Mittal Patel meets Babuma in kheda |
Amidst all concrete houses was this house made with wet mud. It had no electricity connection. Kerosene lamps seen in the old days were still used. As soon as one enters this house one could find such kerosene lamps. Now that kerosene is not available then how do these lamps light ?
Babuma who stays alone in this house replied that she lights the lamp with diesel. I heard for the first time that one could light a lamp with diesel. One could see many vessels arranged in the house. At one time many guests used to come to this house. In fact there were many members of the family and the house was always abuzz with activity.
With two Sons and a husband the life was going on without much problem. But unfortunately both the sons expired because of local infectious disease and soon the husband expired too..Other relations had no time for Babuma. Babuma was now alone. She did some labour jobs and earned money which took care of her needs. But now with age she was getting tired. She could not get work either. She was dependent on the she got on the ration card.However that was not enough. It was not in her nature to ask for favours..
Our associate Shri Rajnibhai came to know about Babuma staying in Pingjal village of Kheda district.He met Babuma and Babuma requested that if she could get a month's ration that would be enough and she would not have to depend on others. We at VSSM started giving ration to her every month. Babuma is now much more comfortable.
We take care of 600 such old parents who do not have anyone to take care of them. You can be a guardian to them . Many write to us about such old people in various villages. However it is not always possible for us to reach them. However if society helps we can help even a thousand such dependent old parents.
To become a guardian please call us on 90999 36013 between 10AM to 6PM. You can even whatsapp us.
There are many such old dependent parents who need support. We request you to join us in this mission.
બહુ બધા પાક્કા મકાનોની વચ્ચે એક ગાર માટીમાંથી બનાવેલું નાનકડુ મકાન ઊભેલું. ઘરમાં વીજળીની સુવિધા નહીં. નાનપણમાં જોયેલો ઘાસતેલનો દિવો આ ઘરમાં પ્રવેશીયે કે નાનકડી છાજલીમાં મુકેલો ભળાય. હવે કેરોસીન તો મળતું નથી તો આ દિવો પ્રગટે શેનાથી?
જવાબમાં આ ઘરમાં રહેતા એકલા અટુલા બબુમાએ કહ્યું ડીઝલથી. ડીઝલથી દિવો બળે એ પહેલીવાર સાંભળ્યું. નાનકડુ ઘર એમાં અભરાઈ પર ઘણી થાળી વાટકીઓ ગોઠવેલી. એક વખતે આ ઘરમાં ઘણા મહેમાનો આવતા. અલબત ઘરમાં વસ્તાર પણ હતો એટલે ઘર ધમધમતુ હતું. મજૂરી કરીને પેટિયું રળતા બબુમાનો સંસાર ભર્યોભાદર્યો હતો.
બે દિકરા ને પતિ સાથે જીંદગી ઠીકઠાક જઈ રહી ત્યાં દિકરાને બળિયાબાપજી નીકળ્યા ને એ દુનિયા છોડી ગયો. બીજો પણ એજ રીતે બિમારીમાં ગયો. પછી તો કાકા પણ ગયા ને બબુમા એકલા રહી ગયા.
કુટુંબના બધા ખરા એ થોડું ધ્યાન આપે. પણ બબુમા એકલા થઈ ગયા. મજૂરી મળે એ કરે ને જીવન પસાર થાય. પણ હવે હાથપગ થાક્યા. કામ પણ ન મળે. રેશનકાર્ડ પર મળતા અનાજ પર નભે.. પણ પુરુ ન થાય. વળી બબુમાને કોઈ પાસે માંગવું ન ગમે.
આવા ખેડાના પીંગળજમાં રહેતા બબુમા વિષે અમારા કાર્યકર રજનીભાઈને ખ્યાલ આવ્યો. એ એમને મળ્યા ને બાએ કહ્યું મહિનાનું રાશન મળી જાય તો મને ઠીક કરે કોઈની ઓશળિયા વેઠવાની ન થાય.
અમે દર મહિને રાશન પહોંચાડવાનું શરૃ કર્યું. હવે બબુમાના જીવને નિરાંત છે..
ચાકરી કરનાર કોઈ ન હોય તેવા 600 નિરાધાર બા દાદાઓને અમે દર મહિને રાશન આપીયે તમે પણ એમના પાલક બની શકો.
ઘણા સ્વજનો અમને ફલાણા ગામમાં આવા જ એક બા છે કે દાદા છે તમે મદદ કરોનું લખી મોકલે પણ અમે બધે પહોંચી ન વળીએ. પણ હા સમાજ સહયોગ કરે અને આવા બા દાદાઓના એ એક એક કરીને પાલક બને તો છસો શું હજાર માવતરોને મદદ કરી શકાય.
પાલક બનવા 90999-36013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય. કોઈ કારણસર ફોન ન ઉપડે તો વોટસઅપમાં મેસેજ કરી શકાય..
નિરાધાર ઘણા છે જેમને ઘડપણમાં લાઠીની જરૃર છે. આ અભીયાનમાં જોડાઈ એમની ઘડપણની લાઠી બનવા આપ સૌને વિનંતી.
#mittalpatel #Vssm #ઘર #નિરાધાર #માવતર #રાશન
Mittal Patel with Babuma |
Mittal Patel with VSSM coordinator Rajnikantbhai and Babuma |
Mittal Patel with Babuma |
No comments:
Post a Comment