Monday, April 05, 2021

Water, the joy to access this elixir is truly matchless!!

Mittal Patel visits trajpar settlement to view the sight of 
taps being installed


 “Ben, finally we have water at our settlement and  we can now bathe daily. We were always remarked and shooed by people for our body odour, they would keep us at a distance and tell we stink. It was not possible to bathe daily with water fetched from 3-kilometers away. Thankfully, we now  have water running through the tap at the settlement, please come to see it!!”

It will surprise anyone if called to view the sight of taps being installed at settlement. The Saraniya families of Morbi’s Trajpar had been requesting water for years. Despite frequent appeals access to water remained a dream. Every time Kanubhai, Chayaben or I would visit the settlement there was always hue and cry for water.

The Morbi District Collector is a compassionate officer, after we shared with him the plight of these families, his prompt instructions led to the installation of taps at the settlement. The water flows through them for 3 hours a day. Thankfully,  the families can now bathe daily.

It is after meeting such people you realise that bathing daily is a privilege not all can afford.

We are grateful to Morbi District Collector and the respected Chief Minister. It is your compassion that has enabled the resolution of such long-standing issues.

Of course, there was this mandatory photo-op with the tap!!

Water, the joy to access this elixir is truly matchless!!

'અમારી વસાહતમાં પાણી આવ્યું બેન.. અધમણ મેલના ભરેલા અમે હવે રોજ નાઈએ છીએ.. લોકો પહેલાં કહેતા તમારી પાહે બેહીએ તો વાસ આવે. પણ હું કરીએ માથે ઉપાડીને ત્રણ કી.મી.દૂરથી પાણી લાવવાનું એમાં રોજ રોજ નાવાનું આખા ઘરનાને ક્યાંથી પોહાય? પણ બેન હવે અમારી વસાહતમાં નળ આવ્યા તે તમે  નળ જોવા હાલો..'

કોઈ પાણીના નળ જોવા બોલાવે તો નવાઈ તો લાગે જ.. 

મોરબીના ત્રાજપરમાં સરાણિયા પરિવારો વર્ષોથી રહે. પણ પાણીથી એમને ઘણું છેટું. ઘણી રજૂઆતો કરી પણ પાણીનો મેળ ન પડે..

હું અને અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન જ્યારે પણ વસાહતમાં જઈએ કે બહેનો પાણી માટેનું કાંક કરી દ્યોની રામાયણ કરે.

કલેક્ટર શ્રી મોરબી બહુ ઉમદા અધિકારી. એમને આ પરિવારોની સ્થિતિની વાત કરી.. એમણે સૂચના આપી ને થોડા વખતમાં પાણીના નળ નંખાયા.

દિવસમાં ત્રણ કલાક પાણી મળતું થઈ ગયું. હવે આ પરિવારો રોજ નહાય છે.

રોજ નાહવું એય કાંઈ બધાના નસીબમાં નથી હોતું..એ આવા પરિવારોને મળીયે ત્યારે સમજાય.

આભાર કલેક્ટર શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીનો...

તમારી લાગણીના કારણે વર્ષોથી પડતર પડેલા કાર્યો હવે થવા માંડ્યા છે.

બહેનોએ કહ્યું બેન નળ હારે ફોટો પાડીએ તો એ પાડ્યો.. 

#MittalPatel #vssm #waterfall

#humanity #humanity #rights

#rajkot #morbi #trajpar #gujrat

#nomadic #denotified  #families


Nomadic women showing the tap to Mittal Patel that had been
recently installed


No comments:

Post a Comment