Wednesday, January 08, 2025

To truly understand nomadic communities situation, it is necessary to step into their shoes...

Mir community woman

These people may not seem poor at first glance. Look, they’ve even applied nail polish. They wear silver necklaces around their necks and silver anklets on their feet. Have you looked at their clothes?

Many people make assumptions about others based on their appearance. However, in my opinion, it’s important to study a person's situation thoroughly before making any assumptions.

If we go and visit the home of someone wearing a necklace and anklets, we might realize that there is no safe or treasure box in their house. If someone falls ill or there is an emergency, they sell what they are wearing—whether it’s their necklace or anklets—to cover the expenses. In a way, we can call them  moving treasury..

As for the nail polish, it costs only five rupees today. Don’t they ever feel like decorating themselves? But we find this unusual because it doesn't fit into our preconceived notion of what poverty looks like.

To truly understand someone’s situation, it is necessary to step into their shoes. Without doing so, we will never truly comprehend their reality.

The photo of Mir community woman was taken by our dear friend Bharatbhai Patel. He has created a beautiful photo story depicting the lifestyle of nomadic communities. Thank you, Bharatbhai.

 દેખાવથી આ લોકો કાંઈ ગરીબ નથી લાગતા. જુઓ નેઇલ પોલીશ કરી છે. ગળામાં ચાંદીની હાંસડી ને પગમાં કડલા અરે બુટિયા પણ ચાંદીના. પાછા કપડા જોયા? 

જેમની સાથે અમે કામ કરીએ એ લોકોને જોઈને અનેક લોકો આવી ધારણા સામાન્ય રીતે બાંધી દે. મારા મતે કોઈ પણ વ્યક્તિ વિષે ધારણા બાંધતા પહેલા એ વ્યક્તિની સ્થિતિનો સમગ્રપણે અભ્યાસ કરવો અગત્યનો.

ગળામાં હાંસડી, પગમાં કડલા જેમણે પહેર્યા છે એમના છાપરામાં જઈને ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે ત્યાં તિજોરી નથી. ઘરમાં કોઈ બીમાર પડે કે પ્રસંગ આવે તો જે ગળામાં, પગમાં પહેર્યું છે એ વેચીને ખર્ચા કાઢવાના. એક રીતે અમે તો આમને હરતી ફરતી તીજોરી કહીએ..

વળી નેઇલ પોલીસ તો આજે પાંચ રૂપિયામાં મળે. ક્યારેક એમનેય શણગાર સજવાનું મન ન થાય? પણ આપણને એ કઠ્ઠે.. કેમ કે આપણે કલ્પેલી ગરીબની વ્યાખ્યામાં આ બંધ બેસતું નથી. 

કોઈની સ્થિતિ સમજવા એમના ખાસડામાં પગ નાખવો જરૂરી. એ વગર સાચી સ્થિતિનો આપણને ખ્યાલ જ ન આવે.

મીર બહેનનો ફોટો અમારા પ્રિયજન ભરતભાઈ પટેલે પાડ્યો. એમણે વિચરતી જાતિની જીવન શૈલીને દર્શાવતી સુંદર બુક ફોટો સ્ટોરી સાથે કરી છે. આભાર ભરતભાઈ

#mittalpatel #Gujarat #PhotographyIsArt #nomadictribes #traditional #tribes




No comments:

Post a Comment