Thursday, October 17, 2024

The VSSM-Villagers's partnership has been instrumental in planting 12,000 trees in Changda village....

Changda Villagers welcomes Mittal Patel with flowers

Did you know that in the last 8 lakh years, the amount of carbon dioxide in the atmosphere has not increased as much as it has in recent years? The atmosphere is getting polluted, and we are inhaling this polluted air every day.

The government and organizations like ours talk about creating oxygen parks and take pride in contributing to environmental improvement, but the reality is that such small efforts won’t be enough to fix the situation. To ensure that future generations can survive, millions of trees need to be planted—that is certain.

However, if everyone makes small efforts, improving the situation is not impossible. We are establishing gramvans (community forests) in North Gujarat. With the help of various volunteers, we are growing 1.25 million trees in 225 gramvans.

This year, the GIA company from Mumbai helped us plant 31,000 trees. With their support, we established a gramvan with over 10,000 trees in Changda village. The employees of GIA held a tree worship program at the cemetery, and everyone enthusiastically participated in planting trees.

In Changda village, a substantial amount was contributed for fencing. The largest contribution was made by the village's Shantibhai, who donated ₹100,000. When such enjoyable partnerships happen in the village, the work truly flourishes. Other villagers also helped in planting trees at the cemetery. The youth of the village assisted in building a water tank and installing steel poles for the cemetery as well.

Such community participation in collective efforts makes volunteers associated with organizations like VSSM happy when working on gramvan or water conservation projects. Moreover, when there’s partnership, accountability also increases.

This accountability was clearly visible in Changda. We are properly maintaining the gramvan of 12,000 trees established with the help of Rosy Blue Pvt. Ltd. Seeing their maintenance encouraged us to start another gramvan in the cemetery with the help of GIA.

The villagers have shown a commitment to plant 100,000 trees in their village and have promised to provide possible assistance. If every village prepares like Changda, our land will become green—that’s for sure.

GIA is not only helping with tree planting but also with water conservation efforts, for which we are very grateful.

તમને ખબર છે પાછલા 8 લાખ વર્ષોમાં વાતાવરણમાં જેટલો કાર્બન ડાયોક્સાઈડ ભેગો નહોતો થયો એટલો પાછલા કેટલાક વર્ષોમાં થયો.. વાતાવરણ પ્રદુષીત થઈ રહ્યું છે ને પ્રદુષણવાળી હવા આપણે રોજ શ્વાસો શ્વાસમાં લઈ રહ્યા છીએ.

સરકાર કે અમારા જેવી સંસ્થાઓ ઓક્સિજન પાર્ક બનાવ્યાની વાતો કરી પર્યાવરણને સુધારવામાં ક્યાંક નાનકડુ યોગદાન આપ્યાનો હરખ લે પણ સ્થિતિ આટલા નાનકડા કામથી સુધરવાની નથી એ હકીકત. આવનારી પેઢી હખેથી રહી શકે એ માટે  કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવા પડશે એ નક્કી..

જો કે સૌ નાનકડો પ્રયત્ન કરે રાખે તો સ્થિતિ સુધારવી અશક્ય પણ નથી. અમે ઉત્તર ગુજરાતમાં ગ્રામવનો ઊભા કરીએ. વિવિધ સ્વજનોની મદદ કરેલા 225 ગ્રામવનોમાં 12.50 લાખ વૃક્ષ ઉછરી રહ્યા છે ને ઘણા સ્વજનો આ કાર્યમાં મદદ કરે છે.

મુંબઈની GIA કંપનીએ આ વર્ષે 31,000 વૃક્ષો વાવી ઉછેરવા અમને મદદ કરી. એમની મદદથી અમે બનાસકાંઠાના ચાંગડાગામમાં 10,000 થી વધુ વૃક્ષોનું ગ્રામવન કર્યું. GIA ના કર્મચારીગણના હાથે સ્મશાનમાં વૃક્ષ પૂજન કાર્યક્રમ રાખ્યો. સૌએ હોંશથી વૃક્ષો વાવ્યા.

ચાંગડા ગામે તાર ફ્રેન્સીંગ માટે ઘણી મોટી રકમ ફાળા પેટે આપી. સૌથી મોટુ અનુદાન ગામના શાંતીભાઈએ રૃા. 1 લાખનું આપ્યું. આવી મજાની ભાગીદારી ગામમાં થાય તો કામ કેવું દીપી ઊઠે.. સ્મશાનમાં વૃક્ષો વાવવા ગામના અન્ય સ્વજનોએ પણ એમનાથી શક્ય મદદ કરી. પાણીની ટાંકી બનાવવા તેમજ સ્મશાનમાં સ્ટીલની નનામી માટે પણ ગામના યુવાનોએ મદદ કરી.

સામૂહીક કાર્યો માટે ગામોની આવી સહભાગીતા થી ગામમાં ગ્રામવન કે જળસંચયના કાર્યો માટે મદદ કરનાર VSSM સાથે સંક્ળાયેલા સ્વજનો પણ રાજી થાય. વળી ભાગીદારી હોય તો જવાબદેહીતા પણ વધે... 

ચાંગડામાં આ જવાબદેહીતા બરાબર જોઈ. અમે રોઝી બ્લુ પ્રા લી. કંપનીની મદદથી કરેલું 12000 વૃક્ષોનું ગ્રામવન ગામ બરાબર સાચવે. એમની સાચવણી જોઈને જ આ બીજુ ગ્રામવન ગામના સ્મશાનમાં GIA  ની મદદથી કર્યું. 

ગામલોકોએ તો પોતાના ગામમાં 1 લાખ વૃક્ષો વાવવાની કટિબદ્ધતા દાખવી ને શક્ય મદદ પણ કરશેનું કહ્યું.

દરેક  ગામ ચાંગડા જેમ તૈયાર થાય તો આપણી ધરા હરિયાળી થઈ જાય.. એ નક્કી..

GIA એ વૃક્ષ વાવી ઉછેરવાની સાથે સાથે જળસંચયના કાર્યોમાં પણ એમને મદદ કરી રહ્યા છે એમનો ઘણો ઘણો આભાર..

#mittalpatel #climatechange #environment #vssm #gujarat #explorepage #greenearth #pujan


Mittal Patel with villagers going for tree worship program

Mittal Patel along with GIA employess for tree worship
program in Changda

Mittal Patel discusses tree plantation wirth villagers

Mittal Patel with VSSM coordinator Naran Raval appreciates
the efforts of Changda villagers

Mittal Patel and others at Changda tree plantation program

Mittal Patel with GIA Employess at Changda Tree Plantation
Program


No comments:

Post a Comment