|
Collector Shri Anandbhai Patel |
“What can an officer do?”
Every time I am invited to speak at the newly appointed administrative officers’ meet, the organiser invariably poses the above question, “What can an officer do?”
I can write a book on the sweet-sour experiences we have had with the officials as we engage with them for the work related to the communities we work with. However, I choose to share only the positive stories of our engagement with the officials. One such officer is Shri Anand Patel.
Our team was thrilled when he was transferred to Banaskantha as its district Collector. There was hope and enthusiasm amidst the team for quicker redressal of long pending issues.
VSSM not just works with the marginalised communities but has also embarked upon participatory water conservation and tree plantation drives. We had the opportunity to meet Anandbhai to explore the ways to work with the administration, but the pandemic derailed the plans we had made.
We were hesitant to follow up on the plans as the authorities were busy tackling the situations emerging as a result of lockdowns and Covid waves. After the second wave subsided, Anandbhai himself called up, “Covid cases have ebbed a little, we can now focus and work to resolve the work we had planned,” he conveyed on the call.
Subsequently, he convened a meeting of all regional officers, the District Development Officer, Chief of Forest Department, Supply Officials, Agriculture officer and all those concerned with our plans. He urged them to make the most of the opportunity bestowed upon them to work within the given time frame and redress the pending issues of the marginalised families. He also fixed updates for the follow-up meeting for the same.
Anandbhai is a deeply rooted and empathetic individual. “As a child, I have witnessed nomadic communities in my village it would be an honour to work for their betterment,” he had shared during a meeting while he was district collector of Patan.
Anandbhai, the nation needs officials like you, we salute your commitment to your duty.
#MittalPatel #vssm
'એક અધિકારી શું કરી શકે?'
નવ નિયુક્ત અધિકારીઓની તાલીમમાં મારે વકતવ્ય આપવા જવાનું થાય ત્યાં દર વખતે વકતવ્ય ગોઠવનાર વ્યક્તિ આ પ્રશ્ન પુછે..
સરકારી કચેરીમાં બેઠેલા અધિકારીઓ સાથે થયેલા ખાટા - મીઠા અનુભવો તો પુસ્તક થાય એટલા.. પણ હંમેશાં હકારાત્મક ભાવથી કાર્ય કરનાર અધિકારીની વાત હું ઉ.દા. રૃપે રજૂ કરુ...
આવા અધિકારીઓમાંના એક આનંદ પટેલ..
બનાસકાંઠામાં એમની ટ્રાન્સફર થઈ. એ વખતે બનાસકાંઠાના અમારા કાર્યકરો હરખાયેલા.. મૂળ આપણા કામોને વેગ મળશે એવી એમને આશા..
વિચરતી જાતિઓના પડતર પ્રશ્નો સંદર્ભે તેમજ બનાસકાંઠામાં અમે વૃક્ષો ઉછેરવાનું ને જળ સંચયનું કાર્ય કરીએ.. આ કાર્યમાં વહીવટીતંત્ર કેવી રીતે સહયોગ કરી શકે તે માટે અમે એમને મળેલા પણ કોરોના આવતા બધુ ઠપ્પ થયું..
કોરોનાનો સમય એટલે કાર્યોની ફરી ઉઘરાણી કરતા જરા ખચકાટ થતો ત્યાં એમણે સામેથી 'કોરોનાનો પ્રકોપ હળવો થયો છે એટલે આપણા બીજા કામો જે થઈ નથી શક્યા તે ઉકેલવામાં મહેનત કરીએ' એવું કહ્યું.
એે પછી એમણે બનાસકાંઠાના તમામ પ્રાંતઅધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જંગલ વિભાગના મુખ્ય અધિકારી, પૂરવઠા અધિકારી, ખેતીવાડીના અધિકારી ટૂંકમાં લાગતા વળગતા સૌને બોલાવ્યા ને સૌને આપણને આવા સુંદર કાર્યો કરવાની તક આપી છે એમ કહીને સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ કરવા તાકીદ કરી..ને ફોલોઅપ બેઠક પણ નક્કી કરી..
મૂળ આનંદભાઈ જમીન સાથે જોડાયેલા. એ પાટણ કલેકટર હતા તે વેળા કહેલું, 'નાનો હતો ત્યારે ગામમાં આવતા વિચરતી જાતિના લોકોને જોયા છે એમના માટે કાંઈ પણ કરી શકુ તો રુણ ઉતાર્યાનું લાગશે... '
તમે જમીન સાથે જોડાયેલા છો એટલે આ વિચારી શકો છો.. આપ જેવા અધિકારીઓને દેશ ઈચ્છે છે..
આપની આ લાગણીને સલામ....
#MittalPatel #vssm
|
Collector Shri convened meeting with all the concerned officers |
|
Collector Shri urged all officers to work within the given time frame |
|
Collector Shri convened meeting for the pending issues of the marginalised families |