Tuesday, November 14, 2017

VSSM presents Razak Dafer before the police...

Razak Dafers's father-in-law, brother and dafer community
leader Dinabhai accompained Razak when VSSM
presented him to the police

 How could you get habituated to thievery?

Police Inspector Thakorsaheb with Razak Dafer
“It just happened, I was afraid initially but after committing few robberies the fear just vanished. I also found friends who helped me with it. My father tried convincing me to stop it but I never bothered to listen to him, just shooed him away. My in-laws also tried so hard to stop me but I chose not to pay heed to their talks!! I just kept committing thefts one after the other!! But, I had to stop somewhere, someday!! I have 3 daughters and it is so difficult to raise them in the woods and on the run!! When you had met me in Gangad and asked to leave this path, I had already sobered down but after that meeting I have never set out to rob anyone. I realized this is not a life of dignity. It is impossible to keep running from police, they are bound to find me one day. And I could not see my family and innocent being punished for me.. Hence, I had decided to summon before the police in your presence.”

Kesarben Dafer joined Mittal Patel to present Razak Dafer
before the police
Razak should be in his early 30s If you have had a chance to talk to him or have seen him, he is absolutely docile looking guy next door. A very fearing man!! We still struggle to compered how could he have carried out such robberies? Kesarben, Razak’s mother-in-law is a very hard-working lady but her name also appears on police records. She has been accused of theft too, “Ben, I have not committed any theft. The DVD player was brought by my relative. I should have understood that this is a robbed article, why else would a Dafer buy a DVD player when they do not have electricity in their homes!! Somewhere, I was partially aware that it was a robbed product but got lured to the temptation and now am in this fix!! You first help Razak come out of the mess and later I will summon myself. I have too much to take care of. But I will present myself pretty soon, you only give me to the police, Ben!!”

Kesarben has decided to stop the future generations of her family from getting into such unlawful activities and to correct the names of one who have taken to the criminal path in the past. She believes, once they are out of jail a life of honesty awaits them!!

Razak was presented to the Nadiad LCB. The police officials were very supportive and courteous. They asked us to share a cup of tea with them before leaving!! While we were leaving, Razak was on verge of tears. And suddenly his wife Rashida called, “Masi, tell the police not to beat him!” I asked her not to worry. “When you are with us, I have nothing to worry about. Once he completes his sentence, get him into a decent business. We want to work hard to earn a dignified living. I promise, I will never allow him to take up this path again!” Rashida is my age but calls me Masi (aunt) because of the affectionate relationship her mother shares with me and calls me Bahen (sister).  

Kesarbai joined me from Mehsana to present Razak before the police. She remained very strong throughout the entire procedure but found it hard to hold back her tears when we walked out of the office of the senior police officer. “Ben, you please hire a lawyer, I don’t have enough money to pay their hefty fees but, please be on his side and help in releasing him.” I had already spoken to the police and asked her not to worry!! By the time we were to reach Ahmedabad, “Ben, call the PI and tell them to give Razak some food because he has not eaten since morning!!” Kesarbai is Razak’s mother-in-law but showers affection like a mother would. It is her cajoling that has made Razak give up his unlawful activities.

Razak’s father-in-law, brother and Dafer community leader Dinabhai accompanied Razak when we presented him to the police. Police Inspector  Thakorsaheb asked us not to worry and took a picture with Razak. Kesarbai did need some encouraging and healing worlds to make her relax!!

‘ચોરીના રવાડે તુ ક્યાંથી ચડ્યો?’

‘થાતા થઈ ગ્યું બેન. પેલી વારકા બીક લાગેગી પસી તો હિંમત ખુલી ગઈ. પાસી સંગતેય એવી મળી. હગો બાપ ના પાડતો તો. પણ એ ટાણે એય દુશ્મન લાગતો. ઈને કાઢી મુક્યો. પસી મારી ઘરવાળીના પિયરીયા હારે આવીને રયો. ઈમનેય ઘણી ના પાડી. પણ હું નો રોકાણો... ને એક પછી એક એમ ચોરીમાં આગળ વધતો ગ્યો. પણ પસી ક્યાંક તો બ્રેક મારવાની જ હતી ને.. મારે બાલબચ્ચા થ્યા. તણ છોડીયુંને ઈની 'મા'ને હાચવવાનું એ આમ જંગલમાં રખડીને નો થાય. તમે જ્યારે ગાંગડ મળ્યા તે ટાણે કહ્યું કે મુક આ બધુ. આમ તો મુકી જ દીધુ તુ પણ એ પસી કોઈ દી ચોરી હાટુ નથ નીકળ્યો. ઈજ્જતની જિંદગી નથી એ હમજાઈ ગ્યું. કાયમ પોલીસથી ભાગતા ફરવાનું તો નથ થવાનું. કરેલા ગુના હાટુ એ પાતાળમાંથીએ હોધી લેવાની. અને પાસુ મને હોધવા કેટલાય નિર્દોષ દંડાઈ જાય. એટલે નક્કી કર્યું તમારા હાથે જ પોલીસમાં હાજર થવાનું.’

રજાક ડફેર પાંત્રીસી પણ નહીં વટાવી હોય. સ્વભાવ અને દેખાવ ગભરુ રજાકને ચોરી કરતા જીવ કેમ ચાલ્યો હશે એ પ્રશ્ન આજેય થાય. કેસરબાઈ એની સાસુ. ખુબ મહેનતુ. એનુયે નામ ચોરીમાં ખુલ્યુ. ‘ના બેન મે ચોરી નથ કરી. પણ ડીવીડી મને અમારા હગાએ દીધી ને એ ચોરીનો માલ હતો ને એમાં હું હલવાઈ ગઈ. જો કે વાંક મારો જ સે. અમાર ડફેરના છાપરે ક્યાં લાઈટ હતી તે ડીવીડી વગાડવા પેલો વેચાતું લાયો હોય. ચોરીનો જ માલ હતો ખબર હતી પણ મન લલચાઈ ગ્યું ને ગુનો ચડી ગ્યો. એક ફેરા રજાકને ચોખો કરી દઉ પસી મનેય હાજર કરી દયો. ગુનેગારનો ભાર લઈને નથ જીવવું. પણ હાલ હાજર થવાય એમ નથ. પંદરજણની હોજવેણને હંભાળવાનું મારા માથે સે ને એટલે. પણ જલદી થઈ જઈશ. તમે જ હોંપી દેજો પોલીસટેશન.’

કેસરબેને નક્કી કર્યું કે પોતાના ઘરમાં કે કુટુંબમાં એકેય માણસ હવે અવળા રસ્તે નહીં ચડે ને જે ભૂતકાળમાં ચડ્યા છે એય #જેલમા જઈને સુધરીને પાછા આવી મહેનતનો રોટલો રળે.

રજાકને નડિયાદ એલ.સી.બી.માં હાજર કર્યો. પોલીસની ચા પીને અમે નીકળીએ એમ કહ્યું, ત્યારે રજાકનું રડવું જ બાકી હતું. એની ઘરવાળી રસીદા આમ તો મારી જ ઉંમરની પણ કેસરબેનની મારા ઉપરની મમતા એ મને બહેન માને એટલે હમઉમર રસીદા મને માસી કહે, એણે ફોન પર કહ્યું, ‘માસી પોલીસને કેજો એને મારે નહીં...’ મે કહ્યું ચિંતા ના કર. તો એણે કહ્યું, ‘તમે બેઠા સો પસી અમારે સાની ચિંતા. એ છુટીને આવે પસી એને કામે લગાડી દેજો. મેનતનો રોટલો રળશું પણ હવે આ માર્ગે એને નઈ જવા દઉ. મારી જીભાન તમને આલી.’
કેસરબાઈની દીકરી રસીદા અદ્લ કેસરબાઈ જેવી જ... મહેસાણાથી મારી સાથે આવેલા કેસરબેને ખુબ હિંમત રાખી પણ જેવા રજાકને સોંપીને અમે પોલીસ અધીક્ષકની કચેરીમાંથી નીચે ઉતર્યા કે એમની હિંમત તુટી ગઈ.. આંખો ભરાઈ આવી. રડતા જ બોલ્યા, ‘બેન વકીલ હાટુ મારી પાસે પૈસા નથી. તમે આને છોડાવજો. એની હોધ લેજો.’ વકીલ સાથે મે વાત કરી જ લીધી છે. ચિંતા ના કરો એવી હૈયાધારણા આપી. છતાં રસ્તામાં અમદાવાદ આવતા, ‘બેન પી.આઈ.ને ફોન કરોને એને ખાવા આલે. હવારથી ઈને કાંઈ ખાધુ નથી...’ કેસરબાઈ સાસુ પણ ‘મા’થીએ વિશેષ વહાલ એણે રજાકને કર્યું ને એ હેતથી જ રજાક સાચા રસ્તે પાછો ફર્યો...
રજાકને હાજર કરવા #ડફેર નાતના પટેલ દીનાભાઈને રજાકના સસરા હયાત ને ભાઈ પણ હાજર રહ્યા. પી.આઈ. ઠાકોર સાહેબે એની ચિંતા ના કરવા કહ્યું ને રજાકની બાજુમાં ઊભા રહી ફોટો પડાવ્યો. તો કચેરીમાઁથી બહાર આવીને ભાવુક થઈ ગયેલા કેસરબેનને થોડા હળવા કરવા અમે પ્રયત્નો પણ કર્યા....
આ મીશન પાર પાડવામાં #પોલીસ કમીશનર આદરણીય એસ.કે.ગઢવીનો મોટો ફાળો રહ્યો. તેમણે સરસ રીતે બધુ ગોઠવી આપ્યું તેમની મદદ માટે પ્રમાણ ને આભાર.... 

#VSSM #Dafer #DenotifiedTribes #NomadsOfIndia #NomadsOfGujarat#MittalPatel #HumanApproach #HumanInterestStory #Police #LCB#Robbery #Police Attrocity

On 12th November VSSM meeting the Congress leaders at the Rajiv Gandhi Bhavan, Ahmedabad


Mittal Patel with nomads at "We Also Exist" convention
VSSM has been striving to get the immediate and pressing issues of the nomadic communities included in the election manifestos of both the leading political parties of Gujarat. In this regard, the leaders of nomadic community and VSSM recently met the BJP leaders. During the meeting, we have asserted that the party should include in its manifesto the demands that have been put forward by us. They have yet to let us know of their decision.

On 12th November we are meeting the Congress leaders at the Rajiv Gandhi Bhavan, Ahmedabad. In this meeting, too we will be insisting  the need to include our demands in their party manifesto.
Nomad at " We Also Exist" Convention

Many of our friends have expressed that, “these leaders just make promises, nothing concrete will happen even after the demands are included in the manifesto.” But, I believe these false promises should also show up in the manifesto, never has this happened in the past for the nomads!! If these promises are not fulfilled during the coming years the nomads can decide better in the next elections and there is no doubt that the nomads are smart enough to understand the difference and decide for themselves!!

Will keep you posted on the outcome of the meeting with the Congress leaders on 12th!!!

The pictures of “We Also Exist” convention taken by Prakashbhai Oad.

આગામી ચૂંટણીને ધ્યાને લઈને કોગ્રેસ સાથે બેઠક......

Nomad at " We Also Exist" Convention
વિચરતી અને વિમુક્ત જાતિઓની માંગણીઓને લઈને ભાજપ સાથે બેઠક થઈ આપણે આપણી માંગણીઓ તેમની સામે મૂકીને. ચૂંટણી ઢંઢેરામાં આપણી વાતો મુકાય તેવું આપણે સ્પષ્ટપણે કહ્યું છે. તેમણે હજુ એ બાબતે કશું નક્કર કહ્યું નથી. જોઈએ શું થાય છે....

કોંગ્રેસ સાથેની બેઠક તા.12 નવેમ્બરના રોજ બપોરના 2:00વાગે રાજીવ ગાંધી, ભવન, અમદાવાદ ખાતે વિચરતી વિમુક્ત જાતિઓના પ્રશ્નોને લઈને યોજાશે. કોંગ્રેસ પણ પોતાના ચૂંટણી_ઢંઢેરામાં આપણી વાત મુકે તેમ ઈચ્છીએ ને બેઠકમાં પણ એજ કહીશું.
ઘણા મિત્રોએ કહ્યું કે, નેતાઓ ખાલી વચનો જ આપશે. ઢંઢેરામાં લખ્યા પછીએ કશું જ કામ નહીં થાય. પણ મારા મતે એક વખત ઠાલા વચનોય એમના દ્વારા જાહેર થનાર ઢંઢેરામા આવે તો ખરાં. અત્યાર સુધી તો એવીયે વાતો ક્યાં આવી છે. ઢંઢેરામાં હશે ને કામ નહીં કરે તો ફેર ચૂંટણી ક્યાં નથી આવતી? તે વખતે આપણે જ સમજવાનું છે.. અને વિચરતી વિમુક્ત જાતિઓ એટલી તો સમજદાર છે જ એમાં કોઈ મીનમેખ નથી..
તો મળીએ છીએ 12મી તારીખે બપોરે બે વાગે રાજીવગાંધી ભવન, અમદાવાદમાં...

Nomadic Women at " We Also Exist" Convention
વિચરતી જાતિના સંમેલનમાં પ્રકાશભાઈ ઓડ દ્વારા પાડેલા ફોટો... અમે પણ છીએ....
Nomadic Community at "We Also Exist" convention

"We Also Exist" convention
#VSSM#NomadicTribes#DenotifiedTribes#MittalPatel#NomadsOfIndia#Documents_Required_for_CasteCertificate #CasteCertificate #HumanRights#Bharthari #MarvadiDevipoojk #Bavri #Vadi #Madari #Bajania #raval #Oad#Beldar #Meer #Fakir #Devipoojak #Vanzara #ElectionMenifesto
"We Also Exist" convention

VSSM and community leaders meet the Chief Minister and leaders of Gujarat BJP… .

The nomadic community leaders gathered at VSSM office
and had their lunch over talks of the meeting with BJP leaders
The meeting with the Chief Minister, Shri Bhupendrasinh
Yadav, MP and party in charge for Gujarat at the residence
of the Chief Minister of Gujarat
The assembly elections in Gujarat are scheduled in December and VSSM has been striving to get the issues of nomadic and de-notified communities included in the election manifesto of both the leading political parties. The BJP invited VSSM to come and present the case on 6th November and it is with this regard that we, community leaders and VSSM, were at the residence of the Chief Minister of Gujarat. The meeting with the Chief Minister was followed by a meeting with Shri. Bhupendrasinh Yadav, MP and Party In-charge for Gujarat.  He patiently heard to what we had to say, what were the needs and
demands of each of these communities, asked for the approximate population of these communities. We will be sharing the rough figures with him in coming 3 days. VSSM has requested just one thing, to bring all the promises on manifesto and no oral commitments.  Once the promises are on paper the communities will decide for themselves whom should they vote for!!  They need to make an informed and the manifesto will help the communities understand what  their future leaders  will be doing for the larger good of such extremely poor communities.

Nomadic community leaders and VSSM, were at the
residence of the Chief Minister of Gujarat.
Shri. Bhupendrasinh has asked for one more meeting, the time for which will be shared soon.

Prior to leaving for Gandhinagar the community leaders gathered at VSSM office and  had their lunch over talks of the meeting with BJP leaders.

Nomadic Community leaders and VSSM, at the residence
of the Chief Minister of Gujarat
મુખ્યમંત્રી શ્રીના નિવાસ સ્થાને ગઈ કાલે વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો સાથે જવાનું થયું. વિચરતી વિમુક્ત જાતિઓની માંગણીઓ આગામી ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી #ઢંઢેરામાં આવે તે માટે આપણે બંને પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ. ગઈ કાલે #મુખ્યમંત્રીશ્રીને મળ્યા બાદ ચૂંટણી ઢંઢેરામાં આપણી માંગણીઓનો સમાવેશ થાય તે માટે ભાજપના #ગુજરાતના પ્રભારી અને સાંસદ ભુપેન્દ્રસીંહ યાદવને મળવાનું થયું તેમણે બહુ નિરાંતે આપણી વાત સાંભળી.

વિચરતી જાતિની વસતિની માહિતી તેમણે પુછી. અંદાજ કહ્યો ને જાડો આંકડો ત્રણેક દિવસમાં આપવા કહ્યું.
#વિચરતી જાતિઓ વતી આપણે એક જ વાત કહી કે, પક્ષના ચૂંટણી ઢંઢેરામાં તમે વિચરતી વિમુક્ત જાતિઓ માટે શું કરવાનો છો તે જાહેર કરશો પછી જ આ સમુદાયના લોકો વિચારશે કે કોને મત આપવો. દરેક સમાજની જુદી માંગો વિષે તેમણે નિરાંતે સાંભળ્યું. મૌખિક કોઈ જ વચન નહીં જે પણ કહેવું હોય તે ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરવા આપણે કહ્યું. જેથી આખો સમાજ તમે અમારા માટે શું કરશો તે જાણે...
તેમણે હજુ એક બેઠક કરવાની વાત કરી છે. જેનો સમય તેઓ આપશે.

વિચરતી જાતિના તમામ આગેવાનો ઓફીસ પર આવ્યા ને સૌ પ્રેમપૂર્વક જમ્યા ને પછી
અમે સૌ સાથે #ગાંધીનગર ગયા. ગાંધીનગર જતા પહલાં એક વખત અમે ફરીથી સાથે બેઠાને વિગતે વાત પણ કરી...

#VSSM#NomadicTribes#DenotifiedTribes#MittalPatel#NomadsOfIndia#Documents_Required_for_CasteCertificate #CasteCertificate #HumanRights#Bharthari #MarvadiDevipoojk #Bavri #Vadi #Madari #Bajania #raval #Oad#Beldar #Meer #Fakir #Devipoojak #Vanzara #ElectionMenifesto Amit ShahBhupender Yadav BJP