Thursday, August 29, 2019

Shri K. Rajesh continues to be a saviour to the poor and deprived…

Mittal Patel meets the vansfoda families of Surendranagr
The  long pending applications of residential plots for  47 Vansfoda families living in Surendranagar  for centuries somehow never saw light of the day.

Vansfoda families recieves the plot allotment order
District Collector Shri K. Rajesh and his team took upon them to ensure these families get plots to build their first ever  homes on. After a month long procedure these 47 Vansfoda families have been allotted documents to 100 sq. ft. plots each. The land they have been allotted is located in the neighbouring village of Mulchand.

The current settlement is just next to a railway line in Surendranagar. While we were in the middle of a meeting, a train came to a halt there, the deafening noise required me to stop talking for a while as it was impossible to be heard. I resumed speaking once the train rolled by. “This is part of our  everyday life here, ben!!”

The current living condition of nomadic families
It is the responsibility of our society as well as the government to think and care about such communities. But, we have collectively missed responsibilities of these kind.

Officers like K. Rajesh are rare, he derives deep satisfaction from the work he does for the extremely poor, deprived, homeless  communities of our society. His concern and dedication commands respect and his work calls for both applaud and salute. Hope the team continues to work with same commitment irrespective of the district collector at the helm of it all.

It is also for the efforts of the Vansfoda youth who have worked really hard for it all, right from preparing the applications, compiling the documents, making rounds of the offices. Their efforts eventually paid off.  

Our Harshad always remarked, “Ben, when will the work in Saurashtra happen. Hope we too have some concerned officers come to  this part of world!!” The forces of the universe listened to his wishes and the ball of change and hope  is set rolling.

May God Bless you, Shri K. Rajesh and may you continue to remain instrumental in all such good deeds.

The images throw  light on the Vansfoda families’ living conditions as of now. Glimpses of the meeting we had with them and the order of plot allotment.

નોંધારાનો આધાર સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી કે. રાજેશ બન્યા...
સદીઓથી સુરેન્દ્રનગરમાં રહેતા 47 વાંસફોડા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટેની માંગણી વર્ષોની...
પણ કોણ જાણે કાંઈ મેળ પડે નહીં..
કલેક્ટર શ્રી અને તેમની ટીમે આ કામ હાથ પર લીધુ અને લગભગ એકાદ મહિનાની પ્રક્રિયાના અંતે આજે આ પરિવારોના હાથમાં 100 ચો.મી. પ્લોટની સનદો આવી ગઈ. સુરેન્દ્રનગરની બાજુમાં મૂળચંદગામમાં તેમને જગ્યા ફાળવાઈ.

સુરેન્દ્રનગરમાં રેલવે લાઈનની બાજુમાં આ પરિવારો રહે.
તેમની વસાહતમાં બેઠી હતી અને ટ્રેન આવી થોડીવાર તો કોઈ બોલે એ સંભળાય નહીં એવો ઘોંઘાટ રહ્યો.
હું વાત કરતી હતી પણ ઘોંઘાટના લીધે મે વાત બંધ કરી. લોકો સમજી ગયા. ટ્રેન ગયા પછી લોકોએ કહ્યું,
'અમે આમાં રોજ જીવીએ છીએ.'

ખેર આવા લોકોની ચિંતા સેવવાની ફરજ સમાજ અને સરકાર બંનેની. પણ...

કે. રાજેશ જેવા લાગણીવાળા અધિકારીઓ બહુ ઓછા છે જેમને કામનો સંતોષ આવા નોંધારા, સરનામાં વગરના માણસોને મદદ કરીને મળે છે..

સુરેન્દ્રનગર કલેક્ટર શ્રીને તો પ્રણામ કરવા પડે. સાથે તેમના થકી કટીબદ્ધ થયેલી ટીમ પણ કાયમ આમ જ કટીબદ્ધતા દાખવે એમ ઈચ્છીએ.

વાંસફોડા યુવાનો જેઓએ આ કામમાં ઘણી મહેનત કરી.
દરખાસ્તો તૈયાર કરવાથી લઈને કરેલી દોડાદોડીનું પરિણામ આજે મળ્યું.

અમારો કાર્યકર હર્ષદ હંમેશાં બેન સૌરાષ્ટ્રવાળાના કામો ક્યારે થશે કોઈ લાગણીવાળા અધિકારી આ બાજુ પણ આવે એમ ઈચ્છે ..

ભગવાને એની સાંભળી... કે. રાજેશ ત્યાં આવ્યા અને જુઓ કામો પૂરબહારમાં થવા માંડ્યા...

આભાર કલેક્ટર શ્રી ગોડ બ્લેસ યુ... કુદરત સારા કામમાં આપને હંમેશાં નિમિત્ત બનાવે...
આ પરિવારો જે હાલમાં છે તે ફોટોમાં જોઈ શકાય. તેમની સાથે થયેલી બેઠક અને તેમને પ્લોટ ફાળવ્યાનો હુકમ
#Empathy #VSSM #MittlaPatel #collector_Surendranagar #Condition_Of_Nomads #NomadicTribes #positive_approach #unto_the_last




No comments:

Post a Comment