Wednesday, January 01, 2025

We are grateful to our well-wishers for supporting the tree plantation drive in Anawada village of Patan...

Mittal Patel discusses tree plantation

In Anawada of Patan, on the banks of the Saraswati River, there is a gaushala (cow shelter). The shelter has separate enclosures for cows, bulls, calves, and young calves. Although the number of sick cows is high, it is clear that all of them are being well cared for.

We are planting and growing trees in the Anawada Gaushala.

We planted 2,300 trees in one plot and 1,500 trees in another plot of the gaushala. The trees are growing beautifully. The land is sandy, so there was some concern about whether they would grow, but the sacred feelings behind this work seem to be playing a role. These two local forests are supported by two very sacred individuals.

Respected Bipinbhai Shah – from the AnuhPharma family, originally from Patan, a family with noble intentions. With their help, we planted 2,300 trees. With the help of another respected individual, Viralbhai Vyas and his wife Heena Vyas, we planted 1,500 trees. The trees were provided by Jaybhai Shah from Mehsana. The arrangements for drip irrigation, digging the pits, and maintaining the trees were made through the help of these two dear friends associated with VSSM.

All three individuals are wonderful. They help with great love and care, which is why the planted trees are growing so well. We are grateful to all of you.

The individuals managing the gaushala, especially Respected Dineshbhai and other friends, are equally hardworking. Our tree friend, and the one who continuously supervises these sites, is our worker, Hiteshbhai. The effort of our workers Narayanbhai and Mohanbhai also plays a crucial role as they constantly visit and take care of the trees.

When we take care and supervise the trees, they grow well. The affection and attention are also important. When someone cares for them and asks about them, the trees thrive.

Together with VSSM and KRSF, we have planted more than 1.4 million trees, and they are growing magnificently. Many relatives have supported this work, and we are grateful to all.

We are pleased to have played a part in decorating Mother Earth with greenery.

પાટણના અનાવાડામાં સરસ્વતી નદીના કાંઠે ગૌશાળા. ગૌશાળામાં ગાયો, નંદી, આખલા અને વાછરડાના નોખા નોખા વાડા. બિમાર ગાયોની સંખ્યા ઘણી પણ આ બધાની સરસ માવજત લેવાઈ રહ્યાનું જોઈ શકાય.

અમે અનાવાડાની ગૌશાળામાં વૃક્ષો વાવી ઉછેરવાનું કરી રહ્યા છીએ.

ગૌશાળાના બે પ્લોટમાં ક્રમશઃ 2300 અને 1500 વૃક્ષો અમે વાવ્યા. વૃક્ષો સરસ ઉછરી રહ્યા છે. આમ તો જમીન રેતાળ એટલે થોડી ચિંતા પણ થાય કે ઉગશે કે કેમ પણ ક્યાંક પવિત્ર ભાવનાઓ પણ કામ કરે. આ બે ગ્રામ વન માટે અમને જેમણે મદદ કરી એ બેય બહુ પવિત્ર વ્યક્તિઓ.

આદરણીય બિપીનભાઈ શાહ – અનુહફાર્મા પરિવાર. મૂળ પાટણના વતની ને એકદમ ઉમદા ભાવનાવાળો પરિવાર. એમની મદદથી 2300 વૃક્ષો વાવ્યા ને બીજા આદરણીય વિરલભાઈ વ્યાસ અને તેમના પત્ની હીના વ્યાસની મદદથી 1500 વૃક્ષો વાવ્યા. વૃક્ષો વાવવા આપ્યા મહેસાણાના જયભાઈ શાહે. ડ્રીપ, ખાડા, વૃક્ષની દેખરેખ માટે વૃક્ષ મિત્ર આ બધી ગોઠવણ VSSM સાથે સંકળાયેલા આ બેય સ્વજન મારફત કરી.

ત્રણે વ્યક્તિ મજાના. ખુબ ભાવથી મદદ કરે એટલે વાવેલા વૃક્ષો સરસ ઉછરે. આપ સૌના અમે આભારી છીએ.

ગૌશાળાનું સંચાલન કરનાર સ્વજનો આદરણીય દિનેશભાઈ ને અન્ય મિત્રો પણ એવા જ ખંતીલા. અમારા વૃક્ષ મિત્ર અને સતત આ સાઈટોનું સુપરવિઝન કરે તે અમારા કાર્યકર હરેશભાઈની પણ મહેનત એટલે વૃક્ષો સરસ થાય. અમારા કાર્યકર નારણભાઈ અને મોહનભાઈ પણ સતત આવતા જતા રહે.

માવજત અને દેખરેખ રાખીએ તો વૃક્ષો સરસ ઉછરે. વળી ભાવ પણ અગત્યનો. એનું જતન કરનાર, ખબર પુછનાર કોઈક છે એ વાતથી વૃક્ષ પણ રાજી થાય.

VSSM, KRSF સાથે મળીને 14 લાખથી વધારે વૃક્ષો વાવ્યા જે મજાની રીતે ઉછરી રહ્યા છે. આ કાર્યમાં અનેક સ્વજનોની મદદ મળી છે. સૌના આભારી છીએ. 

મા ધરતીને લીલુડો શણગાર ચડાવવામાં નિમિત્ત બન્યાનો અમને રાજીપો.. #vssm #mittalpatel #patan #treelantation #greenearth

Mittal Patel and VSSM coordinator was greeted by
community members of Anawada village



Anawada tree plantation site

Anawada tree plantation site

We planted 1,500 trees in one plot which was supported by
our well-wisher Shri Viralbhai Vyas and Smt. Heenaben Vyas

Anawada Tree Plantation site

Anawada Tree Plantation site

We planted 2,300 trees in another plot which was supported
by Shri Bipinbhai Shah – from the AnuhPharma family


VSSM is planting and growing trees in the Anawada Gaushala

Anawada Tree Plantation site

Mittal Patel discusses tree plantation with the community 
members

Mittal Patel and others with the Donor Plaque

Anawada Tree Plantation site


No comments:

Post a Comment