દિવાળી છે અત્યારે સીઝન કહેવાય આટલું તો વેચાઈ જ જાય..’
‘કેટલાનો નફો થયો?’
‘રૂ.૪૦૦ નો.’
‘અમે સારો વેપાર કરી શકીએ છીએ પણ અમારી પાસે સામન લાવવાના વધારે પૈસા નથી હોતા. સંસ્થાએ આપેલી લોન અને મારી બચતમાંથી અમે પ્રમાણમાં સારો વેપાર કરી શક્યા છીએ. હું અમદાવાદથી જે વેપારી પાસેથી સામાન લાવ્યો છું એ વેપારી  પંજાબના પાણીપતથી સામાન મંગાવે છે જ્યાં એને ચાદર રૂ.૧૪૦ કે રૂ.૧૫૦માં જ મળતી હશે. જે હું વેપારી પાસેથી રૂ.૨૦૦માં ખરીદું છું. અમે હવે પ્રમાણમાં ઠીક પૈસા ભેગા કર્યા છે તમે પાણીપતનાં વેપારી સાથે વાત કરશો અમને સામાન આપે એ માટે. એ લોકો અમારાં પર ભરોષો ના મુકે. અમે વેપારીનો નંબર લઇ આવ્યાં છીએ જો એ અમને સીધો સમાન આપે તો અમને ઘણો નફો મળે.’

તોહીદે પંજાબના પાણીપતના એ વેપારી સાથે વાત કરી. સંસ્થા અને આ સમુદાયનો પરિચય આપ્યો. વેપારીએ એક વખત પોતાની ફેક્ટરીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું સાથે સાથે ક્રેડીટ પર સામાન આપવાની પણ  હા પણ પાડી. અમલાભાઈની ઈચ્છા દિવાળી પછી સમાન લઈને સલાટ યુવાનો સાથે પુના જવાની છે જ્યાં એમના કહેવા પ્રમાણે ચાદર અને ગાલીચા ખુબ વેચાય છે. અમલાભાઈ કહે છે, ‘અમે અમારા જેવા કેટલાંય યુવાનોને આમાંથી રોજગારી આપી શકીએ એમ છીએ. આ વ્યવસાય સારો ચાલશે એવી અમને શ્રદ્ધા છે અને છેલ્લે હસતાં હસતાં મારા બાપને પણ ગીરોમાંથી છોડાવવાનો છે ને!!!’

Tuesday, October 14, 2014

Founding VSSM bore its fruits….

There are moments in an individual’s life where inspite of all inherent honesty he /she posses the choices he /she makes to earn livelihood might not be all that righteous. One such individual Jayantibhai Raval has been residing in Kamod, a small village near Ahmedabad since last 12 years. He went to school till 5th grade. The manual labour jobs he did were not enough to feed his brood so he took up the trade of making alcohol (Gujarat begin a dry state any trade related to alcohol is illegal). 

VSSM has had its presence in Kamod since last couple of years. A Bridge School for the children of nomadic communities functioned in the settlement. Once all the kids were mainstreamed with the village school  the Bridge school was discontinued, We have been instrumental in helping 50 individuals  acquire their voter ID cards, 25 families receive their Ration Cards and many other development related activities in the settlement. One day during a meeting in this regards to opening of bank accounts our team member Smt. Ilaben came to know about Jayantibhai’s new occupation. Ilaben failed to understand why an otherwise wise and sensitive Jayantibhai would choose a trade like this. Jayantibhai said, ‘ there was no option left so he chose to get into this trade.’ Ilaben advised him to choose another trade and informed him that VSSM would provide the required support. 

After almost a fortnight Jayantibhai visited VSSM office with a proposal of buying a loading auto. However, it was impossible for VSSM to lend the entire amount required to buy the rickshaw but Jayantibhai asked for just the amount required for down payment i.e. Rs 30,000/-. Stating that he would manage the remaining amount from somewhere else.

‘somewhere else would mean too much of interest," How will you manage that? we enquired. 

‘Ben, I am willing to work hard and the fruits of labour are always sweet. I am confident that  I will be able to repay the money.’ assured a very confident Jayantibhai. 

Looking at the confidence of Jayantibhai there was no question of denying him the loan for downpayment. On 18th May 2014 we gave the loan, Since then he has been punctual in repayment of installments.Every month between 7th to 10th Jayantibhai comes to office without fail and instalments. He never missed a single installment so far. 

‘We hope it is not becoming cumbersome for you to manage the installment!’ we asked one day. 

With a smile on his face Jayantibhai replied, ‘I target earning Rs. 900 to 1000 everyday, without which i do not go home. Till now God has been kind. I also have a few some regular customers as well.’He added:

Jayantibhai’s kids are studying at our Doliya Hostel. ‘You are taking good care of us. The kids are studying well. What is left for us to worry about??’

We are striving to bring such joy in the lives of the communities which makes all our efforts worth it. 

We again thank our well wishers whose continued support enables us to make difference in the lives of the people who need it the most. 

vssm ની સ્થાપના કર્યાનું લેખે લાગ્યું..

જયંતીભાઈ રાવળ અમદાવાદ શહેરની નજીક કમોડ ગામમાં છેલ્લાં ૧૨ વર્ષથી રહે. પાંચ ધોરણ ભણેલાં જયંતીભાઈ છૂટક મજૂરી કરે પણ પરિવારની સંખ્યા મોટી એટલે બધાનું પૂરું કરવું એમના માટે મુશ્કેલ બનતું હતું. છેવટે દારૂ ગાળવાનું કામ શરુ કર્યું. 

ક્મોડમાં વિચરતી જાતિની વસાહતમાં આપણે વૈકલ્પિક શાળા ચલાવતાં હતાં. બાળકો નિયમિત સ્કૂલમાં જવા માંડ્યા એટલે આપણે ત્યાં શાળા બંધ કરી પણ આ વસાહતના ૫૦ ઉપરાંત લોકોને મતદાર કાર્ડ, ૨૫ ઉપરાંત પરિવારોને રેશનકાર્ડ અપાવવામાં આપણે નિમિત બનેલાં. વળી બીજા પણ ઘણા કામોમાં આપણે એમને મદદરૂપ થઈએ એટલે વસાહતમાં નિયમિત જવાનું થાય. એક દિવસ વસાહતના લોકોના બેંકમાં ખાતા ખોલવા બાબતે વાત થતી હતી એવામાં vssmના કાર્યકર ઇલાબહેનને કોઈએ કહ્યું કે, જયંતીભાઈ દારૂ ગાળવાનું કામ કરે છે. જયંતિભાઈ આમ તો ખુબ સંવેદનશીલ અને સમજૂ માણસ. દારૂથી થતી બરબાદી પણ જાણે છતાં આ વ્યવસાય પસંદ કરવાનું કારણ સમજાતું નહોતું. એમની સાથે વાત કરી એમણે કહ્યું, ‘વિકલ્પ નથી દેખાતો’ ઈલાબહેનને જયંતિભાઈને દારૂ ગાળવા સિવાયનું બીજું કોઈ પણ કામ પસંદ કરવાં કહ્યું અને જરૂર પડે લોન સ્વરૂપે vssm આર્થિક મદદ પણ કરશે એવી ખાત્રી આપી. 

જયંતીભાઈએ ૧૫ દિવસનો સમય લીધો. તા.૧૫/૦૫/૨૦૧૪ ના રોજ એ vssmની ઓફીસ પર આવ્યાં. એમણે લોડીંગ રીક્ષા ખરીદવા મદદ કરવાં કહ્યું, લોડીંગ રીક્ષા માટે જેટલી રકમ જોઈએ એટલી vssm આપી ના શકે. એમણે કહ્યું, ‘મારે ડાઉન પેમેન્ટ ભરવાના રૂ.૩૦,૦૦૦ જોઈએ છે તમે એટલી જ લોન આપો બાકીની વ્યવસ્થા હું બીજેથી કરીશ.’

‘પણ એનું તો વ્યાજ કેટલું બધું હશે! અને એ લોન સાથે સાથે vssm ની લોન તમે ભરી શકશો?’
‘બેન મહેનત કરવાની છે અને મહેનત કરવાં હું તૈયાર છું અને મહેનતના ફળ હંમેશાં મીઠા હોય છે..મને વિશ્વાસ છે હું કરી લઈશ તમે ચિંતા ના કરો.’

એમની વાતમાં એમને એટલો ભરોષો હતો જે જોતા લોન ન આપવાનો પ્રશ્ન જ ઉભો નહોતો થતો. આપણે એમને તા.૧૮/૦૫/૨૦૧૪ના રોજ રૂ.૩૦,૦૦૦ ની લોન આપી એમણે ફોટોમાં દેખાય છે એ રીક્ષા ખરીદી. vssmમાંથી લીધેલી  લોનનો હપ્તો આપવાં જયંતીભાઈ દર મહિનાની ૭ થી ૧૦ તારીખ
માં vssm કાર્યાલય પર આવે. હપ્તા બાબતમાં આજ સુધી ચૂક થઇ નથી. રૂ.૩૦,૦૦૦ માંથી રૂ.૧૨,૦૦૦ની લોન એમણે ભરપાઈ પણ કરી દીધી. આજે એ ઓફીસ આવ્યાં ત્યારે એમને પૂછ્યું, ‘જયંતિભાઈ આ બધું ગોઠવી જાય છે? તકલીફ નથી પડતી?’ ત્યારે મોઢા પર સરસ સ્મિત સાથે એમણે કહ્યું, ‘રોજના બે ફેરા ના મળે ત્યાં સુધી ઘરે નહિ જવાનું. રૂ.૯૦૦ થી રૂ.૧૦૦૦નુ કામ મળવું જ જોઈએ એવો લક્ષ્ય રાખ્યો છે અને આજ સુધી ભગવાને એ સિદ્ધ કરાવ્યો છે. રોપા ઉછેરવાળાનું કામ તો મેં બાંધી જ લીધું છે.’

એમની દીકરી અને દીકરો vssm સંચાલિત ડોળીયા હોસ્ટેલમાં ભણે છે. ‘બાળકો બરાબર ભણે છે કે નહીં?’ એ અંગે પૂછ્યું ત્યારે એમણે કહ્યું, ‘અમે ગામડાંમાં, તમારાથી દુર રહીએ છીએ છતાં તમે અમારું ધ્યાન રાખે છો તો બાળકો તો તમારી પાસે જ છે. એટલે અમારે શું કામ ચિંતા કરવાની?’

વિચરતા પરિવારોના મોઢે આવું સાંભળું ત્યારે થાય કે vssm ની સ્થાપના કર્યાનું લેખે લાગ્યું..
કુદરત ઉદારદિલ દાતાઓના માધ્યમથી સદાય આવા કામમાં નિમિત બનાવે...