Monday, November 17, 2014

we just want to work very hard with honesty…….

Bharthari  Chamnbhai and Kalubhai earned their living by singing bhajans and folk songs and playing the traditional instrument Ravanhatta. Their lives were filled with constant wanderings where managing a single square  meal for the family was impossible most of the times.  Their sons Ramabhai and Amratbhai were witness to this daily struggle. The families stayed in Sutharnesdi village of Bhabhar block since last 10 years but the villagers were unwilling to allow them to settle permanently in the village. Acquiring documents like voter ID card, ration card etc became possible after a lot of effort. Staying in the Danga/settlement the families face constant harassment from the police who were in always watching out  for a chance to arrest them and confess to the crimes they have not committed.  VSSM’s presence have saved them many a times. Making us ask the crucial question what if we were not present??

Inspite of hailing from Bharthari community both Ramabhai and Amratbhai were not blessed with a voice that could sing so earning a living by singing bhajans was not possible, both earned their living by working as manual labourers doing petty jobs. Life continued to be a struggle. How will we survive, will our children have the same life as us, will they face the same hardships ???? were the questions that always budged them.. from labour they turned to collecting hair ( in village and towns individuals go door to door and collect the hair that we shed while combing) in exchange of some jewellery, hair clips, rubber bands, small toys, balloons etc.  The hair are later sold. The earning was better than labour but they had to walk all he time. 

Naranbhai, our team member was witness to their hardships he suggested them to bring different shaped balloons so that the kids will get interested in the process and told them that VSSM will give them loan to buy a bicycle so that they can cover more villages in a single day. Since they had no bank account they were worried, we tried to get their accounts opened but they had no money that is required to open the account. So VSSM mended its rules for lending money for these to very hard working individuals and gave them cash loan to buy bicycles. 

It has been two months since they started doing their business on cycles, they can now cover three villages and the earning has increased. They earning goes to Rs. 250 to 300 per day. They are absolutely punctual in paying the instalments, most of the time they pay their instalments before time. 

'We want to work very hard with honesty and give a bright future to our kids,’ is what they are telling Naranbhai. 

'What are your plans ,  what are your dreams?’  Naranbhai asked them.

they just had  smile on their faces, smiles that spoke a thousand words…... 


‘ખુબ મહેનત કરવી છે અને નીતિથી કમાવવું છે’

ભરથરી પરિવારમાં જન્મેલાં રામાભાઈ અને અમરતભાઈના પિતા ચમનભાઈ અને કાળુભાઈ રાવણ હથ્થા પર ભજનો/ગીતો વગાડી રોજીરોટી રળતાં. સતત રઝળપાટભર્યું જીવન. બે ટાંકનો રોટલો હંમેશા નાસીબ પણ ન થાય.

ભાભર તાલુકાના સુથારનેસળીમાં છેલ્લાં ૧૦ વર્ષથી સ્થાઈ રહે પણ ગામલોકો સ્વીકારે નહિ. રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ માટે પણ ખુબ ઝઝૂમવું પડ્યું. વળી ગામથી છેટે ડંગા હોવાના કારણે પોલીસ પણ વગર વાંકે આવીને પકડીને લઇ ગયેલી. આતો vssm સાથે હોવાના કારણે આગળ કશું થયું નહિ, નહિ તો ગુનો કબૂલ થાય – કરાવે અથવા માર તો પડે જ... 

પોતાના પરિવારનો રોજીંદા જીવન ટકાવવાનો સંઘર્ષ રામાભાઈ અને અમરતભાઈ જુએ. કોણ જાણે કેમ ભરથરી પરિવારમાં જન્મ્યા હોવા છતાં કંઠ સારો ના નીકળ્યો. એટલે રાવણહથ્થા પર ગાવાનું અને યાચવાનું તો થવાનું નહોતું. નાની-મોટી મજૂરી બંને જણા કરે. પોતાનો સ્વતંત્ર પરિવાર પણ થયો પણ એક પ્રશ્ન રોજ થાય, આમ રઝળી – ભટકી સમાજથી હળધૂત થઈને કાયમ જીવવાનું? મારા બાળકો પણ આવું જ જીવશે? શું કરવું? આમ વિચારતા બજાણીયા સમુદાય જે કામ કરે છે તે માથું ઓળતા કાંસકામાં ઊતરતાં વાળ એકત્ર કરવાનું બદલામાં વાળ જેમની પાસેથી લે છે એમેને ફુગ્ગા, બોરિયા, માથામાં નાખવાની પીન આપવાનું શરુ કર્યું અને આ વાળ વેચીને તેમને પ્રમાણમાં ઠીક એવું મળતર પણ મળવા માંડ્યું. બે ભાઇઓ રોજ ઘરેથી ગામો નક્કી કરીને નીકળે અને એક દિવસમાં એક ગામ ફરે.. પગપાળા કેટલું થાય?

vssm ના કાર્યકર નારણ આ બંનેની મહેનતને જુએ. નારણે બંનેને વાળ એકત્રીત કરવાની સાથે સાથે બાળકોને ગમતાં ફુગ્ગા તે પણ જુદા જુદા આકારના વેચવા માટે કહ્યું અને તે માટે સાયકલ ખરીદવા માટે સંસ્થા લોન આપશે તેવી વાત કરી. પહેલાં તો રામાભાઈ અને અમરતભાઈ બંનેને થયું કે, લોન લઈશું અને ભરપાઈ નહીં થાય  તો? પણ નારણે એમને એમની જ મહેનત પર ભરોષો રાખી મહેનત કરવાં કહ્યું પરિણામ તો મળશે જ એવી પોતાનામાં શ્રદ્ધા રાખવાની વાત કરી. બંનેના બેંકમાં ખાતા નહિ સંસ્થા તો જે તે પરિવારને લોનની રકમનો ચેક આપે પણ તે શક્ય નહોતું.. જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવવા પ્રયત્ન કર્યો પણ એ બધું તત્કાલ પાર પડે એમ નહોતું વળી હાથવગા રૂ. ૫૦૦ કે રૂ. ૧૦૦૦ના હોય કે આવી રકમ ભરીને પણ ખાતું ખોલાવે. આપણે બંને ભાઈઓને સાયકલ ખરીદીને આપી. સંસ્થાએ લોન આપવા માટે બનાવેલાં નિયમોમાં છૂટછાટ લઈને આ કરવું જરૂરી લાગ્યું. 

બંને ભાઈઓને સાયકલ આપે બે મહિના જેટલો સમય થયો. પહેલાં ધંધા અર્થે પગપાળા એકાદ ગામ ફરતાં તે હવે બે કે ત્રણ ગામ ફરવા માંડ્યા છે રૂ.૨૫૦ થી રૂ.૩૦૦નો વકરો કરે છે. લોનના હપ્તાની રકમ માટે નારણને ફોન કરવો પડતો નથી નક્કી કરેલી તારીખ પહેલાં નારણને શોધીને તેઓ હપ્તો આપી જાય છે.
‘ખુબ મહેનત કરવી છે અને નીતિથી કમાવવું છે અને મારા બાળકોને સારું ભણાવવાનું છે’ એવી રામાભાઈ અને અમરતભાઈની ખેવના છે. બીજો હપ્તો આપવા આવેલાં બંને ભાઇઓને નારણે પૂછ્યું, ‘તમારું આગળનું આયોજન- સ્વપ્ન શું છે?’ તો બંને ભાઇઓ મંદ મંદ હસે છે, શરમાય છે કોઈ જવાબ નથી આપતા પણ એમની ઊંચી ઉડાન ભરવાની તાલાવેલી જોઈ શકાતી હતી..


ફોટોમાં રામાભાઈ અને અમરતભાઈ..

No comments:

Post a Comment