Mittal Patel with the Sarpanch and other at Paadan Water Management Site |
If we study the recent weather patterns, we will notice that droughts and floods have increased their occurrence. Yet, by February-March, water scarcity begins to surface. Why so?
The water conservation efforts we launched under the guidance of Shri Rashminbhai Sanghvi have spread across arid Banaskantha; the experiences we gathered in the process have given us enough understanding of the required water conservation efforts. However, we feel the efforts government and organisations like us are putting in need to increase manifold.
We must catch and save each drop of water; only then will we be able to give back all the water we have pulled out of the ground.
In Banaskantha, we have deepened and dredged 197 lakes so far. This year alone, we repaired 40 lakes. The support we receive from the villages has helped us reach this number.
The Paadan village of Banaskantha’s Sui block is the last village after which we have the international border with Pakistan. The underground water in this region is saline as it sits at the edge of the Great Rann of Kutchh. Therefore, drilling a borewell is not an option for this village. The main occupation of the communities here is cattle rearing, and the village lake is their lifeline.
With the help of Uni Design Group and the support of the village community, we deepened the lake of Paadan village.
The enthusiastic and compassionate Sarpanch of Shri Bharatsinhji sent us an invite to work in their village. As a result, we deepened the lake in the village.
This year the rain gods have blessed Gujarat. The lake filled up to the brim, and we had the opportunity to witness the incredible sight. We should be thankful to nature for blessing us all with good monsoon and Uni Design for supporting the cause.
Looking at the condition of the region, we feel the lake could be widened a little so that it can hold more water because the villagers depend on this lake.
The primary reason of rural-urban migration is the lack of water. If there is enough water, the villagers would not be compelled to migrate to urban regions in search of livelihood. Banaskantha is a drought-prone region. A good monsoon happens once in a few years. If the lakes are big enough, they can hold more water.
I am grateful to Bharatbhai and his family members. They travelled from Vav to applaud our efforts. I always hesitate to receive accolades for our work, but this Paghri you put on my head feels special; it is an honour that comes with responsibility. I believe that if someone puts it on our heads, we should be able to uphold its integrity of it. And I promise to uphold the honour of it! I am also grateful to the universe for giving me the opportunities and strength to work on such noble causes.
જલમંદિરો મહત્તમ બંધાય એ આજના સમયની મુખ્ય જરૃરિયાત..
આમ વૈશ્વિક અવલોકન કરશો તો જણાશે કે, દુષ્કાળની સાથે સાથે અતિવૃષ્ટિનું પ્રમાણ ઘણું વધ્યું છે. છતાં પાણીની મુશ્કેલી ફેબ્રુઆરી, માર્ચ આવતા આવતા આપણને વર્તાવા માંડે છે.
આવું કેમ ?
આદરણીય રશ્મીનભાઈ સંઘવીના માર્ગદર્શનથી શરૃ કરેલું અમારુ જળ વ્યવસ્થાપનનું કાર્ય આજે તો ઘણું વિસ્તર્યુ છે. આ કાર્યો કરતાં કરતાં જ પાણીના આયોજનમાં ક્યાંક આપણે ઊણા હોઈએ એવું લાગે છે. સરકાર અને અમારા જેવી સંસ્થાઓ ઘણો પ્રયત્ન કરે પણ કદાચ એ પ્રયત્નો વધારે સઘન કરવાની વધારે જરૃર જણાય છે.
વરસતા વરસાદના ટીપે ટીપા ને બચાવી ધરતીના પેટાળમાં ઉતારવાની જરૃર છે...જો આ કરીશું તો જ આપણે ધરતીનું જે દોહન કર્યું છે તે એને પાછુ આપી શકીશું...
બનાસકાંઠામાં અમે 197 તળાવો ઊંડા કર્યા. આ વર્ષે તો 40 તળાવો ઊંડા થયા. ગામોએ ઘણો સહયોગ કર્યો એટલે આ આંકડા સુધી પહોંચી શક્યા.
બનાસકાંઠાના સુઈગામ તાલુકાનું અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા પાડણગામનું #તળાવ અમે ઊંડુ કર્યું. આ વિસ્તારમાં તળમાં ખારા પાણી. બોરવેલ શક્ય નથી. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો ત્યારે તળાવ આ ગામની મુખ્ય જીવાદારી.
અમે યુની ડીઝાઈન ગ્રુપ અને ગામલોકોના સહયોથી આ ગામનું તળાવ ઊંડુ કર્યું.
ગામના #સરપંચ ભરતસિંહજી બહુ ઉત્સાહી..એમણે અમને ગામનું તળાવ ઊંડુ કરવા માટે કહેણ મોકલેલું ને અમે તળાવ ઊંડુ કર્યું.
આ વર્ષે ચોમાસુ ખુબ સારુ બેઠુ. પાડણનું આખુ તળાવ સુંદર ભરાયું. બસ ચાલુ વરસાદે અમે તળાવ જોવા ગયા. આટલું બધુ પાણી જોઈને રાજી તો થવાય જ. મેઘરાજાએ મહેર કરી એ માટે કુદરતની આભારી. યુની ડીઝાઈને મદદ કરી એ માટે પણ આભારી...
આ વિસ્તારની સ્થિતિ જોતા હજુ આ તળાવ વધારે પહોળુ થાય તે જરૃરી. મૂળ ગામલોકો તેના પર નભે છે માટે..
ગામમાં પાણી નહીં હોય તો લોકો સ્થળાંતર કરશે, ગામ છોડશે ને શહેરમાં રહેવા મજબૂર થશે. ત્યારે ગામડાં ભાંગે નહીં તે પણ જોવું રહ્યું. માટે આ તળાવ વધારે પહોળું કરવાનું મન છે.. મૂળ બનાસકાંઠાનો આ સૂકો વિસ્તાર ચોમાસુ બે ત્રણ વર્ષે એક વખત સારુ આવે. જો મોટા તળાવો હોય તો વરસાદી પાણી વધારે સંગ્રહી શકે...
સરપંચ ભરતભાઈ અને તેમના પરિવારજનોનો ઘણો આભાર.. અમે જે સેવાકાર્યો કરીએ તે બિરદાવવા છેક વાવથી આપ સૌ આવ્યા... આમ તો કોઈ સન્માન કરે તે ગમે નહીં પણ તમારી પાઘડી મને ગમી.. પાઘડી એ જવાબદારી છે. ગમે એને ન પહેરાવાય. એમ પણ હું માનુ ને કોઈ પહેરાવે ને આપણે પહેરીએ તો પછી એને શોભાવવી.. હું પાઘડીને શોભાવીશ એ વચન.....
અમારા કાર્યકર નારણભાઈ અને અન્ય ફીલ્ડવર્કરની આમાં ઘણી મહેનત.. એ લોકો જ તળાવોના પસંદગી કરવાનું ને અન્ય કાર્ય કરે. આવા સરસ મજાના મહેનતુ કાર્યકર મળવા એ પણ સદનસીબ..
કુદરતની આભારી છું એણે આવા સતકાર્યો કરવાની તક આપી...
#MittalPatel #vssm
Mittal Patel visits Padaan Lake which was deepened by VSSM |
Mittal Patel receives accolades from Sarpanch Bharatbhai and his family members |
Mittal Patel visits Padan lake which if filled with rainwater |