The situation of the Dafer families of Vijapur as a result of the recent rains… |
The recent rains have battered most of Gujarat from Kutchh to North Gujarat to Saurashtra to Ahmedabad … too much water poured in too little time playing havoc on the lives of people, cattle and infrastructure.
“Ben. last night it rained a lot here, there is water all around, a lot of our belongings have been washed away. We are sitting here on the higher grounds, on a road as our entire settlement in under water, we have nothing with us so have covered ourselves with a trampoline, the school you built to teach our children is also under water, our children are hungry, can you manage to send us some food, where will we go to find work in such rains??” said some members from nomadic communities who had called me up to narrate their condition because of the recent rains. These are the nomadic families of Diyodar living near Boda road. The region has high concentration of nomadic families. Hearing their pain I couldn’t hold my tears. Last year too these families had suffered similarly fate because of the rains. This is one of the many reasons we are trying to get residential plots allotted to them so that construction of homes can begin soon but the never ending wait on certain crucial decision is difficult to understand.
It ain’t much we are asking for, just one day… spend a day in the lives of these families (as Mr. Amitabh Bachchan says in a popular ad for Gujarat tourism “Ek din to guzariye hamare Gujarat me!!") and you shall never forget it for the rest of your lives. Truly. We shall come to understand how harrowing and repellent their lives are and how patient and tolerant they all are. The rain would stop and the discomfort isn’t going to stop. After the rains, the insects will repel them, they do not have the luxury of power connection so there is always the fear of being bitten by some poisonous creatures that are on prowl after sunset, the bite might be fatal… so what, who cares?? DO their deaths really matter??? For once we the government, authorities and civil society need to consider them as humans and ensure them the dignity a fellow human deserves.
67 years since independence and here we have large pockets of populations who have been excluded from the growth story of India. Shameful or not is up to you to decide!!! We don't know how long these communities are still destined to endure the wanderings!! We at VSSM are tired of being witness to their never ending agony and wonder if in this lifetime the situation would change and free them from their sufferings!!
વિચરતી જાતિઓની યાતનાને જીવતા જીવત મુક્તિ મળશે કે પછી???
દિયોદરમાં વિચરતી જાતિના ઘણા પરિવારો રહે. બોડા રોડ પાસે રહેતાં આ પરિવારોનો તા.૨૮ જુલાઈના રોજ ફોન આવ્યો, ‘બહેન ખુબ પાણી આયું. રાતના ઘણો વરસાદ પણ પડ્યો.. સામાન પણ ઘણો તણાઈ ગયો. અમે કાલ રાતના માથે તાડપત્રી ઓઢીને રોડ માથે બેઠા છીએ.. અમારી આખી વસાહત પોણીમાં છે. તમે છોકરાને ભણાવતા એ નિહાલ પણ પોણીમાં છે.. ખાવાનું મળે એમ કરોને આ નોના છોકરાં ભૂખ્યા બેઠા સે. હાલ અમે કોમ માટે ચો જઈએ?’ સાંભળીને આંખો ભીની થઇ ગઈ.. કેવી વ્યથા છે.. ગયા વર્ષે પણ આ પરિવારોની દશા આવી જ થઇ હતી અને એટલે જ આપણે એમને ઝડપથી રહેણાંક અર્થે પ્લોટ અને ઘર મળે એ માટેની તજવીજ કરતાં હતાં. પણ કોણ જાણે કેમ એમાં ઢીલ શા માટે થઇ રહી છે.
એક રાત આ પરિવારો આજે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહી એ તો દુનિયાનું કદાચ બધું જ સત્ય સમજાઈ જાય.. કેવી બત્તર હાલતમાં વિચરતા સમુદાયો રહે છે. આ વાત ફક્ત વરસાદ પુરતી નથી.. વરસાદ બંધ થાય એટલે જીવ- જંતુ નીકળી આવે એટલે એમનાથી સંભાળવાનું. ત્યાં ક્યાં લાઈટ હોય છે એટલે રાતના કદાચ ઝેરી જનાવર કરડી જાય તો એ પણ સહન કરવાનું.. એમાં મોત પણ આવી શકે. આ પરિવારોને માણસ ગણી સદિયોથી જે યાતના એ વેઠી રહ્યાં છે એમાંથી બહાર લાવવા આપણે સરકાર, સમાજ સૌએ વિચારવું જોઈએ.. આમ તો કોઈ પણ વ્યક્તિએ પૈસા નથી એટલે આવી કારમી ગરીબરી વેઠવી પડે એને માથે પાકું ઘર ના હોય એ આપણા સૌ અને આ દેશ માટે પણ શરમની વાત છે..
વિચરતી જાતિને હજુ કેટલા વરસ આવો રઝળપાટ વેઠવાનો છે?? vssmની એમની સાથેની સફરમાં આ પરિવારોની પીડા જોઇને અમે થાકી જઈએ છે.. કયારેક થાય છે કે આ યાતનામાંથી એમને જીવતા જીવત મુક્તિ મળશે કે પછી???
વિજાપુરમાં ડફેર પરિવારો વરસાદના કારણે જે સ્થિતિમાં મુકાયા છે એ ફોટોમાં જોઈ શકાય છે.
No comments:
Post a Comment