Thursday, March 03, 2022

GACL organisation supports our tree plantation drive in Banaskantha...

Mittal Patel discusses tree plantation in
meeting

“Is Banaskantha your native, or  is  it the only region you work in?” I have often been asked.

I am a believer of  Vasudhaiva Kutumbakam. VSSM’s various initiatives are implemented in 22 districts, but the tree plantation campaign and the deepening of lakes are only implemented in Banaskantha. If we focus our resources and energy on one region, its far-reaching impact will be felt in 10-15 years.

Many get upset at our stance of focusing our environmental activities only in Banaskantha. They invite us to come and work in their region.

GACL organisation supports our tree plantation drive in  Banaskantha. They requested us to implement our tree plantation drive in 10 villages of Baroda while assuring financial support for the same.

There is an urgent need for such massive efforts in all the regions, and ‘if GACL supports, we can work in other regions,” the team opined.

We had an introductory meeting at the GACL office chaired by Shri Sanjaybhai Bhatt and the Sarpanchs of 10 shortlisted villages. We shall now arrange to visit these villages and launch our tree plantation campaign in the region.

We are delighted our universe expanded a little more; I am sure this must have delighted Mother Earth as well.

ઘણી વખત લોકો મને કહે, બેન તમારુ વતન બનાસકાંઠા? અથવા ફક્ત બનાસકાંઠામાં જ તમે કાર્ય કરો?

સાંભળીને હું તો વસુદૈવ કુટુંબમાં માનુ એમ કહુ. આમ તો અમે 22 જિલ્લામાં વિધવિધ પ્રવૃતિઓ કરીએ. પણ વૃક્ષોઉછેરવાનું ને તળાવો ઊંડા કરવાનું કાર્ય ફક્ત બનાસકાંઠામાં કરીએ. મૂળ એક જિલ્લામાં કાર્ય કરીએ તો દસ પંદર વર્ષે પછી એની ઈમ્પેક્ટ જોઈ શકીએ માટે..

પણ આ નિર્ણયથી ઘણા નારાજ પણ થાય. અમારા વિસ્તારમાં પણ તમે આ કાર્ય માટે આવો અમે મદદ કરીશુંનું કહેણ પણ ઘણા મોકલે..

#GACL સંસ્થા અમને #બનાસકાંઠામાં વૃક્ષો ઉછેરવામાં મદદ કરે. એમણે આ વખતે વડોદરામાં દસેક ગામોમાં વૃક્ષો ઉછેરવા અમને કહેણ મોકલ્યું ને આર્થિક મદદની ખાત્રી આપી. 

આમ તો પર્યાવરણનું કાર્ય ગામે ગામ થાય તે આજના સમયની તાતી જરૃર. વળી GACL મદદ કરે તો નવા વિસ્તારમાં પણ જઈએ એવું ટીમ સાથે નક્કી થયું.

બસ નક્કી થયાના ભાગરૃપે જે દસ ગામોમાં વૃક્ષો ઉછેરવાનું કરવાનું છે તે ગામના સરપંચો સાથે GACLના કાર્યાલય પર શ્રી સંજયભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક બેઠક થઈ. હવે ગામોની મુલાકાત ગોઠવીશું ને જુન 2022 પછી ત્યાં વૃક્ષો ઉછેરવાનું આયોજન કરીશું.

ફલક બહોળુ થયાનો આનંદ... ને મા ધરતી રાજી થશે એ નક્કી...

#MittalPatel #vssm



Mittal Patel had an introductory meeting at the GACL office

Mittal Patel had an introductory meeting at the GACL office
chaired by Shri Sanjaybhai Bhatt 


No comments:

Post a Comment