The members of nomadic and de-notified communities talked about their concerns and demands to representatives of media. After listening to the list of the demands, even the media felt that these demands are not such that they cannot be fulfilled. It requires will of the policymakers and administrators. If they could show that willingness 70% of our pending work would be accomplished in minutes… The demands these communities spoke about are listed below:
1. Allotment of plots to homeless and landless families.
2. Increase the amount provided for building house..
3. Include the names of families living in shanties in the BPL list.
4. Ease the process of obtaining caste certificate.
5. Issue Antyoday ration cards to families living in huts and shanties.
6. Issue a profession defining identity cards.
8. Equal participation and representation of all nomadic and de-notified tribes in the Board for Nomadic and De-Notified tribes. An advisory group can also be appointed.
9. Appropriate rehabilitation of Vadee and Madaree
10. Reframe the almost obsolete official list of Nomadic and De-notified communities. Include Meerbarot and Fakir in it.
11. Solve this never-ending issue of police harassment of Dafer.
12. Formation of district committees headed by the district Collector to address the issues of nomadic and de-notified communities.. Bi-monthly follow up meeting, chaired by the Collector.
13. Increase the scope of Boards for nomadic and de-notified communities. Its involvement and work has to go beyond loan sanctions. The Gujarat chapter can draw example for the corporation launched by Haryana Government.
14. Make special provisions to enable the illiterate individuals acquire driving license. Most of the nomadic individuals are illiterate and cannot pass the written test.
15. Budget allocations should be in tune with the population size of the community and the government needs to take proactive measures to ensure the budget is spent accordingly.
16. Make cooperative societies of families desiring to farm the government wastelands and allot them land to cultivate.
17. Protect the nomadic and de-notified families renting the land to farm against the crop failures resulting due to natural calamities.
18. Create spaces for urban nomadic and de-notified families to carry out their business of selling vegetables and likes.
19. Priority to Oad and Vanzara communities for sand mining on river beds.
20. Approve the Devipujak and Rawal landless families farming on the riverbeds.
21. Allot Ma Amrutam cards that allows access to health facilities to nomadic and de-notified families.
22. To protect and encourage the traditional art forms of Bhavai and Acrobatics, make provisions to train the Bhavaiya, Turi, Barot and Nat. If required open an institute that works towards conservation and contemporizing of these traditional folkart forms.
We hope these demands reach the concerned political parties and policy makers. The nomadic and de-notified communities are coming together on 14th October 2017 in Palanpur to voice out their demands…
અમદાવાદમાં આજે પત્રકાર મિત્રો સાથે વિચરતી જાતિના આગેવાનોએ પોતાની માંગણીઓની રજૂઆત કરી. જો કે માંગણીઓ સાંભળીને પત્રકાર મિત્રોને પણ થયું કે આ માંગણીઓ કાંઈ એવડીએ મોટી નથી કે તે પુરી ના થઈ શકે બસ ઈચ્છા શક્તિ હોય ને ગરીબો માટે કરુણતા તો 70 ટકા કામો તો ચપટીમાં થાય તેમ છે.
વિચરતી અને વિમુક્ત જાતિઓની માંગણીઓ
1. ઘર વિહોણા પરિવારોને #રહેણાંક અર્થે #પ્લોટ
2. #મકાન સહાયમાં વધારો
3. ઝૂંપડાંને કાચા ઘરમાં રહેનાર તમામના બી.પી.એલ.યાદીમાં નામ
4. સરળતાથી જાતિ પ્રમાણપત્ર
5. ઝૂંપડાં ને કાચા ઘરમાં રહેનારને બી.પી.એલ. કે #અંત્યોદય રેશનકાર્ડ
6. વ્યવસાયનું સરકારનું ઓળખપત્ર
7. 27 ટકા ઓબીસી #અનામતમાં જ વિચરતી વિમુક્ત જાતિઓને જુદી ફાળવણી
8. વિચરતી વિમુક્ત જાતિ માટે બનેલા #નિગમમાં દરેક જાતિઓને સમાન પ્રતિનિધિત્વ, એડવાઈઝરી ગ્રુપ પણ રચી શકાય.
9. #વાદી, #મદારીનું યોગ્ય પુનઃવસન
10. વિચરતી વિમુક્ત જાતિઓની યાદીમાં સ્પષ્ટતા, સુધારણા. મીરબારોટ અને ફકીરનો નવી જાતિ તરીકે ઉમેરો
11. #ડફેર પરિવારોને પોલીસ દ્વારા થતી કનડગતનું નિવારણ
12. જિલ્લા સ્તરે વિચરતી વિમુક્ત જાતિના પ્રશ્નોના નિવારણ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં કમીટી. દર બે મહિને કમીટી સમક્ષ મુકાયેલા પ્રશ્નો અંગે #કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
13. વિચરતી વિમુક્ત જાતિઓ માટે નિમાયેલ નિગમમાં લોન સિવાયના પણ કામો. હરિયાણા સરકારે કરેલા કોરપોરેશનની જેમ ગુજરાતમાં નિગમ ચાલે
14. ધો. 8 પાસના પ્રમાણપત્ર ને લેખીત પરિક્ષા વગર નિરીક્ષર વિચરતી વિમુક્ત જાતિના લોકોને #ડ્રાઈવીંગ_લાયસન્સ
15. વસતિ પ્રમાણે બજેટની ફાળવણી ને તે ખર્ચાય તે માટે સરકારના સામેથી પ્રયત્નો
16. સરકારી ખરાબાને પડતર જમીન ખેતી કરવા ઈચ્છતા પરિવારોને મંડળી બનાવીને સામૂહીક ખેતી માટે ફાળવણી
17. ઉધેડ ખેતી રાખનાર વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને કુદરતી આપતીમાં ખેતીમાં નુકશાન થાય તો પાક વિમા યોજનાની મદદ
18. શહેરમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના શાકભાજી કે અન્ય વ્યવસાય કરતા ફેરિયાઓને બેસવા માટે જગ્યા
19. નદીના પટમાં રેતીના ખનન માટે ઓડ અને વણઝારાને પ્રાથમિકતા
20. નદીના પટમાં ખેતી કરનાર દેવીપૂજક અને રાવળને પટમાં ખેતી માટે મંજુરી
21. #આરોગ્યલક્ષી સુવિધા મળે તે માટે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને મા #અમૃત્તમ_કાર્ડની ફાળવણી
22. #ભવાઈ કરતા #ભવાયા, #તુરી બારોટ ને અંગકસરતના ખેલ કરતા નટને તેમની કલાને વધુ પ્રોત્સાહન મળે તે માટે વિશેષ જોગવાઈ, ભવાઈ શાળા થાય તો ઉત્તમ કલાકારો આપી શકાય.
વગેરે જેવી માંગણીઓ મિડીયા સમક્ષ લોકોએ મુકી... આશા રાખીએ રાજકીય પક્ષો સાંભળે ને એમની માંગણીઓ સંતોષાય.
તા.14 ઓક્ટોબર 2017ના રોજ પાલનપુરમાં આ માંગણીઓ માટે જ #વિચરતી અને #વિમુક્ત જાતિના લોકો એકત્રીત થઈ રહ્યા છે.
#NomadicTribes #VSSM #MittalPatel #PressConferance #NomadicTribes #Demand #NomadsOfIndia