Tuesday, July 24, 2018

Water management work in Adhgam receives great support from the Village...

Mittal Patel addressing the meeting at Adhgam Village
Danabhai, a leader from Adhgam village kept calling me again and again asking when will we desilt their lake. 
Eventually, the JCB was deployed in the lake of Adhgam and there were many tractors. We will pay for carrying the soil but you get the lake desilted as soon as possible. This is what the people of Adhgam told to fieldworker Naran and Shankarbhai. We deployed Hitachi in the place of JCB and they decided to contribute Rs. 50 per tractor. And thus, contribnution of Rs. 75000 was collected.
Mittal Patel discusses Water Management with Villagers
A pipeline from Dantiwada dam is installed in the Motisariyu lake of the village under Sujalam Sufalam Yojana. The water is filled in the lake every 8 months through this pipeline. Then the water is stopped. The lake was shallow so there was not enough water storage. But if the lake is deepened, the storage will increase and there will be water percolation. The underground water levels have reached 900-1000 feet deep and there was motor of 70 HP working to exhume water. When the water started coming through the pipeline,  the farmers started taking the water away in their farms by using the motor of 5 HP. So, the bill decreased. But when there is no water in the village then they have to use the bore or let that season go without crops. In such a situation, if the lake is deep then the water can sustain longer and they have to use the bore for two months instead of four. Now, due to desilting there will be faster percolation as well. 
Valaba of the village is very kind and understanding. He gave the idea of giving contribution in carrying the soil and all the people of the village liked it. Then in carrying the soil Rs. 75000 were collected. However, if the people of the village would have understood the importance of water in a better way, then they could have contributed more. But we need to make more efforts to explain the importance of water.  
This lake was being dug under the help and guidance of Gem and Jewellery National Relief Foundation, Respected Vikrambhai and Respected Rashminbhai. We had planned to dig this lake deeper but then it became difficult to get the tractors due to the farming season. So, we will dig the lake after the monsoon. 
But it is very important that entire village comes together for the work of water. What will we give to coming generations if we don’t understand the importance of water, that’s what we have to think. All the village people, youngsters like Sureshbhai and others who helped, I am thankful to all of them. Fieldworkers Naranbhai and Shankarbhai who got this lake dug by being there in the scorching heat, I salute their dedication. 
All of us are thankful to the people of Foundation who don’t want to take a single glass of water from the lake or whose relatives are not going to come to stay in the village, but they cared for the Mother Earth and became the reason for the lake desilting. 

#બનાસકાંઠા ના અધગામના આગેવાન દાનાભાઈ વારંવાર ફોન કરીને બેન અમારુ તળાવ ક્યારે ગળાશે તેવું પુછ્યા કરે. 
આખેર જેસીબી અધગામના તળાવમાં મુકાયુ અને #ટ્રેક્ટરનો ખડકલો થઈ ગયો. પોતાના ખર્ચે માટી ઉપાડીશું પણ તળાવ ઝટ ગળાય એમ કરજો એવી ભાવના ગામના લોકોએ કાર્યકર નારણ અને શંકરભાઈ સામે વ્યક્ત કરી. ગામનો ઉત્સાહ જોઈને એક જેસીબીની જગ્યાએ હીટાચી મશીન મુક્યુ અને ટ્રેક્ટર દીઠ રુ.50નો ફાળો ભેગો કરવાનું નક્કી કર્યું ને રૃપિયા પંચોતેર હજાર ભેગા થયા. 
ગામના મોતીસરીયા તળાવમાં #દાંતીવાડા ડેમની #સુજલામ સુફલામ યોજના અતંર્ગત પાણીની પાઈપલાઈન મુકેલી છે. આ પાઈપલાઈનથી તળાવને લગભગ આઠેક મહિના ભરવામાં આવે છે. તે પછી પાઈપલાઈનમાં પાણી બંધ થાય છે. ગામનું તળાવ છીછરુ એટલે તેમાં ઝાઝુ પાણી ભરાતુ નહોતું. પણ તળાવ ઊંડું થાય તો વધુ પાણીનો સમાવેશ થાય ને જમીનમાંય પાણી ઉતરે. ગામમાં ભૂગર્ભજળ 900 થી 1000 ફુટ ઊંડા પહોંચ્યા છે અને બોરવેલ ચલાવવા 70 હોર્સ પાવરની મોટર ચાલતી. પણ ગામતળાવમાં પાઈપલાઈન દ્વારા પાણી આવતા પાંચ હોર્સ પાવરની મોટરથી ખેડુત પોતાના ખેતરમાં પાણી લઈ જવા માંડ્યા. આમ બીલ ઘટ્યું. પણ ચાર મહિના તળાવમાં પાણી ના હોય તે દરમ્યાન તેમને બોર ચલાવવા પડે અથવા એ સિઝન જવા દેવી પડે.  આવામાં જો તળાવ ઊંડુ હોય તો પાણી વધુ સમય ટકે ને એમને ચાર ની જગ્યાએ કદાચ બે મહિના જ બોર ચલાવવો પડે. વળી તળાવ ગળાવવાના કારણે હવે પાણી જમીનમાં ઘણું ઝડપથી ઊતરવાનું એય નક્કી. 
ગામના વાલાબા ખુબ દયાળુ અને ખુબ સમજુ. તળાવ ખોદકામમાં ગામલોકો પોતાનો ફાળો આપે એ વાત એમને અને ગામના અન્યોને ખુબ ગમી અને માટી ઉપાડવાના ભાગરૃપે પંચોતેર હજાર ભેગા થયા. જોકે ગામના તમામ ખેડુતો પાણીના મહત્વને બરાબર સમજે તો આ ભંડોળ વધુ ભેગુ થઈ શક્યુ હોત પણ ખેર આખુ ગામ સમજે એ માટે અમારે વધુ પ્રયત્નો કરવા રહ્યા.
મુંબઈ સ્થિતિ જેમ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન, આદણીય વિક્રમભાઈ, આદરણીય રશ્મીનભાઈની મદદ અને માર્ગદર્શન હેઠળ ખોદાઈ રહેલું આ તળાવ ગામના ફાળાના પૈસાથી વધુ ઊંડુ કરવાની અમારી ગણત્રી હતી પણ હાલમાં ખેતીનું કામ શરૃ થવાના લીધે ટ્રેકટર મળવા મુશ્કેલ બન્યા આથી આપણે ચોમાસા પછી તળાવ ખોદાવવાનું કરીશું.

પણ આખુ ગામ પાણીના મુદે એક થાય એ અત્યંત જરૃરી. પાણીનું મુલ્ય નહીં સમજીએ તો આવનારી પેઢીને વારસામાં શું આપીને જઈશું એ વિચારવું રહ્યું.
ગામના યુવાનો સુરેશભાઈ અને અન્યએ પણ આ કાર્યમાં ખુબ સહયોગ કર્યો તે સૌનો આભાર. કાર્યકર નારણભાઈ અને શંકરભાઈ ધોમધખતા તાપમાં ખડે પગે ઊભા રહી તળાવને ખુબ સરસ રીતે ખોદાવ્યું આ બંને મિત્રોની નિષ્ઠાને સલામ. 

ગામમાંથી એક લોટોય પાણી લેવું નથી ના એમની પેઢીમાંથી કોઈને અહીંયા રહેવા આવવું છતાં સમાજહીત માટે અને ખાસ તો ધરતી મા ની ચિંતા કરી તળાવ ઊંડા કરવામાં નિમિત્ત બનનાર ફાઉન્ડેશનના અમે સૌ આભારી છીએ. 
#VSSM #WaterManagement #Banaskantha #MittalPatel #Waterscarcity  # watersources 
#groundwaterforagriculture #groundwater #irrigation #lake #Raisingawareness #Utilizationofgroundwater #WaterCrisis  ##WaterCrisisinIndia






No comments:

Post a Comment