Mittal Patel meet the community for WaterManagement |
VSSM's water conservation efforts recently took me to Vaghpura village near Gujarat-Rajasthan boarder. The villagers had requested for deepening of their community lake. As usual our condition of villagers contributing to lifting the excavated soil as well as small cash donation (to be used for water conservation works in the village) by each household while VSSM supported JCB expenses prevailed. The objective of the visit was to meet the community and leaders to discuss the telephonic conversations in person.
Mittal Patel was accompined by Respected Shri Rashmin Sanghvi, Shri Girishbhai Saive, Shri Shweta Dodeja |
Mittal Patel discusses Water Management with the villagers |
“Ben, this year we faced an onslaught locust on our crops which caused severe damage to our crops. The loss has been immense. Also because we are at the fringe of Gujarat, we have remained a deprived and backward area as most benefits do not reach us as well as they do in other villages. However, we shall do as you tell us too!!” Sarpanch Virabhai spoke on behalf of the leaders and the community.
Water Managemnet site |
It was a regular visit to meet the community and see the region, the lake etc but what was striking about this village was the place we were seated. Under the glorious and massive shade of a woodland created by 108 peepul trees, right at the centre of the village. It has taken them 10 years to raise these native trees. Peepul isn't a tree humans Peepul is not a species that many prefer to plant, however, a saint visited the village and insisted that he will meditate under the canopy of 108 peepul trees, as a result, these trees were planted. And it was not just here they had planted trees at many other places too. This habit of planting trees speaks a lot about the sincerity of the community and its leadership. Our experience says that people show a lot of enthusiasm in planting trees but when it comes to raising them they don’t feel as encouraged but the villagers here had succeeded in showing their commitment towards both planting and raising the trees.
Their unity has been inspiring too. When we conveyed our intention to conduct tree plantation drive along with deepening of lakes, they immediately welcomed the idea and were ready to allot land for the same.
I was accompanied by respected Shri Rashminbhai Sanghvi who is like a father to me and someone who helped us initiate and shape the water conservation efforts, Shri Girishbhai Saive and Ms Shweta Dodeja.
We hope more and more villages are inspired to join this movement.
બનાસકાંઠા અને રાજસ્થાની બોર્ડર પર આવેલા વાઘાસણગામમાં તળાવના કામો માટે જવાનું થયું.
ગામમાં તળાવ ખરુ પણ એને વધારે ઊંડુ કરવા માટે ગામના લોકોએ વિનંતી કરેલી.
અમે શરત કરેલી કે માટી તો તમારે ઉપાડવાની એ ઉપરાંત નાનકડો ફાળો પણ ખોદકામ માટે આપવાનો. આ ફાળો ખોદકામ માટે જ વપરાશે.
ફોન પર થયેલી આ વાત રૃબરૃ કરવા ગામમાં જવાનું થયું.
ગામલોકો સાથે બેઠક થઈ જેમાં સરપંચ વીરાભાઈ અને ગામલોકોએ કહ્યું,
'બેન આ ફેરા તીડ ઘૈઈક આયા. બહુ નુકશોન થ્યું.
પાસો વિસ્તારેય પસાત. છતો તમે કો સો ઈમ થશે એટલો ફાળો ભેરો કરી આલશું. પાસુ અમારુ આ ગોમ બોર્ડર પરનું એટલે બીજા ગોમોન મળ એવા લાભથીયે અમે વંચિત રહી જઈએ. છતો કરીશું થાય એ'
ગામમાં જતા વેત તળાવ જોવા ગયા. પણ મજાની વાત તો તળાવ જોયા પછી એમણે અમને જે જગ્યાએ બેસાડ્યા તે જગ્યાની હતી. 108 પીપળાનું વન. બરાબર ગામની વચ્ચે. દસ વર્ષની મહેનતથી આ પીપળા ઉછર્યા હતા. મૂળ એક સન્યાસી ગામમાં તપ માટે આવ્યા એમણે પીપળાના વનમાં બેસી તપ કરવાનું કહ્યું એટલે પીપળા વવાયા. બાકી પીપળાને લોકો બહુ પસંદ નથી કરતા.
ખેર વાધપુરાએ આ પીપળા સિવાય પણ અન્ય એક જગ્યા પર વૃક્ષો વાવ્યા હતા. વૃક્ષ પ્રેમ તો ઘણા દાખવે અને વૃક્ષ વાવે પણ ખરા પણ મુશ્કેલ અને ખરી કસોટી વૃક્ષોના જતનની છે. જે વાઘપુરાગામના લોકોએ કરી બતાવ્યું હતું.
ગામલોકોનો સંપ પણ મજાનો.
અમે ગામનું તળાવ ગાળવાનું કરીશુ અને વૃક્ષારોપણ કરવાની ઈચ્છા હોવાનું પણ અમે કહ્યું. ગામલોકોએ અમારી વાતને વધાવી અને આ માટે અલગ જમીન કાઢી આપવાની હરખ સાથે હા પાડી.
મુંબઈથી તળાવ ગાળવાનું કામ જેમણે શીખવાડ્યું, સમજાવ્યું અને જેમના થકી આ કાર્યો માટે મદદ મળે છે એવા આદરણીય અને જેમને હું મારા પિતા કહુ છું તે રશ્મીનભાઈ સંઘવી , સુશ્રી શ્વેતા ડોડેજા, ગીરીશ સાઈવે પણ વાઘપુરા અમારી સાથે આવ્યા. જે પણ ફોટોમાં જોઈ શકાય છે.
વધુ ગામો એક સમજણ સાથે તળાવ ગળાવવા તૈયાર થાય તેવું ઈચ્છીએ..
#vssm #missionsavewater #watermanagement #savewater #participatorywatermanagement #water #saveearth #india #savetheplanet #environment #ecofriendly #savenature #gogreen #savetrees #waterconservation #sustainability #climatechange #gujarat #banaskantha #agriculture #farmer
#મીતલપટેલ #પાણીબચાવો #તળાવબચાવો #પર્યાવરણ #બનાસકાંઠા #ગુજરાત #જાગોખેડૂત.
No comments:
Post a Comment