A Disabled Couple with four children living in an unimaginable condition |
I had the opportunity to meet a family living in conditions that are almost unimaginable.
In the village of Odhwa, Patan, a disabled couple with four children live in very poor condition. The husband and wife are both in such a condition that they can't take care of themselves, let alone their children.
The teachers at the village’s primary school, especially the headmaster, are very compassionate. Knowing the family’s situation, they make sure that the family’s daughter, who attends the school, is provided with lunch. They also send large containers filled with food for the entire family to eat.
Not everyone understands the condition of this family. However, the government’s health team visits the family frequently for checkups. The Sarpanch (village head) has also personally visited them. When he asked what they had cooked, the eldest daughter, who is in the 8th grade, replied, "Vegetables and roti (flatbread)." But there was no sign of cooking in the house. Upon closer inspection, it was found that they had only eaten flour mixed with water.
The Sarpanch immediately arranged for groceries, but the situation was heartbreaking.
They have a small shanty, but during the monsoon, water fills the entire hut. The floor is raw, and the walls have holes. The family requested that the house be built in a higher area, so the water doesn’t enter. They called us with this request.
They said, "We don't need all the help. The village has its responsibility, and they will do their part, but if you take the lead, this family can be saved."
When we went to Patan, we visited Odhwa and met the family. The husband and wife couldn't speak, but the eldest daughter shared a lot.
With the help of the respected Kishor Uncle, we will build a house for them. Kishorbhai Patel, in memory of the dear Kushbhai, helps build homes for families like these, and we will build a house for this family too.
We will also provide ration supplies so that they can eat every month. As for cooking, their mother has now come to stay with them and will take care of it.
We also brought the children to our hostel. Some villagers said that while it’s good they are learning, staying with us would at least ensure they have enough to eat.
Seeing families living in such unimaginable conditions is heart-wrenching. We hope that by being instruments for good, we can bring about lasting change for many families like this one.
માન્યામાં ન આવે એવી સ્થિતિમાં જીવતા પરિવારને મળવાનું થયું.
પાટણનું ઓઢવા ને એની સીમમાં દિવ્યાંગ પતિ પત્ની ચાર સંતાનો સાથે રહે. પતિ પત્નીને પોતાનું પણ ભાન નહીં. આવામાં એ બાળકોને તો શું સાચવે?
ગામની પ્રાથમિકશાળાના શિક્ષકો, આચાર્ય ખુબ લાગણીવાળા. આ પરિવારની સ્થિતિ જાણે એટલે મધ્યાહન ભોજન આ પરિવારની દીકરી જે શાળામાં ભણે એને જમાડે ને મોટી બરણી ભરીને ઘરે લઈ જવા પણ આપે.. જેથી આખો પરિવાર ખાઈ શકે.
સીમમાં રહેતા આ પરિવારની સ્થિતિનો ખ્યાલ બધાને નહીં. પણ સરકારની આરોગ્ય ટીમ બેનની તપાસ માટે અવાર નવાર જાય. સરપંચશ્રી ભલા એમણે પણ આ પરિવારની મુલાકાત લીધી. ખાવા શું રાંધ્યું એ સવાલ જ્યારે એમણે પુછ્યો તો મોટી દીકરી જે ધો.8માં ભણે એણે કહ્યું, શાક, રોટલા. પણ ઘરમાં ક્યાંય રાંધ્યાના એંધાણ નહોતા. જાતે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે લોટ પલાળીને પીધો છે..
એ પછી એમણે તુરત કરિયાણું મોકલ્યું. પણ સ્થિતિ જોઈને જીવ બળ્યો.
ઓરડી બાંધેલી પણ ચોમાસામાં આખી ઓરડીમાં પાણી ભરાય. તળિયું કાચુ, પતરામાં બાકોરા. ઊંચાણવાળા વિસ્તારમાં ઘર બંધાય તો સારુ એવી ભાવના સાથે એમણે અમને ફોન કર્યો.
એમણે કહ્યું, અમને બધી મદદ નથી જોઈતી.ગામની પણ ફરજ છે એ પણ કરશે પણ તમે આગેવાની લેશો તો આ પરિવાર સચવાઈ જશે.
પાટણ જવાનું થયું એ વેળા ઓઢવા ગયા. પરિવારને મળ્યા. પતિ પત્ની તો શું વાત કરે. પણ મોટી દીકરીએ ઘણું કહ્યું.
ઘર બાંધવાનું આદરણીય કિશોરઅંકલની મદદથી કરીશું. પ્રિય કુશભાઈની સ્મૃતિમાં કિશોરભાઈ પટેલ આવા પરિવારોના ઘર બાંધવામાં મદદ કરે. તો આ પરિવારનું ઘર પણ બાંધીશું.
રાશનની મદદ પણ કરીશું જેથી દર મહિને એ ખાઈ શકે. રસોઈ બનાવવાનો સવાલ હતો પણ બહેનના મા હવે એમની સાથે રહેવા આવ્યા છે તો એ રાંધી દેશે..
ને બાળકોને અમે અમારી હોસ્ટેલમાં લઈ આવ્યા. ગામના કેટલાક લોકોએ કહ્યું, ભણે તો સારુ પણ તમારા ત્યાં રહેશે તો પેટ ભરીને ખાવા મળશે તોય ઘણું..
અક્લપનીય સ્થિતિમાં જીવતા આવા પરિવારોને જોઈને જીવ બળે. બસ સૌના શુભમાં નિમિત્ત બની શકીએ તો ઘણું એવું સતત થાય....
આવા પરિવારોને રાશન આપવામાં તમે નિમિત્ત બની શકો એ માટે 9099936013 પર 11 થી 6માં સંપર્ક કરી શકો...
The village Sarpanch personally visited them and helped them with groceries |
Mittal Patel meets these family |
Family used to eat flour mixed with water. |
No comments:
Post a Comment