|
Mittal Patel meets GangaMa |
“Why would you ask for a ration from us when others in the village are taking good care of you and providing ration to you as well?!”
“I am from this village, the people who provide feel the burden in doing so, they do not tell me so, but I can comprehend. There is a sense of awkwardness when we meet almost daily. While you outsiders, I will not be meeting you daily, so there is a little ease in asking from you!!”
Benap’s Gangama effortlessly eased off the burden of taking and giving. Of course, giving and helping the poor has never been a burden for us.
Gangama’s husband passed away seven years ago, living behind Gangama and their son Sendhabhai who suffered some mental issues.
As age progressed, Gangama began experiencing physical challenges and mobility issues, requiring her to depend on the villagers to provide her. The residents of Benap are a generous lot especially, its sarpanch Paragbhai and other leaders. The moment Ganagama went and stood before them they would provide grains, pulses, milk, buttermilk even before she would ask for help. Once we began providing her with the ration kit, it brought her peace, she need not have to worry about bringing food to her plate. While we were taking her leave she remarked, “Instead of Bajri flour give us the grains, I will get it milled. These flour suppliers adulterate it a lot.”
I liked the way Gangama instructed us with much authority, she considered us her own. “Sure we will send Bajri instead of flour,” we assured her before leaving Benap.
VSSM’s team takes good care of such needy elderly. Gangama is looked after by our Bhagwanbhai. VSSM is fortunate to have such hardworking and compassionate team members.
We are grateful to all of you who help us support 165 such needy elderly. It has helped us bring peace and wellness to these elders during the fag end of their lives.
ગામના સૌ તમારુ ધ્યાન રાખે અનાજ પણ આપે તો પછી તમે અમારી પાસેથી રાશન કેમ માંગ્યું?'
'મુ આ ગોમની કેવરવું. જીમની પાહે મોહુ ઈમન મન જોઈન્ ભાર લાગ્. એ બચારા ના નઈ પાડતા પણ મારુ મન બહુ કચવાય. પણ તમે તો બારના. તમારી પાહે મોગી હકાય અને આપણે ચો રોજ રોજ મળવાના. એટલ તમન્ ક્ મન કોઈ ભાર ના રે..'
કેવી સરસ વાત બેણપના ગંગામાને માંગવાનો ને અમને આપવાનો ભાર ન રહે..
આમ જુઓ તો અમે નિમિત્ત હતા એટલે ભાર તો અમનેય શાનો રહે...
ગંગામાંના પતિ સાત વર્ષ પહેલાં ગુજરી ગયા. પરિવારમાં એક દિકરો સેંધાભાઈ પણ એમની માનસીક સ્થિતિ ઠીક નહિ .
ઉંમર થતા હાથ પગ ચાલતા બંધ થયા. ગામની ઓશિયાળી વેઠવાની થતી. જોકે બેણપ ગામ સરસ ને એમાંય સરપંચ પરાગભાઈને એમના જેવા બીજાય ઘણા દયાવાન. ગંગામા એમની પાસે જઈને ઊભા રહે તો માંગ્યા વગર લોકો બાજરી, મગ, દૂધ, છાશ આપી દે..પણ અમે રાશનકીટ આપવાનું શરૃ કર્યું પછી એમને ઘણી શાંતિ થઈ ગઈ...
એમને મળીને અમે નીકળી રહ્યા હતા ત્યાં એમણે કહ્યું, 'બાજરીના લોટ કરતા આલીખા બાજરી આલજો. આ લોટવાળા મારા બેટા ભેળશેળ કર. એટલ દળાબ્બાનું મુ કરી લઈશ. ઈની ચિંત્યા તમે ના કરતા..'
કેવા અધિકારથી ગંગામા વાત કરે મને ખુબ ગમ્યું.. હવેથી બાજરી આપીશુંની કહી અમે બેણપમાંથી વિદાય લીધી.....
અમારા કાર્યકરો આવા માવતરોનું ખુબ ધ્યાન રાખે ગંગામાનું ધ્યાન અમારા ભગવાનભાઈ રાખે...આવા સરસ કાર્યકરો મળવા એ પણ નસીબ...
ને ગંગામા જેવા 165 માવતરોને રાશન આપવામાં મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર... એમના સહયોગથી જ આવા માવતરોને જીવનના અંતિમ તબક્કામાં સાતા આપવાનું કરી શકાય છે.
#MittalPatel #vssm
|
Gangama talks with Mittal Patel |
|
GangaMa with her ration kit provided by VSSM |