Tuesday, November 15, 2022

VSSM could link 70 elderly widows living in Kheda to the government’s widow pension scheme...


Mittal Patel meets elderly ladies of Dabhan village

If you were required to survive an entire month on Rs. 1250, would you be able to manage

I recently met many elderly ladies living in  Kheda’s Dabhan village, and these facts surfaced during our conversation.

The older women in the picture had come to thank us for our support. All these women are widows; it has been years since their husbands’ death, from as less as three years to as long as 40 years, but none of them is receiving any widow pension. 

“We do not like to stretch our hands for food or our basic needs, but we have no choice. I have a son, but he does not want to support me. I used to work as agriculture labor, and domestic help, but with age catching up, no one prefers to employ us.” Dahi Ma tells me.

She would manage and ask for financial help only under dire conditions. “Sometimes, I would sleep hungry, but the Rs. 1250 I receive has made  life a little tolerable.” I felt numb, was at loss of words after listening to such heart-wrenching narration.

The District Collector of Kheda is a sensitive individual, and as a result of his support, we could link 70 elderly widows living in Kheda to the government’s widow pension scheme.

Kamla ba was in tears while sharing her plight. The names of most of these Ba are on the ration cards with their sons, we require these ration cards to file applications for separation of cards, but the sons still need to be ready to give us the cards. They would rather see their mothers suffer instead of give us the required documents.

After witnessing the plight of these and many other elderlies, I urge families yearning for a male child to come and meet these elders. The interaction will change your perspective towards an insistence on birthing a son to support them during their old age. 

VSSM’s Rajnibhai is a great support to these elderlies, who come and share their anguish. Rajnibhai also takes them in his auto to run errands. The Ba would shower blessings for his thoughtful gestures.

If the revenue officer and Gram Sevak are committed to ensuring that help reaches the needy, there would be no destitute.

We are grateful to  Shri Pratulbhai Shroff of Dr.  K. R. Shroff Foundation for his continued support to enable us to carry our  Human Rights pursuit

1250માં આખો મહિનો કાઢવાનો?

વિચારમાત્રથી અઘરુ લાગે ને?

પણ ખેડાના ડભાણમાં રહેતા કેટલાક બાને હું મળી. એમની સાથે ઘણી વાતો થઈ એમાં એમણે આ કહ્યુ. 

આમ તો ફોટોમાં દેખાય એ બધા બા મારી પાસે ફરિયાદ કરવા નહી પણ આભાર માનવા આવેલા. તેમના પતિને ગુજરી ગયે ઘણો વખત આમ તો કોઈના પતિ ત્રણ વર્ષ તો કોઈના પતિને ગયે ચાલીસ વર્ષ થયેલા છતા તેમને વિધવા સહાય મળતી નહોતી. 

ડાહી માએ કહ્યું, 'આમ તો મફતનું કોઈ પાહે માગવું ગમે નહીં પણ શું કરીએ મજબૂરી છે. દિકરો છે પણ એ એમનું કરે, કોઈ મદદ ન કરે. ખેતરમાં મજૂરીએ કે વાસણ ઘસવાના કામે પહેલાં જતા પણ હવે અમારા જેવા ઘરડાને લઈ કોણ જાય? એટલે હખે ડખે જેમ તેમ ચલાવતા. ના ગમે તોય છોકરા સામે હાથ લાંબો કરવો પડતો. ક્યારેય પેટ કાપવું પડતું(ભૂખ્યા રહેવું પડતું)  પણ હવે આ 1250 મળતા થયા તે હખ થઈ ગ્યું. 

બાની આ વાત સાંભળી મન શૂન્ય થઈ ગયું. શું કહું?

ખેડા કલેક્ટર શ્રી બાચાણી સાહેબ ભલા અધિકારી. તેમની મદદથી અમે ખેડામાં રહેતા આવા 70 થી વધુ બાઓને છેલ્લા એકાદ વર્ષમાં વિધવા સહાય આપવી શક્યા.

કમળા બા તો પોતાની કથની કહેતા કહેતા રડી પડ્યા. દિકરાઓ ભેગા રેશનકાર્ડમા બાઓનું નામ. એ રેશનકાર્ડ છુટુ થાય તો અંત્યોદય કાર્ડ માટે બાની અલગ અરજી કરી શકીએ. પણ દીકરા કાર્ડ આપવા તૈયાર નહીં. કેવી કરુણતા...

દીકરો ઘડપણની લાઠી, દીકરા જોઈએ જ એવી માનસીકતા ધરાવતા સૌએ આ બાઓને મળવા જેવું.. છતે દીકરે કેટલાક તો સાવ ઓશિયાળા.

અમારા કાર્યકર રજનીભાઈનો આ બધાને ઘણો સધિયારો. એમની પાસે આ બધા ગમે ત્યારે આવીને પોતાનું હૈયુ ઠાલવી શકે. વળી જરૃર પડે રજનીભાઈ એમની રીક્ષામાં કોઈ ભાડુ લીધા વગર બાને જ્યાં જવું હોય ત્યાં લઈ પણ જાય. તે બધા બા રજનીભાઈને ખુબ આશિર્વાદ આપે.. 

વિધવા સહાય મેળવવા આ બધા બાને ઘણી રાહ જોવી પડી.

પણ જો તલાટી અને ગામમાં રહેતા ગ્રામસેવક આ પ્રકારની સહાય માટે કટીબદ્ધ થાય તો ગામમાં રહેતા ખરેખર જરૃરિયાતમંદ એક પણ વ્યક્તિ સહાયથી વંચિત ન રહે. 

માનવ અધિકારનું આ કાર્ય કરવા માટે અમને  ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ મદદ કરે તેમની લાગણી માટે આભાર..

#MittalPatel #vssm


The older women in the picture had come
to thank us for our support

Mittal Patel with VSSM's Rajnibhai and elderly ladies who
come to thank us for our support


No comments:

Post a Comment