Tuesday, September 18, 2018

Solar Light Distribution took place at Nomadic Settlerment of Rajkot with the Help of Sparsh

Mittal Patel giving solar light kit to a woman from nomadic settlement
To eat before sunset is good for health. Jains call it Choviyar. 

Nomadic communities eat before sunset, not because of health reasons but when the sun goes down and takes his light along, the darkness prevails everywhere. How to cook without light in the dark? Those who have access to electricity can cook at 10 at night. But where kerosene is not affordable then, we have to cook and dine before darkness. 


The daily wager women come before their day work is over just for cooking, promising to complete the work next day. 

The nomadic settlement is either near the jungle area or in deserted land. In the night, there are poisonous insects wondering in the shanties and often bite them, but what can be done?  
Only the wearer can know where the shoe pinches- only these families know the dark side without light.

The demand for light connection under the different government schemes have been applied but what till then? Sparsh has initiated to become instrumental in lighting the little homes of these families and FunSolar also helped in this cause. 

Shri Maharshibhai came and with his help till date in Amreli and Rajkot total 700 solar lights have been distributed. 

Thank you Sparsh and those who helped in this. 

To see the video of this distribution, click:  https://www.youtube.com/watch?v=rO71KOzmetE

ગુજરાતીમાં અનુવાદ

અંધારુ થાય એ પહેલાં જમી લેવાનું તબીયત માટે સારુ. જૈનો એને ચોવિયાર કહે.

Solar light distribution at Rajkot

વિચરતી જાતિઓ પણ અંધારા પહેલાં જમી લે. તબીયતની ચિંતાને લઈને નહીં પણ સૂરજદાદા પોતાનો પ્રકાશ સંકેલી ઘરે જતા રહે પછી ફેલાતા અંધકારમાં દિવા વગર રાંધવું કેમ? જેમના ઘરે વિજળી છે એ તો રાતના દસ વાગેય જમવાનું બનાવે પણ અમારે તો ઘાસતેલના વાંધા છે એટલે અંધારા પહેલાં રાંધવાનું ને જમવાનું.


કામ પર ગયેલી બહેનો કામ પુરુ ના થયું હોય તો કાલે કરી જઈશું એમ કહીને ખાલી રાંધવા માટે થઈ ઘરે વહેલી આવી જાય.. 

જંગલમાં કે અવાવરુ જગ્યાની પાસે છાપરાં હોય તે રાતના ઝેરી જીવજંતુઓ તો ઘરમાં ફરતા હોય ઘણીવાર કરડીયે જાય પણ શું કરે...

આવી સ્થિતિમાં જીવતા પરિવારોને ઘરમાં અજવાળુ ના હોવું એટલે શું એની વધુ ખબર પડે..

સરકાર લાઈટ આપે એ માટે અરજીઓ આપી છે. પણ એ ના આપે ત્યાં સુધી શું? સ્પર્શે આવા પરિવારોના ઘરમાં અજવાળુ પાથરવામાં નિમિત્ત બનવાનું સ્વીકાર્યું ને ફનસોલારે પણ મદદ કરી. 

મહર્ષીભાઈ આવ્યા ને એમની સાથે અમરેલી રાજકોટમાં મળીને અત્યાર સુધી કુલ 700 સોલાર લાઈટનું વિતરણ થયું.

આભાર સ્પર્શ... ને આ કામમાં મદદ કરનાર સૌનો....

આ અંગેનો વિડીયો જોવા માટે, ક્લિક કરો : https://www.youtube.com/watch?v=rO71KOzmetE

No comments:

Post a Comment