Monday, August 05, 2019

Meeting with PM Shri Narendra Modi...

On 19th July 2019, I had the opportunity to meet our Prime Minister Shri. Narendrabhai Modi. The primary objective was to discuss the issues of nomadic and de-notified communities and to express our gratitude for his involvement towards resolving the issues of the nomads.

The Government Welfare Board for the Nomadic, De-notified and Semi-nomadic communities has not started functioning as yet, I shared. He assured he will look up into the matter. I also thanked him for my appointment as a Board Member.

We also talked about finding long term solutions to the twice emerged situation of flash floods in Banaskantha. If you remember the region witnessed a never before calamity in 2015 and 2017 when the poor and marginalised lost everything they had. We requested for construction of canals in the region.

Both Maulik and I had paid visit to the PM. When he saw Maulik along he joked…

“She has turned you into a nomad too!!”

“If I want to wander, he too needs to follow path!!” I had replied.

I am grateful to PM Shri Narendrabhai Modi, Shri Bhupendra Yadav and Shri Bhagwandas Panchal - three of whom are instrumental in giving us hope and doing some concrete work for these communities.

Hope the work begins soon for these communities who have experienced centuries of neglect and apathy.

No images to the meeting so don’t have one to share…..



તા.19 જુલાઈ 2019ના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાનું થયું.
મુખ્ય આશય તો વિચરતી વિમુક્ત જાતિઓ જ હોય..
આ સિવાય તેમનો આભાર પણ માનવાનો હતો..
સરકારે જાહેર કરેલું વિચરતી વિમુક્ત તેમજ અર્ધવિચરતી જાતિઓ માટેનું કલ્યાણકારી બોર્ડ હજુ સુધી કાર્યાન્વીત નથી થયાની રજૂઆત કરી. રજૂઆત ઉપર તેમણે તુરત આ અંગે સૂચના આપશે એમ જણાવ્યું.
આ બોર્ડમાં મેમ્બર તરીકે નિમણૂક કરવા બદલ પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યકત કર્યો.
સાથે બનાસકાંઠામાં 2015 અને 2017માં પુર આવ્યું. આ પુરમાં પાણી નીકાલની વ્યવસ્થાઓ યોગ્ય ના હોવાના કારણેય ઘણું નુકશાન થયું. આમ ચોમાસાના પાણીના નીકાલની વ્યવસ્થાઓ માટે કેનાલો બને તે માટેની રજૂઆત પણ તેમને કરી.
હું અને મૌલિક બંને તેમને મળ્યા. મૌલિકને જોઈને એમણે હળવી મજાક કરતા કહ્યું,
'તે આનેય વિચરતો કરી દીધો?'
મે એમને કહ્યું, 'મારે વિચરવું હોય તો એનેય કરવો પડે ને?'
સરકારના વિચરતી જાતિઓ માટે નક્કર કશુંક કરવાના પગલાંને આવકારુ છું.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી ભુપેન્દ્ર યાદવ શ્રી ભગવાનદાસ પંચાલ આ ત્રણેય પ્રિયજનોનો આભાર વ્યક્ત કરુ છુ. તેમના થકી જ આ સમુદાય માટે નક્કર કશુંક થવા જઈ રહ્યું છે.
બસ હવે સરસ કામ થાય અને સદીઓથી તરછોડાયેલા રહેલા આ સમાજને ન્યાય મળે એ દિશામાં કામ થાય...
પ્રધાનમંત્રીને મળ્યાનો ફોટો નથી લીધો.. એટલે...
#MittalPatel #VSSM #NomadicTriebs #Narendramodi #Denotified #DNT

No comments:

Post a Comment