Mittal Patel and VSSM team with Sulemanbhai Dafer |
They got into robbery owing to the circumstances but now it is all past, if not, they will become past very soon.
Mittal Patel meets Sulemanbhai and Umarbhai dafer |
You may call us Miyana or Sandhi or Dafer, but Ben we are all the same, said Sulemanbhai. He emphasised, “You have to come for the change of this village.” Umarbhai Dafer a fatherly person and Tohid became the reason. This village is near to the border of the desert and people had some meagre land too. But the land was salted. Due to the lack of facilities of water, there is no produce in the land except in monsoon. In the village, there are more than 80 families living in the houses made of twigs. Some people don’t even have the Voter ID, Ration Card and so on.
Mittal Patel talking to Dafer Families of Amrapur Pati |
“Ben, can these shanties fight the hurricane?, you only tell, shouldn’t we get housese?” this is what Sulemanbhai felt. This feeling was conveyed to the Collector. The Collector told the Social Welfare officer to go immediately with the VSSM worker Mohanbhai. He started filling the forms of Caste certificate and applications for the allotment of plot. Pati is the great example of the work which can be done if the officer is sensitive. (Worker Mohanbhai with the official).
We will make arrangement for getting all the families their own houses and identity proofs in Pati. But we will also deepen the lake of the village too. And we will also put forth to the government that the water from the canal which is 3 kms away, to fill this lake. If this can be done then they can grow crops in all three seasons according to Sulemanbhai.
VSSM team in Dafer Settlement |
When we left Pati, a person in our acquaintace stopped us for tea. There, some person asked by hand gestures how come you come from this side. When we said that we had gone to Pati then he asked whether something big has happened. At that time I remembered the time when 2017 floods when we were going in the villages of Patan and Banaskantha. Farmers told in many villages when the water levels increased in the village, they released their buffaloes from the stable and the people of Pati tieed them in their stables. On the other hand, Sulemanbhai said, “Ben, we only released our buffaloes, then how can we tie other people’s buffaloes? Entire Pati was in water. We only left everything then how can we tie the buffaloes.
Living condition of Dafer |
Really, we are all weird people. They might have made some thievery or loot, or worse comes to worse they might have been habitual criminals. But if the robber Vali can become a sage Valmiki then this village also can change. And the change is taking place too.
But as per the known saying, even if the snake is gone but the trail is there, the same thing is happening with Pati. But everything will change, At the end, they are also our people only.
Living conditions of Dafers |
અમરાપુર પાટી... ઉત્તર ગુજરાતમાં રહેતા મિત્રોથી આ નામ જરાય અજાણ્યુ
નથી.. જુદી રીતે પ્રસિદ્ધ થયેલા અમરાપુર ગામના પરા એવા પાટીમાં રહે છે ખુબ જ
અદભુત અને પ્રેમાળ માણસો. સંજોગોના કારણે લૂંટફાટમાં ક્યાંક જોડાઈ ગયેલા
પણ હવે એ બધી વાતો ભૂતકાળ થઈ ગઈ અને નહીં થઈ હોય તો થવાની...
ડફેર
ક્યો કે મિયાણા કે સંધી બધા અમે એક જ બેન એવું સુલેમાનભાઈએ કહ્યું ને ગામના
સુધાર માટે તમારે આવવાનું છે તેવું ભારપૂર્વક કહ્યું. ઉમરભાઈ ડફેર મારા
પિતાતુલ્ય ને કાર્યકર તોહીદ નિમિત્ત બન્યા. રણની કાંધીને અડીને આવેલા
ગામના કેટલાક લોકો પાસે ખેતીલાયક આછી પાતળી જમીન ખરી. પણ જમીન ખારી અને
પાણીની સગવડ ના હોવાના લીધે ચોમાસા સિવાય કશું પાકે નહીં. ગામમાં અંદાજે 80
ઉપરાંત પરિવારો ઘાસના છાપરાંમાં રહે. કેટલાક પાસે તો મતદારકાર્ડ,
રેશનકાર્ડ એવુંએ ના મળે.
Dafer family depicting the plight |
બેન વાવાઝોડા હામે આ છાપરાં ટક્કર લઈ હકે? તમે જ ક્યો. અમને ઘર ના મળવું
જોઈએ. એવી સુલેમાનભાઈની લાગણી કલેક્ટર સાહેબ સુધી પહોંચાડીને કલેક્ટર
સાહેબે સમાજકલ્યાણ અધિકારીને VSSMના કાર્યકર મોહનભાઈ સાથે તત્કાલ જવા
કહ્યું ને ત્યાં જઈને તેમણે જાતિપ્રમાણપત્રના ફોર્મ ભરવાનું ને પ્લોટની
માંગણી કરતી અરજીઓ કરવાનું કરી દીધુ. સંવેદનશીલ અધિકારી હોય તો કામ કેવું
રૃડુ થાય એનું ઉદાહરણ પાટીમાં થવા જઈ રહેલું કામ છે. (ફોટોમાં અધિકારી સાથે
કાર્યકર મોહનભાઈ)
પાટીમાં રહેતા તમામના ઘર થાય સૌ પાસે પોતાની ઓળખના
આધારો હોય એ તો કરીશું જ પણ. ગામનું તળાવ ઊંડુ કરવાનું કરીશું. ને એમાં
ત્રણ કી.મી.દૂર પસાર થતી કેનાલનું પાણી નંખાય એવી રજૂઆત કરીશું તળાવ ભરેલું
રહેશે તો સુલેમાનભાઈના કહેવા પ્રમાણે ખેતીની ત્રણ સીઝન લઈ શકાશે.
પાટીથી નીકળી વચ્ચે અમારા પરિચિત એક ભાઈએ તેમની લારી પર ચા પીવા રોક્યા
ત્યાં એક ભાઈએ હાથથી ઈશારો કરીને આમ કઈ બાજુ એવું પુછ્યું. એમને જ્યારે
પાટી ગયાનું કહ્યું ત્યારે, કેમ કાંઈ મોટુ કર્યું છે તેવું પુછ્યુ ત્યારે
બનાસકાંઠામાં 2017માં આવેલા પુર પછી પાટણ અને બનાસકાંઠાના ગામોમાં ફરતા
હોવાનો સમય યાદ આવ્યો. ઘણા ગામોમાં ખેડુતોએ પુરમાં પાણીનો આવરો વધ્યો એટલે
અમે ખીલે બાંધેલી ભેંસો એમ જ છોડી દીધી તે એ બધીએ આ પાટીવાળીએ બાંધી લીધાની
વાત કર્યાનું યાદ આવ્યું. સુલેમાનભાઈ કહે છે કે, બેન અમારી જ ભેંસો છોડી
દીધેલી ત્યાં બીજાની લઈને બાંધવી ક્યાં. આખુ પાટી પાણીમાં હતું અમે જ આ બધુ
મુકીને જતા રેલા ન્યાં ભેંસો ક્યાં બાંધવાના..
ખરેખર આપણે સૌ ગજબ
છીએ. હશે ક્યાંક ચોરી કે લૂંટ વખાની મારી કરીએ લીધી હશે અરે માનીલો કે આ
ગામમાં રીઢા ગુનેગારોય હશે પણ વાલીઓ વાલ્મીકી થઈ શકે તો આ ગામમાંય બદલાવ
આવી શકે અને બદલાવ છે પણ ખરો.
પણ પેલી કહેવત છે ને સાપ ગ્યાને લીસોટા રહી ગયા બસ એવું જ ક્યાંક પાટીનું છે... પણ બદલીશું બધુંએ... આખરે એ પણ આપણા જ છે ને....
#VSSM #Mittalpatel #CollectorPaten #Dafer #Miyana #Sandhi #NomadsofIndia#DNT #DenotiiedTribes #Humanrights #HumanApproach #WorldPeace#Criminal #PeopleAreNotBornAsACriminal #DenotifiedTribes Mohanbhai Bajaniya
No comments:
Post a Comment