Monday, September 23, 2013

JIWO Exhibition માં vssm

Jain Internation Women Orgenization દ્વારા ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ World trade center – Mumbai માં એક Exhibition નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં vssm સાથે સંકળાયેલી બહેનો દ્વારા મોતીમાંથી બનાવેલી જ્વેલરી અને Patchwork કરીને બનાવેલી Bed sheetsને વેચાણ અર્થે મુકવામાં આવી હતી.
Exhibitionમાં ભાગ લેવાની પ્રેરણા મુંબઈમાં રહેતા અને vssm ના શુભેચ્છક શ્રી નીતિનભાઈ સોનાવાલાએ આપી. અલબત stall એમણે જ book કરાવ્યો. JIWO એ stall ની ૮૦ ટકા રકમ ભરી અને બાકીની શ્રી નીતિનભાઈએ. vssm સાથે સંકળાયેલા શુભેચ્છક મિત્રો stall ની મુલાકાતે આવ્યા અને બહેનોએ બનાવેલી વસ્તુઓ હોંશે હોંશે ખરીદી. શ્રી રશ્મિનભાઈ સંઘવી બે દિવસ એમના તમામ કામ પડતા મૂકી અમારી સાથે રહ્યા. શ્રી પ્રદિપભાઈ શાહે vssm ના કામોમાં મદદરૂપ થઇ શકે એવા દાતાઓ સાથે અમને મેળવ્યા.. શ્રી ક્લ્પાબેન, શ્રી મીનાબેન, શ્રી કૃષ્ણકાંતજી, રાહુલ વગેરેએ ખુબ મદદ કરી. આ બધાએ પોતાની વ્યસ્તતા વચ્ચે પણ આ કામો માટે સમય કાઢ્યો એ માટે સૌના આભારી છીએ..
 
JIWO Exhibition માં vssm નો સ્ટોલ ...
Read in English...
VSSM, recently participated in an exhibition organised by Jain International Women Organisation- JIWO at Mumbai’s World Trade Centre on 21st September 2013. Hand made products made by women from various Nomadic communities were on display and sale. Since past couple of months VSSM is engaged in evolving various income generation models with various community groups of Nomadic Tribes. Hand made ethnic jewellery, appliqué bed spreads were some of the products on sale.

No comments:

Post a Comment