Thursday, July 04, 2019

Patan Collector Shri. Anand Patel, a sensitive and dedicated bureaucrat exemplified nomad's belief...

Patan Collector Shri Anand Patel at his work desk
A recent development endorsed  our belief that if and when a compassionate and hardworking bureaucrat or government officer decides to give her/his 100 percent things  will always change for better.  Patan Collector Shri. Anand Patel, a sensitive and dedicated  bureaucrat exemplified our belief.

The current living condition of nomads
It is more than a decade that I have been associated and working for the cause of  the extremely poor and marginalised communities. This requires me not just to be amidst these communities,  but also work with the government authorities and frequent visits to their offices . Trust me, the sites of government offices can be very depressing at times with dusty stacks of files  all around. The vision never fails to trigger a thought, what if all these files found solutions, what if the waiting applicants had their requests addressed??  What if the government decides to spring clean these endless stacks of  files just as we  clean our houses during Diwali?

Collector Shri Anand Patel called meeting of the heads of
all concerned departments handling the pending matters of
the nomadic families
Occasionally, we do come across an official who is determined to reduce the height of these long accumulated  stacks. But, these are very rare occurrences. Shir Anandbhai stands out  even amongst these rare government officers. After personally visiting the nomadic settlements he instructed his team to become  proactive and find solutions to the long pending issues of the nomadic families of Patan.  Of course,  it will not always be the case wherein the local bureaucracy  shares the same passion and vision as the district collector. Hence, few issues were followed up and few remained. VSSM’s Mohanbhai felt that this should be brought to the notice of the Collector. Once again the team was instructed to resolve all the pending  issues.
The current state of nomadic families who will soon receive
plots and houses

On 1st  July, Shri Anandbhai called a meeting of the heads of all concerned department handling the pending matters of the nomadic communities.  And what he spoke at the meeting portrayed his deep understanding and sensitivity towards the poor, “It is ok if you want to inquire the villagers about these communities. You can always listen to what they have to say,  but do not rely on it. When it comes to relying you rely on what the nomadic communities say!!”  How true.

The officials who could not make it to the meeting of 1st July were called for a meeting today on 3rd July. Since yesterday the entire team of government officials is visiting the settlements of Dafer, Vadee, Vansfoda, Bajaniya and other communities.

Since very long we had been following up the application for aid towards sanitation blocks in  Jesda, yesterday the local office also issued the cheque towards that.

As I have always opined, the Collector is the king of the district. He can do wonders for his janta if he has the will. Hence, it is desired that he is concerned about the wellness of his subjects. And this concern was very evident from Shri. Anandbhai conduct.

The purpose behind sharing this here is that undying  hope that other officials might draw inspiration from such proactive bureaucrats.

There are very few officers for whom we hold respect, for you Anandbhai we have special respect and honour. We salute your sentiments towards the marginalised. We will always remain grateful  to you.
In the picture – Shri Anandbhai at his work desk and the current state of  families who will soon receive plots and houses. 

એક સંવેદનશીલ અધિકારી ઈચ્છે તો શું કરી શકે એનું પ્રમાણ કલેક્ટર પાટણ તરીકે કામ કરતા શ્રી આનંદ પટેલમાં જોયું.

વર્ષોથી તકવંચિતો વચ્ચે કામ કરુ છું.. અને તેમના પ્રશ્ને વારંવાર કચેરીઓમાં જવાનું પણ થાય.
કચેરીમાં લેખીતમાં કરેલી અરજીઓની ફાઈલોના ઢગલા જોઈને હંમેશાં થતું કોઈ વ્યક્તિ આ ફાઈલો ક્લીયર કરવાનો સંકલ્પ ના કરી શકે?

દિવાળીમાં ઘરની સફાઈ થાય એમ કચેરીમાં પડેલી ફાઈલોની હકારાત્મક ભાવ સાથે સફાઈ ના થઈ શકે?

ખેર ક્યારેક કોઈક અધિકારી એવા જડી જાય જે આ દિશામાં કામ કરવાનું કરે. પણ એમાં સાતત્ય જળવાવાના પ્રશ્નો તો રહે જ.

પણ આ બધામાં કલેક્ટર પાટણ આનંદભાઈ બહુ નોખા જણાયા. વિચરતી જાતિઓની સ્થિતિ સમજવા એમની વસાહતમાં ગયા અને તમામ અધિકારીઓને આ સમુદાયના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી.

પણ કલેક્ટર શ્રીની જેમ ભાવના રાખીને કામ કરવાવાળા બધા નહીં એટલે થોડું કામ થયું થોડું રહ્યું.

આ સંદર્ભે અમારા કાર્યકર મોહનભાઈએ ફરી કલેક્ટર શ્રીનું ધ્યાન દોર્યું ને એમણે જાણે સંકલ્પ કર્યો હોય તેેમ તમામ પ્રશ્નોનો નિવેડો લાવવાનું નક્કી કર્યું.

તા.1 જુલાઈ 2019ના વિચરતી જાતિના પ્રશ્નો જે વિભાગને અડે એ તમામ વિભાગ સાથે તેમણે બેઠક કરી. આ બેઠકમાં સૌથી અગત્યની જે વાત કરી તેના પરથી તેમની સંવેદનાનું પ્રમાણ મળે..
તેમણે કહ્યું, 'ગામને આ સમુદાયની વિગતો પુછવી હોય તો પુછજો પણ એમના પર આધાર ના રાખતા. આધાર વિચરતી જાતિનો જ લેજો.'

આનંદભાઈ તમે બરાબર વિચરતી જાતિને સમજ્યા. 
જે અધિકારી 1 જુલાઈની બેઠકમાં હાજર રહી શક્યા નહીં તેમની સાથે આજે બેઠક કરી..
ગઈ કાલથી તંત્રની આખી ટીમ ડફેર, વાદી, વાંસફોડા, બજાણિયા વગેરે સમુદાયોની વસાહતમાં ફરી રહી છે.

અરે જેસડામાં તો શૌચાલય માટેની સહાય માટે કેટલા વખતથી લખતા હતા તે ગઈ કાલે શૌચાલય માટેના ચેક સ્થાનિક કચેરીએ આપી દીધા.

આ બધુ કોઈ પ્રેરણા લઈ શકે એ માટે લખુ છું. કલેક્ટર જિલ્લાના રાજા.. એ પ્રજાની ચિંતા કરે એ ઈચ્છનીય.. અને એ દિશામાં કલેક્ટર શ્રી પાટણ છે.. એમની આ ભાવનાને સલામ..

બહુ ઓછા અધિકારી છે જેમના માટે વિશેષ માન છે. આપ પ્રત્યે વિશેષ માન અને આદર બેય. વિચરતી જાતિઓ સદાય આપની ઋણી રહેશે...

ફોટો તો કલેક્ટર શ્રીનો ને તેમણે લીધેલી બેઠકનો સાથે હાલ જે હાલતમાં આ પરિવારો છે જેમને હવે રહેવા પ્લોટ ઘર મળશે તેમનો પણ...

#MittalPatel #VSSM #NomadsOfIndia #Collector_Patan #Empathy

No comments:

Post a Comment