Mittal Patel with Sureshbhai his wife malaben and kiran |
“Alcohol abuse has damaged his liver; there are a tumour and bile collection. Medication will dry up the bile, but removing the tumour will need surgery.” The doctor shared this clinical diagnosis for Sureshbhai, who resides on a footpath in Ahmedabad. The financial condition did not allow Sureshbhai to go consult a doctor and he did not possess a government-issued Ma Card or Ayushman Card to access free public health services.
Sureshbhai at Sola Civil Hospital |
CT Scan, Sonography, blood tests, medicines will all mount up the expenses. We asked Sureshbhai to get admitted to a government hospital as it would give us the ability to reduce the billed amount. The name of the government hospital made Sureshbhai run away from treatment. But we convinced him to opt for a government hospital and promised to be beside him through his treatment. Our Kiran was the one who would connect with the doctor and through the course of treatment.
Actually, it was Shri Krishnakant Uncle and Indira Aunty who inspired us to start Sanjivani Arogya Setu and Support Program. They also provided the required financial assistance for the same. Kiran came on board to coordinate this initiative.
Sureshbhai’s surgery was fixed at Sola Civil Hospital. As promised, Kiran was present to provide the support and coordinate the treatment. He succeeded in offsetting a lot of expense. Recently, Sureshbhai was at the office after recuperated well from the surgery, he was here to express his gratitude. Well, it is Krishnakant Uncle and Indira Auntie who need to be thanked for their magnanimity, we simply facilitated the process.
If you come across any seriously ill person in need of medical assistance but has no means to afford treatment, please reach out to Kiran at 8401726987.
We assure to do our best to assist with ease in hospitalisation as well as proper treatment.
'લીવરમાં રસી અને ગાંઠ છે... આ ભાઈએ દારૃ પીને લીવરને ખલાશ કરી નાખ્યું છે.. દવાઓથી રસી સુકાય પણ ગાંઠ કાઢવા ઓપરેશન તો કરવું પડે'
ડોક્ટરે સુરેશભાઈનું નિદાન કર્યું.
અમદાવાદની ફુટપાથ પર રહેતા સુરેશભાઈ પાસે આર્થિક સગવડ નહીં ને મફત સારવાર થાય તે માટે આયુષ્માન કાર્ડ કે મા કાર્ડ નહીં.
સીટીસ્કેન, સોનોગ્રાફી, રીપોર્ટ, દવાઓના બીલો તો ચડવા માંડવાના.
સરકારી દવાખાનામાં દાખલ થઈ જાવ સુરેશભાઈ. ત્યાં ઓછા ખર્ચમાં ને શક્ય હશે તો વિનામુલ્યે સારવાર થાય એ માટે અમે કોશીશ કરીશું.
સરકારી દવાખાનાનું નામ આવ્યું કે એ ભાગ્યા પણ અમે હામ આપી.
દવાખાનામાં ડોક્ટર સાથે જરૃર પડે અન્ય વિગતે મદદ કરવાનું કાર્ય અમારો કિરણ કરે.
મૂળ ક્રિષ્ણકાંત અંકલ ને ઈન્દિરા આંટીએ સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ શરૃ કરવા માટેની પ્રેરણા આપી ને સાથે જરૃરી મદદ પણ કરી..
આમ કીરણ ફુલટાઈમ આ કાર્ય સાથે જોડાયો.
સોલા સિવિલમાં સુરેશભાઈનું ઓપરેશન ગોઠવાયું ને જ્યાં જરૃર પડી ત્યાં કીરણ ખડે પગે રહ્યો.
હોસ્પીલના અધિકારી સાથે વાત કરી જે થોડો ઘણો ખર્ચ થતો એ માફ કરાવ્યો.
સુરેશભાઈ હવે એકદમ સ્વસ્થ છે. આભાર માનવા એ ઓફીસ આવ્યા..
આભાર તો અંકલ આન્ટીનો ને કુદરતનો માનવો રહ્યો. અમે તો નિમિત્તમાત્ર..
પણ તમારા ત્યાં કોઈને ગંભીર બિમારી હોય સારવાર કરાવવા પૈસા નહોય તો કિરણનો - 84017 26987 પર સંપર્ક કરવા વિનંતી..અમે હોસ્પીટલમાં દાખલ કરાવીને સારી સારવાર થાય તે માટે શક્ય મદદ કરીશું.
ફોટોમાં સાજા થેયલા સુરેશભાઈ તેમના પત્ની માલાબેન ને કીરણ..
#MittalPatel #vssm #medical
#MedicalTreatment #care
#medicalcare #humanity
#human #hospitality #ArogyaSetu
No comments:
Post a Comment