Thursday, January 02, 2025

Thank you Well-Wishers this wedding ceremony was not possible without your support...

"Our daughters are getting married, but we are unable to afford the expenses; can you help?"

This is from a Vadia village in Banaskantha. It is customary for daughters to get married in this village.

For the first time in 2012, VSSM helped in marrying off daughters in this village. Since then, every year, more daughters have gotten married, and we have been a part of this process.

Five daughters from the village have just completed their 12th grade and are now pursuing a General Nursing course.

The face of the village is slowly changing.

We helped with the expenses for the weddings of three daughters. Respected Alimbhai Adatiya, Tusharbhai Bheda, and Viralbhai Shah… With a simple message to these three relatives asking for help with the wedding expenses, all three agreed to contribute, and we thank them for immediately becoming part of this noble cause. We are grateful to all of you.

Weddings often involve dancing and music, but here, the tradition of Rajasthan's Ghoomar dance is more prevalent. Many children from the village stay in our hostel, and we celebrate Navratri with great enthusiasm here.

The children are good at playing Garba, and we all joined in the celebration. The elders also participated in the Garba dance.

We hope that such moments of joy continue to come frequently in the village.

#vssm #mittalpatel"

‘અમારી દિકરીઓના વિવાહ છે પણ ખર્ચમાં અમે પહોંચી નહીં શકીએ તમે મદદ...’

બનાસકાંઠાનું વાડિયા. દિકરીઓ પરણે એ આ ગામમાં ઈચ્છીત. 

પહેલીવાર 2012માં VSSM એ આ ગામમાં દીકરીઓને પરણાવી. એ પછી તો દર વર્ષે દીકરીઓ પરણવા માંડી ને અમે એમાં નિમિત્ત બન્યા. 

ગામની પાંચ દીકરીઓએ હમણાં ધો.12 પુરુ કર્યું ને હવે એ જનરલ નર્સિંગ કોર્સ કરી રહી છે.

ગામની શકલ ધીમી ગતિએ બદલાઈ રહી છે.

ત્રણ દિકરીઓના લગ્નના ખર્ચમાં મદદરૃપ થયા. આદરણીય અલીમભાઈ અદાતિયા, તુષારભાઈ ભેદા અને વિરલભાઈ શાહ.. એક મેસેજ આ ત્રણે સ્વજનોને કર્યો ને દિકરીઓના લગ્નમાં મદદરૃપ થશો તો રાજી થઈશુંનુ કહ્યું ને ત્રણે સ્વજનોએ તુરત આવા કાર્યમાં સહભાગી બનાવ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો. અમે સૌના આભારી છીએ... 

લગ્ન એટલે નાચ-ગાન પણ હોય. પણ અહીંયા રાજસ્થાનની ઘૂમરનું ચલણ વધારે. પણ ગામના ઘણા બાળકો અમારી હોસ્ટેલમાં ભણે અને અમે અહીંયા નવરાત્રી ધામધૂમથી કરીએ.

બાળકોને ગરબા સરસ આવડે. તે અમે સૌએ ગરબા રમ્યા. બાળકો સાથે વડિલો પણ ગરબામાં સહભાગી થયા.

આનંદની આવી પળો વાડિયામાં અવારનવાર આવતી રહે તેવી શુભભાવના...

#vssm #mittalpatel

Wedding Gifts at Vadia

Mittal Patel attends wedding ceremony in Vadia

Mittal Patel dances at Vadia Wedding Ceremony

Wedding Gifts at Vadia

Wedding gifts at Vadia

The beautiful moments at Vadia Marriage
 Ceremony

Wedding Gifts at Vadia

Wedding Gifts at Vadia


No comments:

Post a Comment