Wednesday, July 17, 2019

Tree plantation in Golvi : Returning the Favour to Nature...

Mittal Patel with villagers at Golvi village
Trees are jewellery our earth adorns. We at VSSM, have nurtured a dream of covering our mother Earth with these jewels.

 
Until now we have just kept  taking from this provider, the Earth. We never seek her permission. Do we?

An now we realise that it is these jewels that keeps us alive and kicking!!

Villagers have prepared 1000 pits for planting the saplings
VSSM  has decided to carry out a massive tree plantation drive in Banaskantha. We have decided to begin with villages that are aware about the activities of VSSM.

21 villages have been selected in Banaskantha  for the first phase of the community partnered tree plantation drive.

Yesterday we were at Golvi village. The sarpanch, Shri Dashrathbhai is very enthusiastic about the entire initiative.

He has decided on the place for the plantation of trees and also made tree protecting fences. They have already prepared 1000 pits for planting the saplings. Dharmabhai Desai has been assigned the responsibility of caring and nurturing these trees. VSSM and the village will share his remuneration expences.

“If we do not plant the trees now it will become difficult to survive on this planet. We want to turn our village green.

Dharmabhai loves tree and we are sure he will work hard to nurture and raise them.

The prepared pits were a little small, we have asked him to make them a little big.

The entire mission is now keenly awaiting the rains.

We are all praying for rains to arrive
With the hope that each  village has its own woods to escape to….




ધરતીમાનો શણગાર વૃક્ષ.. વૃક્ષરૃપી શણગારથી આપણી પોષક 'મા' ને સજાવવાના સપના અમે સેવ્યા.

અત્યાર સુધી 'મા'ને પુછ્યા વગર એની મંજુરી લીધા વગર બસ જોઈતું બધુ લીધા કર્યું. 
પણ પછી સમજાયું કે એનો શણગાર જ આપણને જીવાડે.
એટલે નક્કી કર્યું ઘરતીનો શણગાર એવી હરિયાળી વધુ સ્થાપીત કરવી

ગામોમાં જગ્યા વધુ મળે એટલે અમારો ઘરોબો જે ગામોમાં હતો, જ્યાંના લોકો અમારા કામની પદ્ધતિને સમજે તેવા વિસ્તારમાં પ્રથમ વૃક્ષારોપણું કામ આરંભવું.
બનાસકાંઠામાં 21 ગામો પસંદ કર્યા છે. જ્યાં ગામની ભાગીદારીથી વૃક્ષારોપણ કરીશું.

ગઈ ગાલે ગોલવી ગામમાં જવાનું થયું સરપંચ દશરથભાઈ દેસાઈ બહુ ઉત્સાહી. 
એમણે વૃક્ષારોપણ માટે જગ્યા પસંદ કરી અને અમારી શરત પ્રમાણે ઝાડની સુરક્ષા માટે ચારે બાજુ વાડની તૈયારી કરી દીધી.

વૃક્ષો માટે 1000 ખાડા કર્યા અને વૃક્ષોના જતન માટે ધર્માભાઈ દેસાઈએ સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારી. ગામ અને VSSM બેય મળીને ધર્માભાઈને એમના કામનું મહેનતાણું ચુકવશે. 
દશરથભાઈએ કહ્યું, વૃક્ષો નહીં વાવીએ તો જીવવાનું અઘરુ થશે. અમારે અમારા ગામને હરિયાળુ કરવું છે. ધર્માભાઈ વૃક્ષપ્રેમી માણસ છે એ જતન કરશે.

ધર્માભાઈએ ખાડા નાના કર્યા છે અમે ખાડા મોટા કરવા કહ્યું. 
એક ઝાપટુ પડે પછી વૃક્ષો લાવવા છે. 
બસ મેઘરાજાની પધરામણીની રાહ છે..
મહેર કર કુદરત એવી પ્રાર્થના સાથે.. 
ગામે ગામ વન ઊભા થાય તેમ ઈચ્છીએ....

ફોટોમાં વૃક્ષારોપણ માટે કરેલા ખાડા તેમજ વૃક્ષારોપણની વાત કરી રહેલા સરપંચ

#MittalPatel #VSSM #environment_conservation #trees #giving_back_to_the_Earth #Plants #

No comments:

Post a Comment