Monday, June 10, 2024

Kudos to Raviyana village for their support in VSSM Water Management Program...

Mittal Patel visits Raviyana Lake

 When the third lake is ready, the borewells will cease to exist in this village. We will become the first village in Banaskantha without a borewell. How wonderful !

This is the story of village Raviyana in Banaskantha. Our favourite village. This village has about 250 houses. Farming & animal husbandry are the main occupation of the villagers in this village. Heavy use of borewells in the past years have lowered the water levels.

About 5 years ago we had received a request to help in desilting the lake. We asked the villagers to become partners in the venture. They collected a reasonably good sum of money and also helped in the lifting of the mud which was excavated from the lake. With this the lake got deeper. 

Along with the rain water, the pipeline for Narmada was also connected to the lake. With this the lake  started getting filled even during the non monsoon period. 

In Raviyana about 100 borewells that are 1000 feet deep are functioning. Water is found at about 700 feet. If the lake was not desilted 5 years ago, even the Narmada pipeline would not have benefited the village. Due to desilting, the capacity of the lake to store water increased by crores of litres & the level of water at 700 feet was maintained. Farmers do not have to put new columns and also from the lake the water is directly used in the farms by putting the motor. The power bills have also been greatly reduced. Lifting of water from the depth has also stopped.

On seeing the benefits of desilting of one lake, in partnership with the village we did the second lake and now there is a request to do a third one.

We requested crowd funding from villagers. We explained that this would help us to dig more soil and increase the capacity of the lake.After much hesitation they all agreed. 

The village senior Umedbhai requested for the third lake. He said that" if we get the third lake, our village will not need Borewells. A time will come when we will manage our lives without Borewells. 

For the third lake,  we got help from respected Shri Ashishbhai Mehta- Rajabhai ( M/s Kantilal Chhotalal) . We are thankful for the same. It is because of well wishers like Shri Ashishbhai that we have been able to desilt 265 lakes for which we are extremely happy. We are obliged to all our well wishers & supporters who standby us in all our work.

'ત્રીજુ તળાવ ખોદાઈ જાય તો ભવિષ્યમાં બોરવેલની સ્મશાનયાત્રા કાઢનારુ બનાસકાંઠાનું અમે પ્રથમ ગામ બનીશું..'

કેવી મજાની વાત. બોરવેલની સ્મશાન યાત્રા એટલે બોરવેલને ગામમાંથી સંપૂર્ણ તીલાંજલી. 

વાત બનાસકાંઠાના રવિયાણાગામની. અમારુ ગમતીલું ગામ.. ગામમાં લગભગ 250 ઘરની વસતિ. ખેતી અને પશુપાલન ગામનો મુખ્ય વ્યવસાય. પાણીના તળ પાછલા વર્ષોમાં બોરવેલમાંથી સતત ઉલેચાવાના કારણે નીચે ગયા.

લગભગ પાંચેક વર્ષ પહેલાં ગામે અમને ગામનું તળાવ જે છીછરુ હતું તેને ઊંડુ કરવા મદદ કરવા વિનંતી કરી. અમે ભાગીદારીની વાત કરી. ગામે પણ સારો એવો ફાળો ભેગો કર્યો. એ ઉપરાંત માટી પણ ઉપાડી ને એમ કરીને ગામનું મુખ્ય તળાવ ઊંડુ થયું. વરસાદી પાણીની સાથે સાથે નર્મદા પાઈપલાઈન સાથે પણ સરકારે એને જોડ્યું. એટલે ચોમાસા સિવાય પણ તળાવ ભરાવા માંડ્યું. 

રવિયાણામાં 1000 ફૂટના 100 ઉપરાંત બોરવેલ ચાલે. પાણી 700 ફૂટે મળે. પણ પાંચ વર્ષ પહેલાં તળાવ ખોદાયું ન હોત તો નર્મદાની પાઈપલાઈનથી પણ ઈચ્છીત ફાયદો થયો ન હોત. તળાવ ખોદાવવાના લીધે પાણી ભરાવવાની ક્ષમતા તળાવની કરોડો લીટરની વધી. જેના લીધે પાણીના તળ 700 ફૂટે જળવાઈ રહ્યા છે. ખેડૂતોએ બોરવેલમાં નવી કોલમ ઉતારવી નથી પડતી. વળી તળાવમાં સીધી મોટર મુકીને પણ ખેડૂતો ખેતરમાં પિયત કરી રહ્યા છે. લાઈટબીલમાં પણ સખત ફાયદો  થયો અને ભૂગર્ભમાંથી પાણી ઉલેચાવાનું પણ બંધ થયું. 

એક તળાવથી થયેલા ફાયદા પછી અમે ગામનું બીજુ તળાવ ગામની ભાગીદારીથી VSSMએ પાછુ ખોદ્યું. અને ગામે હવે ત્રીજુ તળાવ કરવા અમને વિનંતી કરી. 

અમે લોકફાળો કરવા વિનંતી કરી. માટી ઉપાડવા ઉપરાંત લોકફાળો કરશો તો તળાવ વધારે ઊંડુ થશેનું કહ્યું ને સૌ થોડી આનાકાની વચ્ચે સહમત થયા.

પણ ગામના આગેવાન ઉમેદભાઈ તેમજ યુવા સરપંચ રસીકભાઈએ કહ્યું, 'જો અમારુ આ ત્રીજુ તળાવ ખોદાઈ જાય તો અમારા ગામમાં અમારે બોરવેલ ચલાવવો નહીં પડે.. સ્મશાન યાત્રા એની કાઢી શકાય એવો સમય આવી જશે..'

ત્રીજુ તળાવ ખોદવા માટે આદરણીય આશીશભાઈ મહેતા - રાજાભાઈ (મેસર્સ કાન્તીલાલ છોટાલાલ) એ મદદ કરી એ માટે એમના ઘણા આભારી છીએ.. VSSM સાથે સંકળાયેલા આશિશભાઈ જેવા સ્વજનોના લીધે અમે પાછલા સાત વર્ષમાં 265 તળાવો ઊંડા કરી શક્યા છીએ જેનો વિશેષ આનંદ છે.. VSSM ના કામોમાં મદદ કરતા સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા... અને બનાસકાંઠામાં જળસંચયના કામો કરતી અમારી ટીમ નારણભાઈ, મહેશભાઈ, જોરાભાઈની કર્મઠતાને સલામ..

#MittalPatel #vssm #watermanagement #તળાવ #બનાસકાંઠા  #બોરવેલ #ગામ  #ભૂગર્ભ



Mittal Patel meets villagers of Raviyana Village

Mittal Patel discusses Water Management

Villagers at Water Management site

Ongoing third lake deepening work in Raviyana village

Ongoing Lake deepening work

Lake filled with Rainwater 

The pipeline for Narmada was also connected to the lake