Thursday, May 23, 2019

Honourable Home Minister Shri Pradeepsinh Jadeja listening to the plight of Bavri Community of Ramdevnagar...

Mittal Patel addressing the bavri community of Ramdevnagar
 Yesterday morning we received a call from the  Home Minister Shri Pradeepsinhji’s office, requesting us to come over  for a meeting to discuss the issue of Ramdevnagar and its ongoing agitation against drugs and alcohol that is been led by the courageous women of this ghetto.

VSSM team members and bavri community at Ramdevnagar
during meeting
9 women, VSSM’s president Shri Madhavbhai, respected Shri Bhagwankaka along with VSSM team members had a meeting with Home Minister Shri Pradeepsinhji.  At the meeting the women were applauded for raising their voice against the rampant spread of drugs and alcohol in their settlement while assuring them of strict actions to curb the nuisance of these vices.

Mittal Patel discussing the issues of Ramdevnagar with
Home Minister Shri Pradeepsinh Jadeja
During the meeting Shri Pradeeepsinhji expressed his desire to visit the settlement. We invited him over and at 5 o’clock in the evening he was at the Ramdevnagar settlement.  He patiently heard the plight of the women and assured strict action to completely curb the prevalent menace of alcohol and drugs.

“If  the police does not listen to you, do not hesitate to tell me!! The police, government, you all and the organisation are  in this together and will fight this collectively,” was his assuring promise.

Home Minister Pradeepsinh Jadeja addressing the crowd
We are grateful for the involvement of Shri Pradeepsinhji,  whose compassion combined with the important position he is holding can potential to work wonder.

It brings a sense of great relief and joy to learn that the administration is concerned about the well-being of the marginalised.

The women are happy. The  support they have received from the police and government has sent an assuring message that things will take positive turn for them.

We are hopeful the police and government administration will work to bring a complete stop to this menace.

Our gratitude to respected Shri Pradeepsinhji, Shri A. K. Singh – Police Commissioner and the officials supporting the cause.

More power to the brave women of Ramdevnagar who have decided to call enough is enough.

The images on the proceedings of the day…..

આપણા ગૃહમંત્રી શ્રી પ્રદીપસીંહજીની ઓફીસથી ગઈ કાલે રામદેવનગરની બહેનોના પ્રશ્ને મળવા આવો એવું કહેવા ફોન આવ્યો.

નવ બહેનો, સંસ્થાના પ્રમુખ માધવભાઈ, આદરણીય ભગવાનકાકા સાથે આજે અમે પ્રદીપસિંહજીને મળ્યા. એમણે આ દુષણને ડામવા તમામ કાર્યવાહી કરવાની ખાત્રી આપી તથા બહેનોને શાબાશી આપી.

એમની સાથેની વાતમાં એમણે સામેથી કહ્યું, મારે વસાહતમાં આવવું છે, અમે કહ્યું આવો અને સાંજે પાંચ વાગે તેઓ વસાહતમાં આવ્યા. આવીને બધી બહેનોને એમણે સાંભળી અને તેમને કોઈ તકલીફ ના થાય તે માટે દારૃ ગાંજો સદંતર બંધ થાય તે માટે કાયદાકીય રીતે તમામ સહયોગ મળશે તેવી ખાત્રી આપી.

તેમણે કહ્યું, પોલીસ ના સાંભળે તો પણ મને કહેજો હું છું સાથે. પોલીસ, સરકાર, સંસ્થા અને તમે એમ આપણે સૌ સાથે મળીને આ દુષણને ભગાડીશું.

આભારએક સંવેદનશીલ માણસ અને એય પાછા પ્રધાન બન્યા પછી ધારે તો શું કરી શકે તે અમે જોયું.

નાના માણસોની ચિંતા તંત્રને છે તેનો રાજીપો વ્યક્ત કરીએ છીએ.

બહેનો ખુબ રાજી છે.
બહેન અમને નિરાંત છે તુ જાગતી રે જે હો નહીં તો આ ફેર ચાલુ થઈ જશે એવીયે કેટલાયે ટકોર કરી.

અમે બહેનોને કહ્યું, સરકાર અને પોલીસ સાથે હોય પછી આપણને શાની ચિંતા હોય...
લાગણી રાખી બહેનોના પ્રશ્નોનું કાયમી સમાધાન આવે દારૃ ગાંજો સદંતર બંધ થાય તે માટે સરકાર અને પોલીસ કટીબદ્ધ થાય તેવી અપેક્ષા સાથે...
સાથે આદરણીય પ્રદીપસિંહજી, પોલીસ કમીશનર શ્રી એ.કે.સીંગ તથા અન્ય તમામ અધિકારી ગણનો આભાર..
ખાસ આભાર બહેનોનો કે જેમણે આ લડત માથે લીધી...
રામદેવનગરની વસાહતની મુલાકાત વખતના કેટલાક ફોટો

The police department chooses to be a friend in need for the nomadic women of Ramdevnagar

DCP , Mittal Patel with Ramdevnagar's Bavri Community
In a meeting with Additional Commissioner of Police Shri Amit Vishwakarma  and DCP Shri K. N. Damor there was an elaborate discussion on ways to tackle the rampant spread of alcohol and drugs in the Ramdevnagar settlement.







“Saheb, for the first time in life my husband and son handed me their day’s income. All this while,  it is my income that brought food on our plates.  Today was one of the happiest day of my life,” shared  an emotional  Lakshmben  who has lost her son to alcohol after he mistook acid for alcohol while  her husband and another son continue to remain severely  addicted to this demon.


Mittal Patel listening to nomadic women 
After the public demonstration, police personnel  have been taking rounds of the settlement, as a result the women  there are experiencing peace they have had forgotten since long. This and other such positive impacts they are experiencing because of the presence of the police were shared by the women with so much  joy in their voice. ‘It’s not just our men, we also fear the khakhi dressed men,’ they said. The police officials asked them not to fear the police and remain assured that the police is with them.

DCP listening to nomadic women
Jivi shared, “Saheb, my two brothers create a havoc every day after getting drunk. We all work hard to bring some money home. The situation back home was always frustrating. However, since yesterday they haven’t touched alcohol. For the first time they sat with us for dinner and the atmosphere at home was happy and cheerful.”

“DCP Saheb, please  send police to our settlement four times a day. We are extremely grateful to you. Yesterday we all had a peaceful sleep otherwise, every night there would be fight at some or other’s home….” The women went on and on, as  they had too many happy moments to be shared. The DCP assured they will definitely experience such peace every night.

We are extremely grateful to the police department  for the support.

These brave women of Ramdevnagar will now initiate to find alternate livelihoods for men of their settlement  who have been involved in trading alcohol and drugs. VSSM is all prepared to support them with this initiative.

The tremendous courage of our team member Madhuben and settlement leader Neniben in powering this campaign, our well-wishing friends who provided us their encouraging support, our friends in media for sharing the voice of these women,  we are grateful to you all. We salute the police for their support that has reinforced our faith in them.

The police force with Bavri community at VSSM
Snippets of a recently concluded meeting between DCP and Ramdevnagar’s Bawri community women.

પોલીસ મિત્ર બની રામદેવગનરની બહેનોની વાહરે આવી.

આજે એડીશનલ કમીશનર ઓફ પોલીસ શ્રી અમીત વિશ્વકર્મા અને ડીસીપી શ્રી કે એન.ડામોર સાથે એક બેઠક થઈ.

રામદવેગરમાંથી દારૃ અને ગાંજાના દુષણને દુર કરવા શું કરવું ક્યા પગલાં લઈ શકાય તેની વિસ્તારથી વાત થઈ.

પોલીસ બે દિવસથી વસાહતમાં ફરી રહી છે જેનાથી બહેનોને નિરાંત થઈ છે.

આજે સાંજે બહેનોને મળવા - સાંભળવા અને ખાસ કરીને અમે તમારી સાથે છીએ તેવું કહેવા ડીસીપી તેમની વચ્ચે આવ્યા અને બહેનોએ તેમની બધી મૂંઝવણ અને બે દિવસથી રામદેવનગરમાં પોલીસના ફરવાથી શું ફેર પડ્યો છે તેની વાત હરખા હરખાતા કહી.

ખાખી વરદીનો થોડો ડર લાગે છે તેવું પણ તેમણે કહ્યું અને ડીસીપીએ જરાય ડરવાની જરૃર નથી અમે છીએ સાથે તેવું પણ કહ્યું.

લક્ષ્મીબહેન કે જેનો જુવાન દીકરો નશામાં એસીડને દારૃ સમજીને પી ગયો હતો અને મૃત્યુને ભેટ્યો હતો, તેમનો બીજો દિકરો અને પતિ દારૃ પીવે છે એમણે ડીસીપી સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું,
સાહેબ જીંદગીમાં પહેલીવાર મારા -ઘરવાળાએ અને મારા દિકરાએ આજે જે કમાઈને આવ્યા એ મારા હાથમાં આપ્યા. બાકી હું જ એમને ખરાવું છું. મું બહુ રાજી છું. તો જીવીએ કહ્યું, સાહેબ મારા બે ભાઈઓ પીને એવી ધમાલ કરે મારી મા અને અમે બધા મજુરી કરીએ એમનાથી ત્રાસી ગયાતા. પણ કાલથી એણે દારૃને હાથ નથી લગાડ્યો. અમારી સાથે પહેલીવાર સાંજે ભેગા બેસી એણે ખાધુ. બહુ હારુ લાગે સે.

ડીસીપી સાહેબ અમારી વસાહતમાં દરરોજ ચાર ફેરા પોલીસ મોકલજો. સાહેબ અમે તમારા આભારી સીએ. કાલ અમે નિરાંતે ઊંધી હક્યા નહીંતો રાતના ચાર વાગ્યા હુદી આખી વસાહતમાં કોકના ન કોકના ઘેર ધમાલ ચાલતી જ હોય...
થાક્યા વગર બહેનો અવીરત બોલે જ જતી હતી. ડીસીપીએ એમને તમે રોજ નિરાંતે સુઈ શકશો તેવું કરી આપવાની ખાત્રી આપી.

આભાર પોલીસ વિભાગનો....

હવે જે લોકો દારૃ ગાંજાનો વેપાર કરતા તેમને સમજાવી તેમને નવા ધંધા તરફ વાળવાની અમારી બહેનો પહેલ કરશે.. VSSM તો આ માટે તૈયાર જ છે...
સૌ પ્રિયજનોએ અમારી હિંંમત વધારી. મિડીયાના મિત્રોએ મદદ કરી. અને અમારા કાર્યકર મધુબહેન અને વસાહતના લીડર નેનીબહેને ગજબ હીંમત દાખવી એ સૌને પ્રણામ...
અને પોલીસને સલામ...
ડીસીપી સાથે બહેનોની થયેલી બેઠકની તસવીરો...




Fighting spirit of the nomadic women of Ramdevnagar Settlement...

Mittal Patel with nomadic women during the public
demonstration against nuisance of alcohol & drugs
“We are at  now at our  ferocious best,  prepared to fight till it lasts…”

The women of Ramdevnagar and our team member Madhuben were the stars of the demonstration….

They have  given a new slogan…

Ame thaya Bhavani, Daru have Javani  ( we have turned into Goddess Bhavani - the ferocious one. Hence, the alcohol is now on its way out )

Hoping that this slogan come true….

The picture reflects  our  fighting spirit during the public demonstration against nuisance of alcohol and drugs.


લડાયક મૂડમાં....

રામદવેનગરની બહેનોએ અને અમારા કાર્યકર મધુબહેને રંગ રાખ્યો..

ભવાની થઈ બહેનો હવે લડવાની..

બહેનો કહે છે, અમે થયા ભવાની દારૃ હવે જવાની...

બહેનોએ આપેલું આ સૂત્ર સાકાર થાય તેવી પ્રાર્થના...

#VSSM #MittalPatel #VSSMMittalPatel #Campaign #alcohol #antiweed #antialcoholcampaign #huamanrights #advocacy #noalcohol #toughfight #womensrights #noviolence #violenceagainstwomen


VSSM is glad to have the support of the police department...

Nomadic women spoke their heart before the present
media

To our great relief the public demonstration by women of Ramdevnagar settlement against the rampant prevalence and addiction to alcohol and drugs within their families was accomplished peacefully. Initially, there was some resistance from the police department against this public program to demonstrate the outrage nonetheless, they decided to remained present during the program and helped us carry it out without any untoward incident.


Nomadic women during rally at ramdevnagar
settlement
Ms. Jadeja, PI- Satellite Police Station has our gratitude. After remaining present during the program she promised us to partner with many more of such demonstrations and programs.

We are also grateful to our friends in the media for their support. The agitating women spoke their heart before the present media to help us all understand the gravity of the issue.

Nomadic women during rally at ramdevnagar
settlement
“This needs to be a continuous effort, a movement and we all are prepared to fight it out till the end!” was the prevalent mood amongst these women.

Nomadic women during rally at ramdevnagar settlement
Just before the program Neniben, who had played a leading role in this entire initiative was deeply shaken. She feared the alcoholics and other vested interests would kill Madhuben, VSSM’s valiant team member  who tirelessly works with the community of Ramdevnagar and other urban settlements.  Neniben telephoned us half an hour to the program and cried narrating her fears.

However, during the program she was an icon of strength and courage inspiring fellow women to come forward and fear nothing.

Nomadic women during rally at ramdevnagar settlement
It was an accepted fact that many women who participated in the demonstration would be either beaten or physically abused by their addicted spouses, ‘whatever the outcome, we will not sit quite and tolerate this nuisance.’ We salute all these women who braced the opposition from within their families and came forward to voice their anger and discontent.
Mittal Patel with nomadic women at ramdevnagar settlement
“I am not someone to be satisfied with little, I want more, I want this movement against alcohol and drugs  to spread in other ghettos of Ahmedabad. Once our gang of Pink and Blue is we will march ahead to  spread into other areas!!” says Madhuben, one of our most courageous team member.

The tireless efforts Madhuben puts in has all our support and salutations.

Nomadic Women with plaque cards during the protest
If we keep the momentum on there might be an end to all these issues aching the poor. Hence, another program is being planned for coming week.


આખરે દારૃ ગાંજાની વિરોધનો કાર્યક્રમ સુખરૃપ પાર પડ્યો. પોલીસે મંજુરી નહોતી આપી. પણ પોલીસ આવી અને સુખરૃપ કાર્યક્રમ કરવામાં મદદ પણ કરી. 
સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઈ. મીના બા ઝાલા બહેનનો આભાર.. એ પણ કાર્યક્રમથી પ્રભાવીત થયા અને હવે સાથે રહીને આગળના કાર્યક્રમ કરીશું તેવું તેમણે કહ્યું. આભાર બહેન..

Nomadic Women with plaque cards during the protest
મિડીયાના સૌ મિત્રોનો આભાર. મિડીયાાના મિત્રો પાસે બહેનોએ પોતાની કાલીઘેલી ભાષામાં એમની પીડા વર્ણવી.

'બહેન સતત લડવું પડશે અને આપણે લડીશું' એવી તૈયારી બધીએ બહેનોએ બતાવી.

Nomadic Women with plaque cards during the protest
અમારા લીડર જેવા નેનીબહેન થોડા ડરી ગયેલા. મને અને આ બહેનો સાથે સતત કામ કરતા અમારા બાહોશ કાર્યકર મધુબહેનને આ લોકો મારી નાખશે એવો તેમને ભય હતો. આજે કાર્યક્રમના અડઘા કલાક પહેલાં ફોન કરીને ખુબ રડ્યા પણ ખરા.

Nomadic women protest against the rampant prevalence and
addiction to alcohol and drugs
છતાં તેમણે હીંમત દાખવી અને તેમને જોઈને વસાહતની અન્ય બહેનોએ પણ હિંમત દાખવી.
કેટલીયે બહેનોને આજે એમના ઘરવાળા કે જે વ્યસની છે તેઓ માર મારશે કે બીજી રીતે હેરાન કરશે. પણ તેમણે કહ્યું, જે થાય તે હવે સહન નથી થતું બસ બધુ બદલવું છે...ડર્યા વગર ઘરવાળાનો વિરોધ સહન કરીને પણ બહાર આવેલી બહેનોને પ્રણામ..

Mittal Patel with the nomadic women of  Ramdevnagar
settlement
મધુબહેન અમારા પાયાના કાર્યકર મને કહે બેન મને ઓછુ નથી ખપતુ આપણે હજુ બીજી વસાહતોમાં દારૃ ગાંજો બંધ થાય તે માટે લડીશું. આપણી આ વાદળી સાથે ગુલાબી ગેંગ બરાબર તૈયાર થઈ જાય પછી અમદાવાદના વિચરતી જાતિઓની અન્ય વસાહતોમાં આ બધુ બંધ કરાવીશું..

થાક્યા વગર કામ કરનાર મધુબહેનની જીગરને સલામ કરવા પડે..

Mittal Patel and Nomadic Women during press conference
at VSSM
આવતા અઠવાડિયે પાછો કાર્યક્રમ કરીશું. એક દબાણ કાયમ રહેશે તો આ બધુ બંધ થવાનું એ નક્કી...

#VSSM #MittalPatel #VSSMMittalPatel #Campaign #alcohol #antiweed #antialcoholcampaign #huamanrights #advocacy #noalcohol #toughfight #womensrights #noviolence #violenceagainstwomen

Nomadic Women of Ramdevnagar settlement plan a public demonstration to show their anger against the nuisance of alcoholism and drugs that is ravaging their families...

Mittal Patel along with the nomadic women during press
conference at VSSM

On May 20th 2019 women staying at Ahmedabad’s Ramdevnagar settlement, belonging to Bavri community have planned a public demonstration to show their anger against the nuisance of alcoholism and drugs that is ravaging their families. It is a  peaceful  public demonstration. Yet the police has refused to support the call asking us to refrain from planning  any such program. We have failed to understand their reason behind denying their support.

Mittal Patel with the nomadic women of Ramdevnagar
settlement

The women of Ramdevnagar are struggling to mend their shattered homes. They are trying to prevent their young boys falling prey to one of the deadliest addiction there is – drugs. Isn’t it a right thing to do when you are a wife or a mother of an addict, when you see your children die a slow death. Everyone strives for a happy home and healthy family. So as these poor women are working to mend their broken homes why prevent them from doing so??

The police are arguing that the agitation will affect the law and order situation in the area. Again, when we have the police support won’t  it be easy to maintain law. Why worry?? The police need to stand beside them as their protectors.

If we decide to stand with the people struggling to bring a positive change within their communities it is for sure that there will be no need for programs like ‘Suraksha Setu’.

We also call upon the civil society to come in support of these women. It is time we acknowledge their presence amidst us and accept them as one of us.

Hope the police department treats this event positively, as a way forward.
Click link below for the video:
https://www.facebook.com/mittal.patel.5836/videos/10205949417411574/

આ વીડિયો એકવાર સાંભળવા અને શેર કરવા વિનંતી...

તા.૨૦ મે ૨૦૧૯ ના રોજ અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં રહેતી બાવરી સમુદાયની બહેનો પોતાના ઘરમાં ઘૂસી ગયેલા દારૂ અને ગાંજા ને તિલાંજલિ આપવા સાંજે ૫ થી ૭ માં અહિંસક લડત લડવાની છે. 
પોલીસ આ કામમાં સહયોગ આપે એ માટે અમે પોલીસને જાણ કરી પણ પોલીસ આ કરવાની નાં પાડે છે. કારણ સમજાતું નથી.
મારું ઘર મારે ઠીક કરવું છે અને એ અધિકાર દરેકનો છે તો પછી રામદેવનગર માં રહેતી બહેનોને એમનું ઘર ઠીક કરતા પોલીસ કેમ રોકે છે? 
પોલીસ કહે છે કાયદો વ્યવસ્થા નહિ જળવાય. અરે ભાઈ તમે અમારી સાથે ઊભા રો પછી તો કાયદો વ્યવસ્થા નહિ જળવાય એવી બીક નહિ રહે ને?

રક્ષક બની આં બહેનોની વહારે આવે એ પોલીસ... 
બદલાવ માટે તૈયાર થનાર ની પડખે રહીશું તો પછી સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો નહિ કરવા પડે એની ખાત્રી...
સમાજને પણ આહ્વાન આ બહેનોના ટેકામાં આવવા. આ લોકો પણ મારા તમારા જેવા આપણામાં ના એક છે. 
આશા રાખું પોલીસ આ કાર્ય હકારાત્મક લે...




Lakshmiben bavri talks about her grief...

Nomadic women during rally at ramdevnagar settlement

“One night my drunk son mistook acid for alcohol and drank it. The alcohol addiction had taken such huge toll on him. That was the last night we saw our son alive. Young boys who are supposed to be pole bearers for their parents are dying and we have to carry their bier. It is extremely  shattering for us.” Lakshmiben Bavri was emotional narrating her plight as alcoholism and drug addictions take away their young sons.


Women with plaque cards during the protest
The women across the entire ghetto of Ramdevnagar share similar plight and demand strict enforcement of the law to prevent their men falling prey to alcohol and drugs. It is not just our children, young boys from various localities and backgrounds come to our settlement to buy marihuana. The drug is destroying them all.

We have raised our voice against it for long. We have even called the police to arrest our husbands and sons, but these men refuse to change. The police instead of arresting just fines them. What should we do?? We are so fed up with this everyday struggle.

Since last 15 days the women staying in Ahmedabad’s Ramdevnangar area have launched a campaign to drive away alcohol and drugs from their settlements.

“We are prepared to show our most fiery avatar, but this time we will not rest until we drive these two menace away from our locality,” says Neniben.

On May 20th 2019  between 5 to 7 pm, the women of Ramdevnangar have decided to come together and publicly show their anguish against the rampant spread of alcoholism and drugs in their ghetto and the weak laws and enforcement.  They plan to raise their voice so high that it falls to the deaf years of the enforcement authorities.  They plan to  congregate at Ramdevnagar Cross Roads, Near Sadvichar Parivar Campus, Satellite Police station.

These women who are wives, mothers, grand-mothers have decided to come together and demand a change, it is a long battle  but they are prepared to pour in  their strength.

It would be an encouraging gesture if you could join them and stand with them in solidarity.

Do listen to the video clipping in which  Lakshmiben talks about their struggle...
https://www.facebook.com/mittal.patel.5836/videos/10205945515794036/

મારા દિકરાને દારૃની એવી લગ લાગી કે રાતના દારૃ પીને ઘેર આવ્યા પછી એસીડને દારૃ સમજીને પી ગ્યો અને એ મરી ગ્યો. અમને કાંધ આપવાની હોય એવી ઉંમરે અમારે એને કાંધ આપવી પડી - લક્ષ્મીબેન બાવરીએ ભારે હૈયે આ વાત કરી.

અમદાવાદના રામદેવનગરમાં રહેતી બધી બહેનો એક જ વાત કરે, બેન દારૃ ગાંજાથી અમને છોડાવો અમારા છોકરાં બગડી રહ્યા છે. અમારા છોકરાં સિવાય પણ બહારથી જુવાન છોકરાં વસાહતમાં ગાંજો લેવા આવે છે અને એ બધાય બરબાદ થઈ રહ્યા છે.

અમે ખુબ વિરોધ કર્યો. અમારા છોકરાં અને ધણીને તો પોલીસ બોલાવીને પકડાવીયે દીધા છે તોય એ સુધરતા નથી. 
પોલીસ પણ દારૃ ગાંજો વેચવાળાને પકડવાની જગ્યાએ અમને દંડે છે. શું કરીએ? હવે થાક્યા છીએ.

પંદર દિવસથી અમદાવાદના રામદેવનગરમાં રહેતી બાવરી સમુદાયની બહેનોએ દારૃ ગાંજો વસાહતમાંથી ભગાડવા ઉપાડો લીધો છે.

નેનીબહેન તો કહે હવે અમે ભવાની થવાના પણ હવે આ બંધ કરાવી પાર મૂકીશું.

શું કરવું બહેરા કાને આ અવાજ પહોંચે એ માટે અમે તા.20 મે 2019ને સોમવારના રોજ સાંજના પાંચ થી સાતમાં દારૃ ગાંજાની વિરોધમાં જાહેર દેખાવ કાર્યક્રમ રામદેવનગર ચાર રસ્તા પાસે, સદવિચાર પરિવારની સામે, સેટેલાઈટ પોલીસ સ્ટેશનની આયોજીત કર્યા છે.

બહેનો બદલાવ ઈચ્છે છે, લડત લાંબી છે પણ થાક્યા વગર બહેનો લડશે તો સફળ થવાના એ નક્કી. 
આ બહેનોના સપોર્ટમાં તમે જોડાશો તો રાજી થઈશું...
વિડીયોમાં લક્ષ્મીબહેન પોતાની વાત કરી રહ્યા છે. સમય કાઢી વિડીયો જરૃર જોજો....
#VSSM #MittalPatel #VSSMMittalPatel #Campaign #alcohol #antiweed #antialcoholcampaign #huamanrights #advocacy #noalcohol #toughfight #womensrights #noviolence #violenceagainstwomen



Kankuben bavri shares her heart wrenching story...

Mittal Patel discussing problems with the women of
Ramdevnagar settlement
It is heart wrenching to listen to Kankuben a mother who witnesses his son dying a slow death narrate, “my son has few months to live, his severe addiction to alcohol and marijuana will soon kill him. Everyone knows where to find alcohol and marijuana in Ramdevnagar , then why don’t we  have a law to prevent that!”

“We have lost our husbands and sons to these addictions however, we refuse to see the same plight for our grandsons. If you support us we are ready to fight these evils that have destroyed our community from within. We are also prepared to show our fiery avatar to bring an end to this!”

The families of these women are convincing them to not speak up, remain quite. The ones who speak up have been victims of domestic violence. But they do not wish to keep quite.

They want freedom from these evils that are consuming the youth and working adults of their community.
Nomadic women during rally


As members of civil society it is our responsibility to stand besides the women who are fighting one of the most rampant issues of our ‘dry state’.

The women from Ramdevnagar are planning to publicly voice their plight  on May 20th 2019 between 5 to 7 PM and let the world enough is enough. The mothers,  who have lost their men to addictions are also prepared to warn the enforcers of law to do their job well with honesty and integrity.

એક મા કહે છે કે, મારો દીકરો હવે માંડ ત્રણ ચાર મહિના જીવશે. આ દારૃ અને ગાંજાએ એને બરબાદ કરી દીધો. મારી નજર સામે જ અમારે એને ધીમે ધીમે મરતો જોવાનો... કંકુબહેન ભાટી(મારવાડી દેવીપૂજક)

કંકુબહેન કહે છે કે, બધા જાણે છે રામદેવગનરમાં દારૃ અને ગાંજો ક્યાં વેચાય છે તો પછી એની સામે કાયદો કેમ નથી થતો.

લક્ષ્મીબેન કહે છે, અમારા ધણી અને દીકરા તો દારૃ અને ગાંજામાં પડી ગ્યા છે પણ દીકરાના દીકરા અમારા પોતરાને આ લત નથી આલવી એટલે હવે લડવું છે... તમે સાથ આપો..

અમે ભવાની બનીને લડીશું...

ભવાની બનેલી બહેનોને ઘરના જ આ બધુ ના કરવા સમજાવી રહ્યા છે. ક્યાંક ના સમજનાર બહેનોને માર પણ પડ્યો છે પણ આ બહેનો કહે છે હવે નહીં છોડીએ.

અમારે આમાંથી મુક્તિ જોઈએ છે બસ.....

સમાજ તરીકે આપણે આ બહેનોની પડખે રહીએ...
સોમવારના તા.20 મે 2019ના રોજ સાંજના 5 થી 7માં રામદેવનગર, અમદાવાદમાં આ બાબતે બહેનો દેખાવ કરવાની છે...

અને લાગતાવળતા સૌને કહેવાની છે હવે નહીં ચલાવીએ. કાયદો વ્યવસ્થા સાચવવાવાળા હવે ચેતજો નહીં તો તમનેય નહીં મૂકીએ એવી લાલ આંખ હવે દારૃ અને ગાંજામાં જીવથી જેમણે દીકરો ગુમાવ્યો છે તેમણે કરી છે...
#VSSM #MittalPatel #VSSMMittalPatel #Campaign #alcohol #antiweed #antialcoholcampaign #huamanrights #advocacy #noalcohol #toughfight #womensrights #noviolence #violenceagainstwomen