Monday, May 31, 2021

We hope for greater awareness of the villagers and the Rain Gods to bless us and fill up the deepened lakes…

WaterManagement site


The farmers of Madhya Pradesh’s Devas district took out a funeral procession of the borewell pump. The farmers were using the borewells to irrigate their farms. The borewells had decreased their dependency on rainwater while enabling them to take three crops a year.  But this act of exploiting groundwater had diminished the groundwater tables to alarmingly low levels or no water at all. The villagers were compelled to migrate for employment as agriculture was not a gainful option.

Fed up with the poor water condition, a farmer decided to revamp the way they used water. He made a ‘khet talavdi,’ pond on his farm. As the water percolated from this pond,  the groundwater levels gradually came up. The soil also became rich in moisture content, while the need to irrigate the crops reduced. The success had a far-reaching impact as it inspired other farmers to follow suit. One visioner farmer was able to inspire farmers of the entire district. The farmers saved each possible drop of rainwater through ponds on-farm, compartment bunding, deepening of lakes… and this is how they managed to bid adieu to borewells.

For the past few years, we have commenced water conservation efforts in Banaskantha. There is a growing awareness of it now. This season we could deepen 20 lakes, we had plans to do many more but the Covid lockdown deterred our plans.

The deepening of lakes is underway in Jhalmor, Khaprol, Shiya, Katav and other villages in partnership with the government’s Sujalam Sufalam Abhiyan,  the undeterred support of our well-wishers and village participation.

We hope for greater awareness of the villagers and the Rain Gods to bless us and fill up the deepened lakes…

મધ્યપ્રદેશનો દેવાસ જિલ્લો જ્યાં ખેડૂતોએ મળીને બોરવેલની સ્મશાન યાત્રા કાઢી. વાત જાણે એમ હતી કે, દેવાસના ધરતીના પેટાળમાંથી પાણી ઉલેચવાની સગવડ બોરવેલ થકી થઈ. ખેડૂતોની આકાશી ખેતી પરની આધારીતતા ઘટી ને ખેડૂતો ત્રણ પાક લેવા માંડ્યા.

પણ અમાપ પાણી ઉલેચાવાના લીધે પેટાળ ખાલી થયા. સ્થળાંતરની સ્થિતિ નિર્માણ થઈ. આખરે એક ખેડૂતે પોતાના ખેતરમાં ખેત તલાવડી કરી. ખેત તલાવડીમાં વરસાદી પાણી ભરાયું. તલાવડીના તળમાંથી જમીનમાં પાણી પરકોલેટ(ઝમ્યુ) થયું. દિવાલોમાંથી ખેતરની આજુબાજુ પરકોલેટ થયું. જમીનમાં ભેજનું પ્રમાણ વદ્યું. આમ પાકને દા.ત.પાંચ વખત પાણી આપવું પડતું એ ઘટ્યું.. ને તળ પણ ઉપર આવ્યા. એક ખેડૂતને મળેલી સફળતાથી અન્ય ખેડૂતો પ્રેરાયા ને પછી તો આખા જિલ્લામાં જાગૃતિ આવી.

સૌએ જળસંચય માટે તળાવો, ખેતતલાવડી, ખેતરમાં કંપાર્ટમેન્ટ બંડીગ ટૂંકમાં પાણીના ટીપે ટીપાને બચાવ્યું ને પછી સામૂહીક રીતે નીકળી બોરવેલની સ્મશાન યાત્રા...

#બનાસકાંઠા અમે #જળસંચય અભિયાન છેલ્લા કેટલાક વર્ષથી ઉપાડ્યું.. આજે જાગૃતિ દેખાય છે. આ સીઝનમાં અમે 20 તળાવો ગાળ્યા. આશા તો ઘણા કરવાની હતી પણ કોરોના નડ્યો.

હાલમાં #જાલમોર, #ખાપરોલ, #શિયા, #કટાવ વગેરે ગામોમાં સરકારના #સુજલામ_સુફલામ_અભીયાન અંતર્ગત VSSM સાથે સંકળાયેલા પ્રિયજનની આર્થિક મદદથી અને ગામની ભાગીદારીથી તળાવ ઊંડા કરવાના કાર્યો ચાલે છે. 

દરેક ગામ જાગે સ્વંય આ કાર્યો કરતા થાય ને મેધરાજા પણ મહેર કરે ને તળાવો છલકાઈ જાય એ અભીલાષા....

#MittalPatel #vssm

Ongoing Lake deepening

WaterManagement site

Ongoing lake deepening work




No comments:

Post a Comment