Monday, July 08, 2019

Thank you Collector Patan for being Proactive in the addressing issues of Nomads in Patan...

The nomadic communities
honoured the officer with flowers
“Ben, the officials are seated amidst us!! Looks like now our files will soon be cleared.” Sulemanbhai called up  from Amrapurpati  as the officials in Patan district had reached his settlement after District Collector Shri Anandbhai initiated efforts to address the current and pending issues of the nomadic and other destitute communities. The officials who never made an effort to step away from their chairs are now visiting settlements and preparing applications.

It is not just Sulemanbhai, but Ushaben Nat, Laxmanbhai Bajaniya and so many who were delighted at this turn of events.

The communities are overwhelmed, at last  their plight did get noticed. They were eager to honour the officer who was concerned for their well-being.

The nomadic communities reached Shri. Anandbhai’s office to thank him  for his concern and efforts. They expressed their gratitude in their own language, presented him flowers and a Murli too..

They also requested to be photographed with Shri. Anandbhai who delightfully obliged ( the nomads are photo fetish. Someday,  will share at length about this importance. For now District Collector Shri Anandbhai has acquired space in their photo albums, a space reserved only for their dear ones).
Collector Shri Anandbhai Patel with nomads at his office

Anandbhai, hope more and more  poor and destitute benefit from your hard work, compassion and humility.

The nomadic communities reached Collector Shri Anand
Patel's office to thank him for his concern and efforts
કલેક્ટર પાટણ શ્રી આનંદભાઈ પટેલની સંવેદનશીલતાથી તંત્ર ગતિમાન થયું.

વિચરતી જાતિઓની વસાહતમાં અધિકારીઓ આવ્યા અને જરૃરી અરજીઓ જાતે ફરી..
સુલેમાનભાઈનો અમરાપુરપાટીથી ફોન આવ્યો.
'બેન અધિકારી અમારી વચમાં બેઠા છે. હવે  
અમારા કામ થાશે એમ લાગે છે'

લાગણી ખાલી સુલેમાનભાઈ નહોતી. ઉષાબહેન નટ હોય કે લક્ષ્મણભાઈ બજાણિયા સૌની આજ લાગણી.

વંચિતો માટે પ્રેમ રાખનાર આવા સરસ અધિકારીનું સન્માન કરવું ઘટે ..

આજે વિચરતી જાતિઓ એમની ભાષામાં આનંદભાઈનો આભાર માનવા કચેરીએ પહોંચી.
કાલીઘેલી ભાષામાં આભાર માન્યો સાથે વાદીએ મોરલી તો અન્યોયે ફુલોની ભેટ આપી.

વિચરતી જાતિના સૌએ તેમની સાથે ફોટો પણ પડાવ્યા. અને આનંદભાઈએ એકદમ હરખાતા ફોટો પડાવ્યા. (વિચરતી જાતિઓમાં ફોટોનું જબરૃ મહત્વ છે ક્યારેક એનીયે વાત કરીશું. પણ હાલ પુરતુ કહુ તો કલેક્ટર શ્રીએ વિચરતી જાતિઓના આલબમમાં સ્થાન મેળવી લીધું જ્યાં પોતીકાને સ્થાન હોય છે.)

આનંદભાઈ ફુલોની જેમ આપના કાર્યોની સુવાસ ચોમેર આમ પ્રસરેલી રહે એવી શુભેચ્છા...

#MittalPatel #VSSM #Nomads_Of_India #NomadicTribes #Empathy #Collector_Patan #DNT

No comments:

Post a Comment