Friday, September 21, 2018

Mehul is Alive and Kicking with the help of you all Good Samaritans!

Mittal Patel with Mehul and his wife Sejal
I think you all remember Mehul, you are the reason he is alive today.

Honestly, when Mehul’s father Preshbhai first came to meet us and showed us the pictures of ailing Mehul, little did I hope that he would be able to make it out of woods. However, at the same time, I also had faith of witnessing light at the end of the tunnel with the immensely courageous and determined Pareshbhai. He left no stone un-turned to save his critically ill son. But then, he did hope for the miracle. 

Mehul at VSSM office with his wife and a relative
The amount for Mehul’s medical expenses was quoted at a whooping Rs. 10 lacs by the doctors treating him. It was practically impossible for us to mobilise such handsome amount, neither individually nor organisationally.  

My appeal requesting my friends and followers on Facebook to support the medical expenses for Mehul found overwhelming response. It went on to prove how truly blessed I am to have such huge number of  friends indeed. You all went ahead to contribute Rs. 5 lac.  Stirred by such unprecedented support from unknown Samaritans, the Oad community came further and contributed generously towards Mehul’s treatment. Alumni Association of Grambharati also helped Pareshbhai and eventually Rs. 10 lac were gathered. Ultimately  after 5 major surgeries,  Mehul is alive, well  and kicking as you can see in the photograph.  

A mother undergoes a lot of pain while giving birth to a baby. But when she takes it in her hand, all the pain goes away. I felt the same after seeing Mehul today. I had tears of joy. 

Mehul and his very brave wife Sejal were in the office today to see us all. ‘If it wasn’t for you, I wouldn’t be here today!!’ Mehul shared.  My eyes teared up seeing him well and smiling. There was a sense of relief much similar of holding a child in hand after enduring the pain of child birth.

Mehul showing his stitched stomach
Well, we have only been instrumental here, every time Pareshbhai would call up to update us on Mehul’s health I always told him, ‘Let Mehul know he has to get well soon, he will get well because  thousands are praying for him! Show him my post on Facebook, read him the wishes people have sent in for him.’  

Thankfully all our prayers were heard and Mehul is doing good although,  his stomach does look like a tethered cloth.

‘So, is all well inside?’ I inquired.

He smiled and replied, ‘No trouble at all!’

A rather skinny looking  Mehul at a mere 55-60 kilos weighed a massive 115 kilos before his illness. ‘Let’s not plan to lose weight in such a manner!!’ I joked.

Thank you for choosing to support Mehul’s medical expenses. Trust me, if all of you  had not pitched-in Mehul wouldn’t be amidst us today. I am grateful to have these opportunities of being  instrumental in such deeds and to be surrounded by compassionate and caring friends like you all.

To watch Mehul's story, click: https://www.youtube.com/watch?v=Vp3OkqT41ns


મેહુલ તમને યાદ છે...

તમે સૌએ જ મદદ કરીને એને જીવન બક્ષેલું.
સાચુ કહુ તો મેહુલના પિતા પરેશભાઈ પહેલીવાર મળવા આવ્યા અને મેહુલની હાલતનો ફોટો બતાવ્યો ત્યારે એક વખત માટે તો મેહુલ સાજો નહીં થઈ શકે તેવું લાગેલું પણ પછી મરણપથારીએ પડેલા દીકરાને બચાવવા મથી રહેલા પરેશભાઈની હિંમતને જોઈને ચમત્કાર થશે તેવું લાગેલું.
દસ લાખનો ખર્ચ ડોક્ટરે કહેલો તે આટલા પૈસા ક્યાંથી લાવવા. વ્યકિતગત કે સંસ્થાગત રીતે આટલી મોટી રકમની મદદ કરવાની ક્ષમતા અમારી નહીં.

ફેસબુક પર મિત્રો ઘણા. આ મિત્રો ખાલી વાહ વાહ જ કરે છે કે વખત આવે ટેકો એની કસોટી મેહુલના કિસ્સામાં કરવાનું નક્કી કર્યું ને દોસ્તો તમે સૌ સાચે જ મિત્રો અને એય પાછા સોના જેવા સાબિત થયા. પાંચ લાખ આપણે સૌએ મળીને ભેગા કર્યા. આપણે મેહુલની ચિંતા કરીએ છીએ એ જાણીને ઓડ સમાજે અને ગ્રામભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળે પણ પરેશભાઈને મદદ કરીને એમ કરતા કરતા દસ લાખ થઈ ગયા ને પાંચ ઓપરેશન પછી મેહુલ ફોટોમાં દેખાય છે એવો થઈ ગયો.

મા બાળકને જન્મ આપતા પહેલાં કેટલી પીડા વેઠે છે. પણ બાળકના જન્મ પછી એને હરખથી પોતાના ખોળામાં લે ને જાણે બધુ દુઃખ દુર. આજે મહુલને જોઈને આવી જ લાગણી થઈ. હરખથી આંખો ભરાઈ આવી. 

મેહુલની પત્ની સેજલ જબરી હિંમતવાળી. આજે બંને ઓફીસ પર આભાર વ્યકત કરવા આવ્યા હતા. તમે ન હોત તો ના બચી શકાયુ હોત તેવું મેહુલે કહ્યું.

ખેર અમે તો માધ્યમ બન્યા પણ મેહુલની તબીયતના સમાચાર પરેશભાઈ ફોન પર આપતા ત્યારે હંમેશાં કહેતી કે, ‘મેહુલને કહેજો કે એને સાજા થવાનું છે. હજારો માણસોએ એના માટે પ્રાર્થના કરી છે તે એને કશુંએ થવાનું નથી. તમે એના માટે લખેલી પોસ્ટ પર આવેલી કમેન્ટ એને વંચાવજો.’
અને ખરેજ આપણે સૌએ કરેલી દુવા અને કરેલી મદદ કામ લાગી.. મેહુલનું પેટ ફાટેલા કપડું જેમ સીવાય એમ સીવેલું દેખાય છે. 

મે પુછ્યુ અંદર સબ સલામત? એણે હસીનું કહ્યું, હા હવે કોઈ તકલીફ નથી. 
બિમારી પહેલાં 115 કી.ગ્રા. વજન હતું હાલ 55 -60 જેટલું થઈ ગયું. તેના વજનને લઈને જરા રમૂજ કરી ‘દોસ્ત હવે વજન ઉતારવા આવા મોંધા ખર્ચા ના કરાવતો.’ 

તમે સૌ સાથે ના આવ્યા હોત તો મેહુલને આવો સાજો નરવો ના જોઈ શકત..
સારા કાર્યોમાં નિમિત્ત બનાવ્યા ને તમારા જેવા મિત્રો જેઓ મદદ માટે હંમેશાં સાથે ઊભા રહે છે તેવા આપવા માટે કુદરતો આભાર માનુ છું.

આજે મેહુલ અને તેની પત્ની સેજલ ઓફીસ પર આવ્યા તે વખતે તેમની સાથે લીધેલી તસવીરમાં એકદમ તંદુરસ્ત દેખાતોમેહુલ. મેહુલને જોઈને તમનેય મારા જેવી જ લાગણી થશે..

મેહુલનો વિડીયો યુટ્યુબ પર જોવા માટે:  https://www.youtube.com/watch?v=Vp3OkqT41ns

No comments:

Post a Comment