Dafer Community at DGP Office |
Once associated with some unlawful activities but now leading completely changed and clean lives after coming into contact with VSSM the Dafer families of Vijapur are a hard working group. Umarbhai Dafer who holds the community together is the leader of this Dafer settlement. He is a very righteous man and prohibits entry of anyone associated with criminal or unlawful activities in the settlement.
On 28th May 2016 and again on 6th June 2016 Head Constable Bharwad from SOG Mehsana along with other policemen arrived in this settlement. He made all the accompanying policemen surround the settlement. He started getting in the houses and began questioning - from where did you get this and that, from where does the money come etc. etc.?? The stick in his had was used to bang the vessels and intimidate the family members. Nor Umarbhai or VSSM’s Tohid were present in the settlement at the time..
The youth from the settlement are engaged in safeguarding the village and farm boundaries. This job requires them to move around the boundaries they guard and for this purpose many men in the community have bought second-hand motor bikes. “So from where did you steal the bikes??You must be having guns as well, where do you get all this stuff from?” probed HC Bharwad very rudely.
On hearing him accuse Kareemaben could not remain quite, “Saheb, take these right away, if you can find these bikes to be stolen!!” she gave him back. But that did not bother or change HC Bharwad’s attitude as he continued with his un-warranted march into the homes of the Dafer.
Even Dholabhai could not take all this crap any longer, “Saheb, in this settlement you wouldn’t find any stolen article or a single person who is engaged in stealing!” But no one paid attention to these arguments.
When VSSM’s Tohid reached the settlement he was greeted with a strong chorus. The community’s decision was unanimous, “we cannot tolerate such accusations and autocratic behaviour of police., how can someone enter our homes and harass us without any four faults…Tohid and Umarbhai decided to put this matter before the Director General of Police. On 29th June Tohid along with few leaders from the settlement reached the office of DGP and presented their case to Shri. D. H. Desai Staff Officer to DGP. He immediately spoke to the police officers in Mehsana and asked them to prevent such incidents in future.
So far, 10 days after we presented the issue to higher authorities, their is order in the situation. But how long will we keep running to the higher authorities for all the official notoriety that happens at the local level. It is very wrong on the part of the police to keep harassing families who have been leading decent lives for many years now. They have left their past and are working towards a better future for their coming generations. It is time that this ever-strained relationship of police with Dafer some to a stop, it is time the police officials go after the real criminals...
વિજાપુરમાં ડફેર પરિવારો રહે. વર્ષો પહેલાં ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા આ પરિવારોએ છેલ્લા કેટલાય વખતથી VSSMના સંપર્કમાં આવ્યા પછી ગુનાહીત પ્રવૃતિઓ બંધ કરી દીધેલી. બધા મહેનત કરે અને ગુજારો કરે. વસાહતના આગેવાન ઉમરભાઈ ડફેર બધાને એકસુત્રતાથી બાંધી રાખે. ખરાબ કે ખોટા ધંધા કરવાવાળા વ્યક્તિને વસાહતમાં પગ પણ ના મુકવા દે.
આવી વસાહતમાં 28 મે 2016 અને 6 જુન 2016ના રોજ મહેસાણા એસ.ઓ.જી.માંથી હેડકોન્સ્ટેબલ ભરવાડ આવ્યા. સાથે બીજા પોલીસ કર્મીને પણ લઈ આવ્યા અને વસાહતની ચારે બાજુ બધાને ઊભા કરી દીધા. વસાહતમાં દાખલ થતા જ દરેક છાપરાંમાં ધુસીને આ ક્યાંથી લાવ્યા? ફલાણુ ક્યાંથી લાવ્યા? શું કરો છો? પૈસા ક્યાંથી આવે છે? વગેરે જેવા પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો સાથે સાથે હાથમાં રહેલી લાકડીથી વસ્તુઓને ઠોકવાનું, લોકોને ડરાવવાનું શરૃ કર્યું. ઉમરભાઈ બહારગામ હતા. VSSMના કાર્યકર તોહીદ પણ વસાહતમાં નહીં.
વસાહતના કેટલાક યુવાનો સીમચોકીનું કામ કરે એટલે જુનામાં બાઈક ખરીદેલા તેમના બાઈક જોઈને હેડકોન્સટેબલે કહ્યું, ‘બાઈકો ક્યાંથી ચોરી લાવ્યા? બંદુકો તો હશેને ક્યાં છે લાવો?’ એમની આ વાત સાંભળીને વસાહતમાં રહેતા કરીમાબહેને કહ્યું, ‘સાહેબ ચોરી કરીને લાવ્યા હોઈએ ને તો હાલ જ લઈ જાવ.’ છતાં હેડકોન્સટેબલ ભરવાડના તેવર બદલાયા નહીં અને દરેક ઘરની ઝડતી કોઈ પણ સર્ચ વોરન્ટ વગર ચાલુ રાખી. કંટાળીને વસાહતમાં રહેતા ઢોલાભાઈએ કહ્યું, ‘સાહેબ ચોરીનો કોઈ સામાન અમારી વસાહતમાંથી ના મળે ના ચોરી કરનારો કોઈ માણસ.’ પણ સાંભળે કોણ આખરે એ ગયા.
તોહીદ વસાહતમાં પહોંચ્યો એટલે બધા જ પરિવારોએ પોલીસની આવી જોહુકમી હવે નહીં સહીએ અમે ચોર નથી કે અમારા ઘેર આમ ધોળા દાળે પોલીસ આવે અને ઝડતી લે. તોહીદ અને ઉમરભાઈએ આ ઘટનાની રજુઆત પોલીસ મહાનિર્દેશકને કરવાનું નક્કી કર્યું અને વસાહતમાંથી કેટલાક આગેવાનોને લઈને તોહીદ 29 મે ના રોજ રજુઆત માટે ગયા અને ડી.એચ.દેસાઈ સ્ટાફ ઓફીસ ઓફ ડી.જી.પી.ને રજૂઆત કરી. તેમણે તુરત એસ.પી.મહેસાણાને આ ઘટનાની વાત કરી અને આ પ્રકારે ખોટી રીતે લોકોને હેરાન ના કરવા સ્પષ્ટ સુચના આપી.
રજૂઆતના 10 દિવસથી શાંતી છે. પણ દરેક વખતે સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત માટે દોડ્યા કરવાનું યોગ્ય નથી લાગતું. જે વસાહતમાંથી એક પણ વ્યક્તિ કોઈ પણ ગુના સાથે સંકળાયેલું નથી ત્યાં પોલીસનું આમ અકારણ આવવું લોકોને હેરાન કરવું જરાય યોગ્ય નથી. ડફેર સમુદાયની આ ચોર પોલીસની રમત જલદી બંધ થાય અને દરેક પોલીસકર્મીને ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના..
ફોટોમાં રજૂઆત માટે ગયેલા ડફેર ભાઈઓ
No comments:
Post a Comment