Sunday, March 20, 2022

VSSM has decided to provide warmth and support to elders like Balu Ma in need and will continue to do so…

Mittal Patel meets Balu Ma

Balu Ma stays in a tattered tin-roofed house perched between two pucca homes in Harij town of Patan district.

“Ben, we have to go meet Balu Ma.” Mohanbhai, my team-mate tells me. Balu Ma was walking around in her front yard we called her,  but she could not hear us. We walked up to her and asked her something that she would love. She was delighted to see us, she kissed my hands and just like a mother,  she showered me with great affection.

“If  I am in Harij,  how can I not come and meet you?” I chat with  her.

“Glad you did, Mohanbhai had mentioned about your visit to Harij, but he had told me that you would be at the city centre, so I walked with great difficulty to come see you, but couldn’t find you!!

“You did not have to come to see me, I was going to come to meet you.”

“You have eased my life, but I pray to God to call me to him. I am tired of living like this.”

Balu Ma’s eyes well up while saying this, and so did ours. I had met Balu Ma second time. Mohanbhai, Pareshbhai, I and others take care of Balu Ma and have become her family now, that is the reason she opens up with us to shares her joys and pain.

The more we work with the elderly the more we realise that it is challenging to spend old age without the care and support from loved ones. Elders like Balu Ma reaffirm that realisation. VSSM has decided to provide warmth and support to elders in need and will continue to do so…

બાલુ મા...

પાટણના હારીજમાં બે પાક્કા ઘરની વચ્ચે પતરાંવાળા કાચા ઘરમાં રહે. અમારા કાર્યકર મોહનભાઈએ કહ્યું, બેન આપણે એમને મળવા જવાનું છે. તે અમે એમના ઘરે પહોંચ્યા. ઘરની ઓશરીમાં એ આમ તેમ ઘીમે પગલે ફરતા હતા. અમે એમને બુમ પાડી પણ એમને કાને ઓછુ સંભળાય. છેવટે એમની ઓશરીમાં જઈને બાલુમા મજામાં એવું પુછ્યું. 

અમને જોઈને એ રાજી રાજી થઈ ગયા. મારો હાથ એમણે ચૂમ્યો. મારા ગાલ અને શરીર પર એમણે વહાલથી હાથ ફેરવ્યો. એમનું વહાલ મા એના બાળક માટે હેત વર્ષાવે એવું.

મે એમને કહ્યું, 

'હારીજ આવી હતી તે તમે આવ્યા તે મળવા આવી'

'બહુ હારુ કર્યું. મને મોહનભાઈએ કહ્યું તુ કે તમે આવશો. પણ એ તો કે'તાતા કે તમે બજાર આવશો તે હું તો ધેમ ધેમ છેક બજાર પોગી. થાકી ગઈ.. પણ તમે ના મલ્યા'

'હું અહીંયા આવવાની હતી. તમારે બજાર નહોતું આવવાનું...'

'તમે મને હખ કરી દીધું.. પણ હવે ભગવાન ઝટ લઈ જાય તો સારુ.. થાકી છું...'

બાલુ મા બોલતા હતા તે વેળા એમની આંખોના ખૂણા ભીના થઈ ગયા ને એમને જોઈને અમારા પણ.. એમને હું બીજીવાર મળી રહી હતી. પણ હવે હું, મોહનભાઈ, પરેશભાઈ વગેરે જે એમને સાચવે છે એમની સંભાળ લે છે એ એમનો પરિવાર બની ગયા છીએ. એટલે એ સુખ દુઃખની વાત અમને કહે છે..

ઘડપણ એ પણ કોઈ સ્નેહીજનના સાથ વગર કાઢવું ઘણું કપુરુ. બાલુ મા જેવા માવતરોને મળુ ત્યારે દર વખતે આ વાત સમજાય... 

ખેર અમારો પ્રયત્ન આવા માવતરોને હૂંફ આપવાનો...

આવા માવતરોના પાલક બનવા 9099936013 અથવા 9099936019 પર સંપર્ક કરવા વિનંતી.

ફરી મને ગમતી પ્રાર્થના...

જીવન સુંદર બનાવું તો તુજ ને ગમે...

ખુદ ખીલું ને ખીલાવું તો તુજ ને ગમે..

પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જ્યાં, 

તો પછી એક બીજાની ફરિયાદ ક્યાં...

સૌને મારા બનાવું તો તુજ ને ગમે.. 

જીવન સુંદર...

#MittalPatel #vssm

No comments:

Post a Comment