The families who spent the entire day in the government office |
Once again we write about a case that reflects utter disregard towards the plight of the nomadic families and Government notifications..
Since last 2 years VSSM is striving to get ration cards issued for the nomadic families staying in the Vatva zone of Ahmedabad it. We have made numerous appeals appeals so far to all the concerned authorities but have yet to be heard. Every time the applicants when ever go to the zonal office the Zonal Official sends they back they go to to file applications at the zonal office. 15 individuals from these families once again went to submit their applications and the official in-charge once again intimidated them saying the each application needs to be attached with required documents and if not so he won't accept the applications.
Time limit specified for issuance of any type Ration Card (As per the government resolutions) |
A while ago the Department of civil supplies had passed a resolution asking its officials to treat the the Voter ID cards as the only identity and address proof while processing the ration card applications of nomadic families. While a lot of other districts are respecting this resolution the officials of Ahmedabad district are showing utter dis-regard towards such a notification from their higher authorities. We are facing challenges in each and every zone of Ahmedabad. This required us to write to the Chief Minister Smt. Anandiben Patel, who issued directions to the concerned departments. The State Civil Supplies department has directed the District Civil Supplies Department to act and facilitate the entire process of issuance of Ration Cards to the applicants belonging to nomadic communities. A copy of the resolution was also sent across to the officials who presented to be unaware of it. And yet Zonal Officer Shri Hitesh Patel threw all the letters issued by the CM, the Additional Director of Civil Supplies Department, the copy of resolution etc into a dustbin when we approached him and showed his the issued letters!! He shooed away the applicants from his office saying it is not possible to get ration cards in such a manner...
The applicants have been totally hurt by such arrogant behaviour of Mr. Patel. It is possible that they’ll refuse approaching him again. Instead they’ll search for agents who’ll do the work for them in return of some hefty fees. Such behaviour by the officials makes us wonder, “is this what they actually want, these poor to stop entering their office and the agents to come and pay them part commission!!”
Almost a year and half back we filed 50 plus applications for ration cards in Maninagar Zone, the applications are yet to be processed….Ironically each zone needs to specify the stipulated time of processing such applications (as seen in the picture). So why mention time limits when they aren’t going to be met!!!
VSSM has time and again mentioned that it is an organisation that is committed to the cause of nomadic and de-notified communities, we do not engage in any unlawful practices and do not allow others to do the same. We have been trying to explain this principle to the authorities (since past 2 years) and time and again fail to make them understand. We know the ration card is to be used to buy ration and that is what these families want it for, it is stated on the cards as well, so why fear any other consequences and keep these extremely poor families devoid of a document that will help them have a proper meal at the end of the day….We are tired of such sloth-like approach of the officials.
Agitated by the behaviour of Shri Patel, VSSM's Chaayaben reached the office of the Director of Civil Supplies to lodge her complaint, unfortunately since the seniors were busy in a meeting she could not meet them inspite of waiting their for the entire day. We have lost count of the man-days we have wasted since last 2 years on such insignificant issues..
We feel ashamed to have to write to the Chief Minister but we have written to her once again today, once again an email has reached from her office to Secretary Civil Supplies and Ahmedabad District Collector. Let us see what happens next!!!
vssm દ્વારા રેશનકાર્ડ માટે રજૂઆત
અમદાવાદ જિલ્લાના વટવા ઝોન વિસ્તારમાં આવતા વિચરતી જાતિના પરિવારોને રેશનકાર્ડ મળે તે માટે vssm અને આ જાતિઓ છેલ્લા બે વર્ષથી રજૂઆત કરે છે. અરજદારો રેશનકાર્ડની અરજી લઈને જાય પણ ઝોનલ અધિકારી તેમને સાંભળવા જ તૈયાર નથી ના તેમના ફોર્મ લેવા. આજ રોજ વિચરતી જાતિના 15 પરિવારો સવારે રેશનકાર્ડની અરજી લઈને આપવા ગયા તો અધિકારીએ તેમની પાસેથી જાત જાતના પુરાવા આપવા પડશે અને આ પુરાવા વગર અરજી નહીં લઉં તેમ સંભળાવી દીધું.
વિચરતી જાતિના લોકો પાસે બહુ બધા આધાર પુરાવા હોતા નથી આથી જ તો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગે આ પરિવારોને ફક્ત મતદારકાર્ડના આધારે રેશનકાર્ડ આપવાનો ઠરાવ કર્યો છે. અમદાવાદમાં દરેક ઝોનમાં રેશનકાર્ડ મેળવવામાં તકલીફ થઈ રહી છે. આ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી આનંદીબહેન પટેલને રજૂઆત કરી હતી તેમના તરફતી સ્પષ્ટ નિર્દેશ જતા અન્ન નાગરિક પુરવઠા વિભાગે પણ અમદાવાદ જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકને આ મુદ્દે પત્ર પાઠવ્યો અને કાર્યવાહી કરવા સૂચના આપી સાથે વિચરતી જાતિઓને કાર્ડ મળી શકે તે માટેનો ઠરાવ પણ જોડ્યો છતાં ઝોનલ અધિકારી શ્રી હીતેશ પટેલને જાણે આ બાબતમાં કોઈ રસ પડતો ના હોય તેમ ગાંધીનગરથી આવેલા પત્રો પણ જોવાની સ્પષ્ટ ના પાડી થોડુ જબરજસ્તીથી પત્ર બતાવવાની કોશીશ કરી તો મુખ્યમંત્રી શ્રી, નાયબ નિયામક શ્રી અન્ન નાગરિક પુરવઠાના પત્રો તેમણે ફેંકી દીધા અને આવી રીતે રેશનકાર્ડ કાંઈ મળે નહીં એમ કહીને અરજદારોને કાઢી મુક્યા. કેવું ઉદ્ધત વર્તન. અધિકારીઓના આવા વર્તનથી લોકો કચેરીનું પગથિયું ચડવાનું માંડી વાળશે નહીં તો એજન્ટો શોધશે. આ થવા દેવું કેટલું યોગ્ય છે. ક્યારેક તો અધિકારી આવું વર્તન કરીને ગરીબોને પોતાની કચેરીમાં આવવાની મનાઈ જ ઈચ્છતા હોય તેવું લાગે છે.
વળી માર્ચ 2015માં આ સંદર્ભે મણીનગર ઝોનમાં પણ 50 ઉપરાંતની અરજીઓ રેશનકાર્ડ મેળવવા કરી છે સવા વર્ષ થયું છતાં આ અરજી અન્વયે પણ કોઈ કાર્યવાહી થઈ નથી રહી. જબકી દરેક ઝોનમાં અરજી કર્યાના કેટલા દિવસમાં કાર્ડ મળશે તેની સમયમર્યાદા લખી જે ફોટોમાં જોઈ શક્યા છે. ક્યારેક થાય આપવું જ નથી તો આવું લખાની શી જરૃર છે.
વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા નિષ્ઠાથી કામ કરનારી સંસ્થા છે. ખોટા કામમાં અમે હોઈએ નહીં અને અમારી જાણમાં ખોટુ થવા ના દઈએ આ વાત અધિકારીને સમજાવવાની છેલ્લા ત્રણ વર્ષથી કોશીશ કરીએ છીએ પણ કોઈ કામ થતું નથી. ના તેઓ કશું સાંભળવા રાજી થાય છે.
રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત રાશન માટે છે તેનો અન્ય ઉપયોગ શક્ય નથી તેવું કાર્ડમાં જ લખ્યું છે છતાં તેઓ અનાજ માટે રેશનકાર્ડ આપવાનું કેમ ટાળે છે તે સમજાતું નથી. વળી આવા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને લખવું પડે તે પણ શરમજનક છે. વહીવટીતંત્રની આવી શિથીલતાથી અમે અને આ જાતિઓ થાક્યા છીએ.
આજે આ પરિવારો રજૂઆત માટે વટવા ઝોન ગયા ત્યાં તેમની સાથે જે વર્તન થયું તેનાથી કંટાળીને સંસ્થાના કાર્યકર છાયાબહેન સાથે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરી- લાલદરવાજામાં રજૂઆત માટે ગયા પણ અધિકારીઓ મીટીંગમાં ગયા હોવાથી કોઈ મળ્યું નહીં. સાંજે 5 વાગ્યા સુધી તેઓ બેસી રહ્યા આમ સવારના 10 વાગ્યાથી શરૃ થયેલી રેશનકાર્ડ મેળવવાની તેમની સફરનો આખો દિવસ ગયા પછી પણ અંત આવ્યો નહીં. આવા કેટલાય ધક્કા વિચરતી જાતિના પરિવારો છેલ્લા બે વર્ષથી ખાઈ રહ્યા છે છતાં કોઈને તેમની આ હાલાકી દેખાતી નથી.
આજ ફરી મુખ્યમંત્રીને લખ્યું છે અને તેમના ત્યાંથી ગાંધીનગર અગ્ર સચિવ અન્ન નાગરિક પુરવઠા અને કલેકટર અમદાવાદને આ પ્રશ્નનને હલ કરવા ઈમેલ પાઠવ્યા છે જોઈએ શું થાય છે.
ફોટોમાં રજૂઆત માટે ગયેલા વિચરતી જાતિના પરિવારો આખો દિવસ તેઓએ કચેરીના ધક્કા જ ખાધા છે. કાશ તેમની સ્થિતિ અધિકારી સમજી શકતા હોત.. અને બીજા ફોટોમાં સમયમર્યાદામાં રેશનકાર્ડ ફાળવવાનું સમયપત્રક
No comments:
Post a Comment