Hathibhai Raval of Umari Village stands on a place where they once lived with their family - No traces remaining |
“Look at the vast span, this is where my farm was, it has now turned into a river bed!! During the floods, we took refuge on trees and watched in distress as water swept away our homes with everything in it, our neem trees, everything!! We were planning to install a bore-well and all the required material we had bought the motor, pipes and likes was swept away as well. This land is ruined, it will never be the way it was, not even after 15 years…. Water melons and musk melons is all we can think of growing!” The apathy of the Rawal and Devipujak families of #Umri village was so harsh it could move you to tears….
“In our entire lives, we have never asked for help from anyone and now we need to extend our hands for tarpaulin, food and grains. We were the ones helping others and now we need to rely on charity and support of others!!”
Another Raval Family before his so called house Swamped in Flood Silt |
The families are tremendously worried about their future, they are clueless on how to go about and face the consequences of this unprecedented natural calamity, with grace and dignity. They were requesting us to find jobs for their young boys.” The natural disasters of such magnitude do not distinguish between the rich and poor, they simply destroy everything that comes in its path.
We are committed to help these 35 families whose lives have been reduced to living under tarpaulin, rebuild their homes and livelihoods while making sure their dignity remains intact!!
'મારુ અહીંયા ખેતર હતું આજે નદીનો પટ થઇ ગયો. ત્રણ દિવસ ઝાડ માથે બેઠા રહ્યા ને અમારી નજર સામે જ અમારું ઘર, ખેતર અને ઘર આગળ ઉગાડેલા લીમડા ને બીજુ બધું જતું રહ્યું. ખેતીની જમીન હતી એટલે બોરવેલ કરાવવાની હોંશ કરી. પાઇપો, મોટર બધું લાવ્યા હજુ કાલ તો બોરવેલ માટે રિંગ આવવાની હતી ને એની પહેલા પાણી ધસમસતું આવ્યું ને બધું લઇ ગયું. 15 વર્ષ મહેનત કરીયે ને તોય આ જમીન ખેતી લાયક નહિ બને. તરબૂત અને ટેટી પાકે એવો નદીનો ભાઠો થઇ ગયો.'
ઉમરી ગામના રાવળ અને દેવીપૂજક પરિવારોની આ દશા.
'કોઈ દિવસ કોઈ સામે હાથ લાંબો નહોતો કર્યો. અમારી પાસે જમીન હતી પણ હવે અનાજ અને તાડપત્રી માંગવી પડી.'
રાજાને રંક બનાવી દેતી કુદરત આગળ આપણે લાચાર... કેમના બેઠા થશું એ ચિંતા સતાવી રહી છે. ક્યાંક નોકરી જડે તો જુવાન છોકરાઓને નોકરીએ લગાડવાની વિનવણી કરી..
'મેમાન પારોણા આવે તો બેસાડવા ક્યાં? શરમ આવે છે. બીજાને મદદ આલનાર અમને આજે મદદની જરૂર પડી'
અમે બધી જ મદદ કરીશું. પાકા ઘરમાંથી વાદળી પ્લાસ્ટિકમાં આવી ગયેલા 35 પરિવારોને ઘર બાંધી આપીશું.
સ્વમાનપૂર્વક મદદ કરીશું. એમનું જ એમને આપીશું એવા પવિત્રભાવ સાથે. બે બે ભેંસ લઇ શકે એ માટે વગર વ્યાજે લૉન અને ઘર તો બાંધીશું જ..
No comments:
Post a Comment