Showing posts with label Sparsh. Show all posts
Showing posts with label Sparsh. Show all posts

Sunday, October 24, 2021

VSSM, with support from Sparsh gifted these uniquely designed chula to nomadic families living in Sabarkantha district...

Nomadic families with their uniquely designed chula
 

A wood fired stove/chula designed to consumes less wood and emit less smoke yet cooks faster.

VSSM, with support from Sparsh gifted these uniquely designed chula to nomadic families living in Sabarkantha’s Himmatnagar and Aravalli’s  Bhiloda regions.

It is a small yet priceless gift for the homemakers who need to spend hours collecting wood and cooking after a tiring day at work. It would also be convenient for these families who keep wandering to pack and move with this chula.

Maharshibhai  and Rutu through Sparsh have been supporting VSSM help these deprived families. This Diwali, they chose to gift these chula.

We are thankful to our team member Tohid for identifying the deserving families and bringing them the chula/stoves.

Thank you Maharshibhai and Rutu and especially Sparsh for your continued support. 

અનોખી ડીઝાઈનવાળો ચુલો. 

જેમાં ધુમાડો ન થાય, બળતણ ઓછુ વપરાય ને ખાસ તો ઝડપથી રસોઈ થાય.

સાબરકાંઠા ને અરવલ્લીના હિંમતનગર અને ભીલોડામાં રહેતા વિચરતી જાતિના પરિવારોને સ્પર્શની મદદથી અમે આવા ચુલા આપ્યા.

આમ તો નાનકડી ભેટ ગૃહિણી માટે અમુલ્ય.

ગામે ગામ લબાચા લઈને રઝળતા પરિવારો માટે આ ચુલાને લઈને ફરવુંયે પાછુ સહેલું.

મહર્ષીભાઈ અને ઋતુ સ્પર્શ સંસ્થા થકી VSSMને શક્ય મદદ આ વંચિત પરિવારોના કલ્યાણમાં કરે.. 

ચુલા એ દિવાળી નિમિત્તની આવી જ નાનકડી ભેટ..

અમારા કાર્યકર તોહીદે આવા પરિવારોને શોધ્યા અને તેમના સુધી મદદ પહોંચાડી. આભાર..

આભાર મહર્ષીભાઈ અને ઋતુ... અને ખાસ માધ્યમ તરીકે સ્પર્શ પ્રત્યે કૃતજ્ઞતા..

#MittalPatel #vssm Maharshi K Dave


Nomadic families with their uniquely designed chula

Nomadic families with their uniquely designed chula

A wood fired stove/chula designed to
consumes less wood and emit less 
smoke yet cooks faster



Nomadic families with their uniquely designed chula


Friday, May 28, 2021

Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

The nomadic families received their ration kit

 ‘How can a mother be so heartless?’ I had thought when our team member Vinodbhai had shared an incident from Chotaudaipur’s Lunja village.

Three kids whose father had died, mother looked after them for a while before she left them to marry someone else. The responsibility of these children fell upon their Kaka-kaki ( paternal uncle-auntie) who already had 2 children of their own. Yet the couple decided to care for these children. The couple laboured hard to provide for all 5 children. Life continued and suddenly we were all reeling under the deadly second wave of the pandemic.  Kaka had a fever and cough, Ritaben (Kaki) assumed he will soon be alright, also there was no money to seek medical help. The issue continued for few days before Kaka passed on.

The nomadic families received
their ration kit

The responsibility of raising five kids fell on Ritaben. VSSM immediately brought them ration and supplies. We also offered to bring the children to our hostel once it begins functioning as usual.  As of now,  Ritaben has agreed to send them. Apart from this,  we also intend to support Ritaben’s wish to start a small business of selling vegetables either through a hand cart or kiosk.  These children can benefit under the government’s guardian scheme since their father is dead and mother has abandoned them but because the mother is still alive they aren’t eligible. We will be raising this query with the government.

Valabhai from Radhanpur’s Limbad village is an elderly gentleman. Completely blind at one eye, the second eye has partial vision. His wife also is vision impaired. Valabhai worked to earn a daily living but with age, that too has become difficult. The wife sets out to beg. The couple has 3 children. The lady who helped them the most to run the house succumbed to Covid. The living condition has gone turned worst. Valabhai too sets out to beg along with the three children. 

Every day we come across many such cases. The first thing we do is to comfort these families and provide them with ration kits. If needed we also assist with the treatment if the person is hospitalised.

The nomadic families received their ration kit
The pandemic has directly and indirectly impacted all of us. The condition of daily wage earners has turned worst. So has the condition of many performing artists. The Bhavai performers never seek help from VSSM, but the pandemic has adversely impacted them as there is a ban on gatherings. Baldevbhai from Kalol has requested help on behalf of the Bhavaiya community.

The nomadic families received their ration kit

In a nutshell, we are trying to help economically deprived families whose conditions have turned pathetic as a result of this pandemic. The information of truly deserving families reached us through our team at the grassroots, of by the people themselves or by individuals like Shankarbhai Chamtha, Pravinbhai Desai… Thank you for helping us reach the most impacted.

As humans if not now when will we stand beside our fellow human beings?? And as I always say, we play the role of facilitator it is you who keep the ball rolling.

The nomadic families received
 their ration kit

Maharshibhai, Ruju and Sparsh, we are glad you have been with us through this task. Gratitude always!!

મા આવું કરી શકે?

અમારા કાર્યકર વિનોદના મોંઢે છોટાઉદેપુરના લુણજાગામની વાત સાંભળી મન હચમચી ગયું.ત્રણ બાળકોના પિતા ગુજરી ગયા. માએ થોડા જ સમયમાં એ બાળકોને મુકીને બીજે ઘર માંડી દીધું. કાકા કાકીને પોતાને બે બાળકો. એમણે આ નોંધારા બાળકોની કાળજી લેવાનું શરૃ કર્યું.. મજૂરીમાં જે મળે તેમાં આ બધાનો ગુજારો ચાલે. ત્યાં કાળમૂખા કોરોનાની બીજી લહેર આવી. કાકા નેે તાવ, ખાંસી થયા. કાકી રીટાબહેનને લાગ્યું મટી જશે. વળી એવા પૈસાય ક્યાં હતા તે દવાખાને જાય.. દર્દ વધ્યું ને કાકા દેવલોક પામ્યા. હવે રીટાબહેન માથે પાંચે બાળકોની જવાબદારી આવી.. અમે તત્કાલ તો રાશન પહોંચાડ્યું, બાળકોને પણ અમારી હોસ્ટેલ શરૃ થાય એટલે અમારા ત્યાં ભણવા મુકવા રીટાબહેનને કહ્યું, એમણે હાલ તો હા પાડી છે.એ સિવાય રીટાબહેન શાકભાજીની લારી કે નાની દુકાન કરવા ઈચ્છે તો એ મદદ માટે પણ કહ્યું છે. સરકારની પાલક યોજનામાં મા-બાપ વિહોણા બાળકોને મદદ મળે. અહીંયા બાપ નથી ને મા જતી રહી છે તે બાળકોને કઈ કેટેગરીમાં મુકવા તેમને મદદ ના મળી શકે? ખેર આ તો સરકારને પુછીશું.

The nomadic families received their ration kit

રાધનપુરનું લીંબડકાગામના વાલાભાઈની ઉંમર ઘણી. એક આંખે અંઘ બીજીમાં ઝાંખુ દેખાય. તેમના પત્ની પણ દિવ્યાંગ. ભાઈ મજૂરી કરતા પણ ઉંમર થતા કામ મળવાનું બંધ થયું. પત્ની ગામમાંથી માંગી લાવે ને ગુજારો ચાલે.આ બેઉને ત્રણ બાળકો. આ કોરોનામાં ઘરનું ગુજરાન ચલાવાવમાં જેમનો મોટો ફાળો રહેતો તે બહેન ગુજરી ગયા. ઘરની સ્થિતિ હવે એકદમ ખરાબ થઈ. વાલાભાઈ બાળકને લઈને માંગવા જાય..

આવા કેટલાય કિસ્સા અમારી સમક્ષ નીત આવે છે. અમે પ્રથમ તો સાંત્વના આપી રાશન આપવાનું કરીએ. એ પછી જરૃર પડે હોસ્પીટલમાં વ્યક્તિ દાખલ હોય તો સારવારમાં મદદ કરીએ. 

The nomadic families received their ration kit

આ સિવાય કોરાનાને લઈને સીધી નહીં પણ આડકતરી અસર થઈ હોય તેવા વ્યક્તિઓમાં રોજમદાર કામદાર તો ખરા પણ ભવાઈ ભજવતા ભવાયા જેમણે ક્યારેય અમારી પાસે મદદની માંગણી નથી કરી. પણ છેલ્લા એક વર્ષથી બેન કોરોનામાં ભવાઈ ભજવવા ક્યાંય જવાયું નથી કહીને કલોલના બળદેવભાઈ ભવાયાએ સમાજ માટે મદદ માંગી.. 

ટૂંકમાં કોરોનાને લઈને દયનીય સ્થિતિમાં મુકાયા હોય એમને અમારાથી શક્ય મદદ કરવાનું અમે કરી રહ્યા છીએ..

આફતમાં આવી પડેલા સ્વજનોની રાવ અમારા સુધી અમારા કાર્યકરો, ક્યાંક સીધા અસરગ્રસ્ત લોકો તો ક્યાંક શંકરભાઈ ચામઠા ને પ્રવિણભાઈ દેસાઈ જેવા લોકોએ પહોંચાડી.. આભાર આપ સૌનો..

The nomadic families received their ration kit

માણસ છીએ.. આવા સમયે આપણા પ્રિયજનોની પડખે ઉભા નહીં રહીએ તો ક્યારે રહીશું? વળી હંમેશાં કહુ અમે તો નિમિત્ત માત્ર કોઈ આપે એ યોગ્ય જગ્યા પહોંચાડવાનું...આભાર મહર્ષીભાઈ, ઋતુ, અને સ્પર્શનો તમે આ કાર્યમાં સાથે છો એનો રાજીપો...

#MittalPatel #vssm Maharshi K Dave









The nomadic families received their ration kit



 


 

Sunday, April 12, 2020

With the help of Maharshibhai and his organisation SPARSH, we provided ration kits to more than 125 nomadic families in Bagasara

The nomadic families of Bagasara village received grain kits
During any crisis, many well-wishing friends call us to inquire if we need any help or to let us know that they are ready to help when needed.

Immediately after the lockdown was announced following the COVID-19 situation, Maharshibhai called to inquire for the help needed. “Lot of people and organisations are helping people in need and distress. There is enough help pouring in, will definitely reach out to you when we need your support!!” I replied after thanking Maharshibhai for his support.

The nomadic families of Bagasara village received grain kits
On the 14th -15th day of the lockdown, we felt the need to call Maharshibhai as the grains given by individuals and organisations began to exhaust, some community kitchens were shutting down. The government supplies did not have spices, oil or pulses. I received countless calls with the mentioned issues. My writing on Facebook and Twitter too had repercussions that people from my large family had to face. “Ben, villagers reprimand us because you write on social media,” they complained.
“What should I do?”
The nomadic families of Bagasara village received grain kits
I remembered Maharshibhai’s call, he had told us to call up whenever the need arises. In fact, he was the first to offer help. I decided to request him for support. I was explaining him in detail that why do we need his help now, “Mittalben, you do not need to explain so much. Please do whatever needs to be done!!”
So with the help of Maharshibhai and his organisation SPARSH, we provided ration kits to more than 125 families in Bagasara. We are also taking his support for families staying in North Gujarat.

The nomadic families of Bagasara village received grain kits
The image shared here is from Bagasara. It does not look appropriate to share images of ration being distributed, this is just to share the inspiring people are doing in such unprecedented times.

Thank you Maharshibhai,  Rutu,  Sparsh and all the compassionate individuals who joined hands in this effort.

આફતની ઘડીમાં કેટલાક પ્રિયજનો હું છું, 'જરૃર પડે યાદ કરજો' એવું ફોન કરીને કહેતા હોય..

કોરોનાના લીધે લોકડાઉન થયું ને તુરત આવા જ પ્રિયજન મહર્ષીભાઈનો ફોન શું મદદ જોઈએ એ માટે આવેલો.

મે કહ્યું, હાલ ઘણા લોકો, સંસ્થાઓ વંચિતોને મદદ કરે છે. એટલે હાલ મદદની જરૃર નથી. જ્યારે લાગશે ત્યારે કહીશ.

લોકડાઉનના 14માં પદંરમાં દિવસે મદદ માટેનો વખત આવ્યાનું અમને લાગ્યું.

લોકો અને સંસ્થાઓએ આપેલું રાશન ખૂટ્યું, ક્યાંક જમવાનું આપતા તે બંધ થયું. સરકારે જે આપ્યું તેમાં મસાલા, તેલ કઠોળ નહીં.

આવી વિગતે રોજિંદા ઢગલો ફોન.. હું ફેસબુક અને ટવીટર પર લખુ પણ એનાથીએ જુદી તકલીફો ઊભી થઈ. બેન ગામના લોકો ધમકાવે છે તમે લખો છો ને એટલે..
શું કરુ?
આખરે અમારા પર વિશ્વાસ રાખનાર પ્રિય સ્વજનો યાદ આવ્યા. તેમણે કહેલું મદદની જરૃર હોય ત્યારે કહેજો એ વાત યાદ કરીને તેમને મદદ માટે વિનંતી કરવાનું નક્કી કર્યું. મહર્ષીભાઈ એમાં પહેલાં હતા.

એમને હું વિસ્તારથી સમજાવી રહી હતી કે હવે મદદની કેમ જરૃર છે એમણે કહ્યું, 'અરે મિત્તલબેન કશુંયે કહેવાની જરૃર નથી તમને જે લાગે તે કરી કાઢો..'

અને મહર્ષીભાઈ અને તેમની સંસ્થા સ્પર્શની મદદથી અમે બગસરામાં 125 ઉપરાંત પરિવારોને રાશન કીટ આપવાનું કર્યું.
ઉત્તર ગુજરાતમાં પણ એમની મદદથી કામ કરી રહ્યા છીએ...
પણ હાલ પુરતુ બગસરાના ફોટો સમજવા ખાતર મુક્યા છે.
કોઈને રાશન આપતા ફોટો મુકવા બહુ ગમે નહીં પણ ક્યાંક પ્રેરણા પણ મળતી હોય છે.
ધન્યવાદ મહર્ષીભાઈ, રુતુ અને સ્પર્શ સાથે આ કાર્યમાં મદદ કરનાર તમામ સ્નેહીજનોને
#VSSM #MittalPatel Maharshi K Dave


The nomadic families of Banaskantha’s Diyodar received grain kits from our dear Maharshibhai and Rutu...

The nomadic families of Diyodar village received grain kits
Recently, the families of Banaskantha’s Diyodar received grain kits from our dear Maharshibhai and Rutu. The kits were specially curated after consulting the preferences of these families.

The nomadic families of Diyodar village received grain kits
“Ben, we need red chilli powder. It is the spice we can eat anything with. Rotla with chilli will also be enough. We need heat in our meals to make us feel satisfied. And please no rice, we and not rice-eating people, we cannot eat Khichri every day. Don’t waste your grains, give them to someone who prefers to eat rice,” these are challenging times and the condition of the daily wage earners who buy their food on daily basis is traumatic but Dewaba’s request brought a smile on my face.

The nomadic woman with her grain kit
We finally decided to provide only those grains, flours and spices the families need. Maharshibhai through his organisation Sparsh provided the financial assistance to prepare these kits.

 We must be aware of the fact that these families are self-respecting people, they do not like to take anything for free or beg for food. “I don’t have a choice but to take charity…” many have been telling us these days.
The nomadic families of Diyodar village received grain kits

 “I have stacks of chairs and tubs (plastic ware she sells) lying here next to me. Arrange something that we can go and sell them so that we are not required to stretch our hands for food, can you do that?” requested Mashruba.

The nomadic families od Diyodar village received grain kits 
 We could coordinate with Sparsh organisation to ensure food reaches these self-respecting families. We are grateful to Maharshibhai and Sparsh for their generous support.

 And salute to our Naran and Eshwar for their commitment to work and deciding venture out in such difficult times when staying at home is the only way to remain safe.

The nomadic family with their grain kit
 બનાસકાંઠાના દિયોદરમાં અમારા પ્રિય સ્વજન મહર્ષીભાઈ અને ઋતુ થકી 150 પરિવારોને તેમને શું જોઈએ છે એ પુછીને રાશન આપવામાં આવ્યું.

Shri Maharshibhai through his organisation Sparsh provided
the financial assistance to prepare these kits
અમારા લોકોએ કહ્યું 'બેન, મરચુુ અન તેલ આલશો તોય ચાલશે રોટલો અને મરચુ ખઈન પડ્યા રઈશું, કોકો તીખુ ખઈએ તો ખાધુ હોય એવું લાગ.અન ભાત ભઈ સાબ રોજ રોજ આ સીચડી નહીં ભાવતી. તમ તમાર બીજા ગરીબ ગરબોન આલજો. નકોમો બગાડ ના કરો. અમારાથી હવ સીચડી ગળે નહીં ઉતરતી' દેવાબાની આ વાત સાંભળીને સ્થિતિ કરુણ છે છતાં હસવું આવી ગયું.

આખરે એ લોકોએ જે કહ્યું એ પ્રમાણેની એમને ગમતી કીટ બનાવીને આપવાનું અમે નક્કી કર્યું.

The nomadic family with their grain kit
મહર્ષીભાઈએ તેમની સંસ્થા સ્પર્શમાંથી આ પરિવારોની કીટ માટે આર્થિક મદદ કરી.

આ લોકો આમ બહુ ખાનદાન માણસો છે. મફતનું ખાવાની વૃતિ એમનામાં નથી. પણ ના છૂટક્યાનું આ ધર્માદુ ખાવુ પડે એવું કહેનાર આમાં ઘણા છે.

The nomadic man with his grain kit
અમારા મશરૃબા એ તો કહ્યું, 'આ મારી કને ખુરશી અને તગારાં પડ્યા સે (પ્લાસ્ટીકના તગારાનો એ વેપાર કરે) ઈન વેચવા જવા દેવાનું કોક ગોઠવી આલો ન બાપલા એ વેચાય તો કોઈ હોમે હાથ લોબો ના કરવો પડ...'

The nomadic man with his grain kit
આવા ખાનદાન માણસોને આજે સ્પર્શની આર્થિક મદદથી VSSMના સંકલનથી રાશનની કીટ આપવામાં આવી.

આભાર મહર્ષીભાઈ, સ્પર્શ..

ઘરમાં રહેવું સુરક્ષીત છે. ત્યારે VSSMની ટીમ પોતાની સુરક્ષીતતાની ચિંતા કર્યા વગર ફીલ્ડમાં કાર્યરત છે .
The nomadic man with his grain kit
દિયોદરની અમારી ટીમમાં કાર્યરત નારણ અને ઈશ્વરને સલામ...
The nomadic families of Diyodar village received grain kits
The nomadic man with his
grain kit
#MittalPatel #VSSM

Tuesday, September 18, 2018

Solar Light Distribution took place at Nomadic Settlerment of Rajkot with the Help of Sparsh

Mittal Patel giving solar light kit to a woman from nomadic settlement
To eat before sunset is good for health. Jains call it Choviyar. 

Nomadic communities eat before sunset, not because of health reasons but when the sun goes down and takes his light along, the darkness prevails everywhere. How to cook without light in the dark? Those who have access to electricity can cook at 10 at night. But where kerosene is not affordable then, we have to cook and dine before darkness. 


The daily wager women come before their day work is over just for cooking, promising to complete the work next day. 

The nomadic settlement is either near the jungle area or in deserted land. In the night, there are poisonous insects wondering in the shanties and often bite them, but what can be done?  
Only the wearer can know where the shoe pinches- only these families know the dark side without light.

The demand for light connection under the different government schemes have been applied but what till then? Sparsh has initiated to become instrumental in lighting the little homes of these families and FunSolar also helped in this cause. 

Shri Maharshibhai came and with his help till date in Amreli and Rajkot total 700 solar lights have been distributed. 

Thank you Sparsh and those who helped in this. 

To see the video of this distribution, click:  https://www.youtube.com/watch?v=rO71KOzmetE

ગુજરાતીમાં અનુવાદ

અંધારુ થાય એ પહેલાં જમી લેવાનું તબીયત માટે સારુ. જૈનો એને ચોવિયાર કહે.

Solar light distribution at Rajkot

વિચરતી જાતિઓ પણ અંધારા પહેલાં જમી લે. તબીયતની ચિંતાને લઈને નહીં પણ સૂરજદાદા પોતાનો પ્રકાશ સંકેલી ઘરે જતા રહે પછી ફેલાતા અંધકારમાં દિવા વગર રાંધવું કેમ? જેમના ઘરે વિજળી છે એ તો રાતના દસ વાગેય જમવાનું બનાવે પણ અમારે તો ઘાસતેલના વાંધા છે એટલે અંધારા પહેલાં રાંધવાનું ને જમવાનું.


કામ પર ગયેલી બહેનો કામ પુરુ ના થયું હોય તો કાલે કરી જઈશું એમ કહીને ખાલી રાંધવા માટે થઈ ઘરે વહેલી આવી જાય.. 

જંગલમાં કે અવાવરુ જગ્યાની પાસે છાપરાં હોય તે રાતના ઝેરી જીવજંતુઓ તો ઘરમાં ફરતા હોય ઘણીવાર કરડીયે જાય પણ શું કરે...

આવી સ્થિતિમાં જીવતા પરિવારોને ઘરમાં અજવાળુ ના હોવું એટલે શું એની વધુ ખબર પડે..

સરકાર લાઈટ આપે એ માટે અરજીઓ આપી છે. પણ એ ના આપે ત્યાં સુધી શું? સ્પર્શે આવા પરિવારોના ઘરમાં અજવાળુ પાથરવામાં નિમિત્ત બનવાનું સ્વીકાર્યું ને ફનસોલારે પણ મદદ કરી. 

મહર્ષીભાઈ આવ્યા ને એમની સાથે અમરેલી રાજકોટમાં મળીને અત્યાર સુધી કુલ 700 સોલાર લાઈટનું વિતરણ થયું.

આભાર સ્પર્શ... ને આ કામમાં મદદ કરનાર સૌનો....

આ અંગેનો વિડીયો જોવા માટે, ક્લિક કરો : https://www.youtube.com/watch?v=rO71KOzmetE