Wednesday, November 17, 2021

VSSM's medical assistance helped shivo to save his leg...

Mittal Patel voiced her thoughts to Shivo and Madhuben

Shivo, the sole support to Madhuben’s existence. He was just 10 months old when his father left for heavenly abode. The community they belong to permits second marriages but Madhuben decided to remain single and raised Shivo with great challenges. As a result she could not educate him well. Madhuben sold vegetables on her hand cart, as Shivo grew he became her helping hand.

One day while cleaning the windows of their house, Shivo fell down and injured his leg. Initially,  they ignored the injury but as the pain in the leg grew the mother-son duo consulted a doctor. “The leg is decaying from inside, to stop it from progressing further we have no option but to amputate it,”  doctor’s diagnosis left Madhuben devastated. They started consulting private doctors and sinking into debt.

When we got to know about the situation, we got them to Civil Hospital in Ahmedabad. The doctors operated upon him and saved his leg.

VSSM’s Kiran moves through the most interior villages and brings seriously ill patients to Civil hospital and ensures they receive proper treatment. If needed VSSM also helps them financially.  

All our health interventions become possible because of support from our dear Krishnakant Uncle and Dr. Indira Auntie.

Shiva and his mother were at our office after getting discharged from the hospital. We also provided them financial support to help them ease their debt. “In today’s times even our own choose to look the other way in times of need, while you helped us all the way!” They said expressing their gratitude. During the conversation, we learnt that the handcart they use is rented for Rs. 30 per day. We assured them to help with buying a handcart. This brought them great joy.

“You are blessed to have a mother like her, remember to care for her during her silver years!” I voiced my thoughts as the duo left.

“I will do my best!” Shiva replied with a smile.

Krishnakant Uncle and Indira Auntie, we are immensely grateful to you for providing us the opportunity to work for such noble cause.

Our gratitude always. 

નામ એનું શીવો..

મધુબહેનનો જીવવાનો એકમાત્ર આધાર.

દસ મહિનાના શીવાને મુકીને એના બાપા ગુજરી ગયેલા. મધુબહેને પેટે પાટા બાંધી એને મોટો કર્યો. આમ તો આવડી નાની ઉંમરે વિધવા થયેલા મઘુબહેન જે સમાજમાંથી આવતા એમાં બીજા લગ્નો થતા. પણ એમણે એ ન કર્યા.

જો કે એ શિવાને બહુ ભણાવી ન શક્યા. મધુબહેન ભાડાની લારી લઈ શાકભાજી વેચે. શીવો પણ મોટો થતા એમની મદદે લાગ્યો. 

એક દિવસ ઘરની બારી સાફ કરતા શીવો નીચે પડ્યો ને પગમાં વાગ્યું. પણ એ વખતે ઈજા પ્રત્યે ઝાઝુ ધ્યાન ન ગયું. મહિનાઓ વિત્યા ને પગમાં દુખાવો વધ્યો.

ડોક્ટરને બતાવ્યું ને ડોક્ટરે સડો થઈ ગયાનું ને સડાને આગળ વધતો અટકાવવા પગ કપાવવા કહ્યું. મધુબહેનના માથે આભ ફાટ્યું. 

ખાનગી દવાખાનાઓ ફરવાના શરૃ કર્યા. માથે દેવાનો ડુંગર થયો...

અમને ખ્યાલ આવ્યો. સિવીલમાં સારવાર શરૃ થઈ. ડોક્ટરે ઓપરેશન કર્યું ને શીવાનો પગ બચી ગયો. 

અમારો કીરણ દૂરના ગામડાંઓમાંથી કે શહેરમાંથી ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા દર્દીઓને સીવિલ સુધી પહોંચાડી ત્યાં તેમની સરખી સારવાર થાય તે માટે મથે.. જરૃર પડે VSSM થકી અમે આર્થિક મદદ પણ કરીએ. 

આરોગ્ય સંદર્ભનું આખુ કાર્ય અમારા વહાલા ક્રિષ્ણકાંત મહેતા ને ડો.ઈન્દિરા મહેતાની મદદથી ચાલે. 

શીવાને રજા આપી પછી અમારી ઓફીસે મા- દિકરો ખાસ મળવા આવ્યા. દેવું થયું હતું તેને ઓછુ કરવા અમે નાનકડો ટેકો પણ કર્યો. 

કળયુગમાં આવા સમયે પોતાનાય મોઢું ફેરવી લે એવા ટાણે તમે મદદમાં ઊભા રહ્યા એમ કહીને તમણે આભાર માન્યો.. 

તેમની સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે, તેઓ શાકભાજીની લારી દૈનિક 30 રૃપિયાના ભાડે લે છે. અમે એમને માલિકીની લારી લઈ આપવાનું વચન આપ્યું. 

શિવો ને મધુબહેન બેય રાજી... અમારી વિદાય લઈને અમારા પ્રાંગણમાંથી વિદાય લઈ રહેલા શીવાને મે આવી મા મળવી એ સદનસીબ. એની સેવા કરજે ને ઘડપણમાંય એને સાચવજેનું કહ્યું...

શીવાએ સ્મિત સાથે કહેવું ના પડે બેન એમ કહ્યું....

ક્રિષ્ણકાંત અંકલ અને આન્ટી તમારો આભાર તમારા લીધે આવા સતકાર્યોમાં અમે નિમિત્ત બની શક્યા..

તમારી આ લાગણીને અમારા પ્રણામ....

તમારા ધ્યાને આવા કોઈ પેશન્ટ હોય ને સિવીલમાં સારવાર કરાવવા તૈયાર હોય તો અમારા કીરણ - 84017-26987નો સંપર્ક કરવા વિનંતી.

#MittalPatel #vssm

No comments:

Post a Comment