Mittal Patel with the students who studied under the trees plated by VSSM and villagers |
"20 Students who studied under the trees planted by you have got government jobs' '.
I was pleasantly shocked to hear this from Shri Prahaladbhai in Juna Deesa in Banaskantha District.. Never realised that there would be such an unintentional benefit of planting the trees. The trees were planted primarily for greenery & birds/animals.
It reminded me of Rabindranath Tagore's Shantiniketan. Today we complain about inadequate facilities in the classroom. In the days gone by there was no classroom and students used to study under the trees and shine in their careers. Many such students grew to occupy some of the most important positions in the country. The trees in Ramdevpirji Temple in Juna Deesa reminded me of this. We plant trees in large numbers and call them "Gramvan" ( Village Forest) . Now we can change the name & call them " Natura's library"
The students studying under the trees would also take care of the trees. We need to have such nature's library in every village so that every student can study peacefully underneath a tree.
We have created 166 forests. In the Juna Deesa , Rosy Blue India Pvt Ltd helped us in creating one. The villagers of Juna Deesa and devotees of Ramdevpirji helped us in this. The local government gave us water facility. Our caretaker Shri Rameshbhai Nat takes care of the trees like a mother. Thus with the support of various people , the trees are growing well.
Till now we have planted 8.50 lakhs trees, This year our target is 10 lakh trees which we will definitely achieve.
We are thankful to all our well-wishers who helped us in this mission.
'20 વિદ્યાર્થીઓ તમે ઉછેરેલા આ ઝાડ નીચે ભણીને સરકારી નોકરીએ લાગ્યા.'
બનાસકાંઠાના જુના ડીસાના પ્રહલાદભાઈની આ વાત સાંભળી હું અવાક થઈ ગઈ. અમે વૃક્ષો પશુ પક્ષીઓને આશરો મળે ને પ્રકૃતિ રાજી થાય તે માટે વાવી ઉછેરેલા પણ એનો આવો સરસ ઉપયોગ થશે એવી આશા નહોતી.
રવીન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન યાદ આવ્યું. આજે નિશાળમાં ઓરડો નથી એ વાતે કાગારોળ થાય પણ એક સમયે અભાવમાં વિદ્યાર્થીઓ ભણતા ને પોતાની પ્રતિભા ઝળકાવતા. લીમડા નીચે ભણીને કેટલાય વિદ્યાર્થીઓ દેશના સર્વોચ્ચ ગણાય તેવા ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે. જૂના ડીસાના રામદેવપીરજીના મંદિરમાં ઉછેરી રહેલા 2500 વૃક્ષો જોઈને આ બધી વાતો યાદ આવી.
આમ તો અમે જથ્થામાં વૃક્ષો વાવી ઉછેરીયે એને ગ્રામવન કહીએ પણ હવે નામમાં જરા ફેરફાર કરી પ્રાકૃત લાયબ્રેરી પણ કહી શકાય.
વિદ્યાર્થીઓ ભણતા ભણતા વૃક્ષોને પણ સાચવે. ગામે ગામ આ પ્રકારે વિદ્યાર્થીઓ નિરાંતે વાંચી શકે તે માટે પ્રાકૃત લાયબ્રેરીનો વિચાર અમલમાં મુકવા જેવો ખરો.
અમે 166 ગ્રામવન કર્યા. જૂના ડીસાનું આ ગ્રામવન કરવા રોઝી બ્લુ ઈન્ડીયા પ્રા.લી. કંપનીએ મદદ કરી. જુનાડીસાના ગ્રામજનો અને ભગવાન રામદેવપીરના ભક્તો પણ આમાં મદદરૃપ થાય. પંચાયત પાણીની સુવિધા આપે. અમારા વૃક્ષમિત્ર રમેશભાઈ નટ આ વૃક્ષોની માની જેમ કાળજી કરે. આમ સૌના સહિયારા પ્રયાસથી વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે.
હાલ અમે 8.50 લાખથી વધારે વૃક્ષો ઉછરી રહ્યા છીએ. આ વર્ષે 1 મીલીયન વૃક્ષો વાવી ઉછેરવાનો અમારો લક્ષાંક પૂર્ણ કરીશું...
આ કાર્યમાં મદદરૃપ થતા સૌ સ્વજનોના અમે આભારી છીએ...
#MittalPatel #vssm #treeplanter #treecare #treelibrary #librarylife #readinnature
VSSM's Vrukshmitra Rameshbhai Nat tooks very good care of trees |
The students studying under the trees |
Juna deesa Ramdevpir tree plantation site |
Mittal Patel discusses tree plantation site |
No comments:
Post a Comment